ઘરે કરો આદુ ની ખેતી પ્લાસ્ટિકની ટ્રે માં

ઘરે કરો આદુ ની ખેતી પ્લાસ્ટિકની ટ્રે માં

જી હા મિત્રો આદુ હવે તમે ઘરે જ સરળતા થી ઉગાવી શકો છો. આદુ ખૂબ જ ઉપયોગી છે. ઘણી બીમારીઓ માં પણ આદુ આયુર્વેદિક રીતે ઉપયોગી છે.

આદુ રસોઈ માં પણ ખૂબ જ સ્વાદ આપી પોતાનો જાદુ દેખાડી જાય છે. લગભગ બધા જ શાક અને ડાળ માં આદુ નો ઉપયોગ થાય છે.

આદુ ને ઉગાડવા માટે લીમડા ના પાન નો ભૂકો, સણીયા નો કોથળો અને આદુ લઈ લ્યો. સણીયા ને બે બાજુ થી વાળી લ્યો અને વચ્ચે 250 ગ્રામ જેટલું આદુ મૂકી દયો.

આદુ ની ઉપર લીમડા નો ભૂકો નાખી દેવો. હવે તેને ચાર બાજુ થી વાળી અને ઢાંકી દયો. જ્યાં ડાયરેકટ તડકો ન આવતો હોય તેવા ખૂણા માં કોથળા ને ઢાંકી દયો.

તેને 10 દિવસ પછી ખોલો. તેના ટુકડા કરી નાખો. તમે જોશો કે આદુ માંથી નાના નાના બીજ નીકળ્યા હશે. તેના ટુકડા કરી તેને કોથળા પર ખુલ્લા 2 દિવસ માટે મૂકી દયો.

બે દિવસ પછી તમે જોશો તો આદુ કઠણ થઈ ગયું હશે. હવે એક પ્રોટ્રે જે નાના નાના ખાના વાળી ટ્રે આવે છે તે લેવી. તેમાં દરેક ખાના માં કોમ્પોસ્ટ નાખવું. તેના પર લીમડા નો ભૂકો નાખવો.

હવે તેના પર આદુ ના કટકા એવી રીતે મુકવા કે જે બીજ ઉગેલા હોય તે ઉપર ના ભાગે આવે. આ રીતે દરેક ખાના ભરી દેવા. હવે થોડાક પ્રમાણ માં કોમ્પોસ્ટ તેના પર છાટી દેવું. અડધી કલક પછી ટ્રે ને તડકા માં રાખી તેમાં થોડું થોડું પાણી નાખવું.

આ રીતે આદુ ઉગાડવા થી તમે એક હેકટર માં 17000 રૂપિયા જેટલું બીજ માટે જ કમાઈ શકશો. બીજો ફાયદો એ થશે કે જે આદુ થશે તે ખૂબ જ સારી ક્વોલિટી નું થશે. એક ફાયદો એ પણ થશે કે જો તમારું ખેતર ખાલી નહી હોય તો તમે ઘરે જ આદુ ની ખેતી કરી કમાઈ શકશો.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here