ઘણા લોકો ની પરેશાની હોય છે કે તેઓના ઘરે લક્ષ્મીજી ટકી ને રહેતાં નથી ધન આવેતો છે પરંતુ આવતાંની સાથેજ ગાયબ પણ થઈ જાય છે એટલેકે રૂપિયા આવતાંની સાથેજ તેનો1 રસ્તો થઈ જાય છે.તો આવી સમસ્યો માટે ખાસ ઉપાય છે. કે આજે અમે તમને જણાવીશું લક્ષ્મીજીની કૃપાદ્રષ્ટિ પામવાની ઈચ્છા રાખતા લોકો એ વાતથી વાકેફ હોય જ છે કે લક્ષ્મીજી એવા સ્થળે ટકતા નથી જ્યાં વિષ્ણુ ભગવાનનો વાસ ન હોય.માટે તમારે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
એટલા માટે જ જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય તો સૌથી પહેલા ભગવાન વિષ્ણુને રાજી કરવાનો ઉપાય કરવો જરૂરી છે.આ સંદર્ભમાં જ્યોતિષશાસ્ત્રમાં એક ઉપાયનો ઉલ્લેખ મળે છે.જેને ગુરુવારે કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.હવે તમને એટલી તો ખબર પડીજ ગઇ હશે કે તમારે જે કરવાનું છે તે ગુરુવારેજ કરવાનું છે તો આવો જાણીએ વિગતવારે તેના વિશે.આ ઉપાય કેવી રીતે થાય છે અને તેના અન્ય કેટલા ફાયદા થાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ એ વિવિધ શાસ્ત્રો પર ચાલી આવી છે.આ શાસ્ત્રો એ શ્રેષ્ઠ જીવન જીવવા માટે સમજ પુરી પાડે છે.જ્યોતિષશાસ્ત્ર સિવાય વાસ્તુશાસ્ત્ર માં પણ ગુરુવારનું ખાસ મહત્વ દર્શાવામાં આવ્યું છે.વાસ્તુ અનુસાર બૃહસ્પતિ એટલે કે ગુરુની દિશા ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણો છે.આ ખૂણો કુબેરની દિશા છે અને તેને અતિ પવિત્ર માનવામાં આવે છે.એટલા માટે જ ગુરુવારના દિવસે કરેલા કેટલાક ખાસ ઉપાય તમારું નસીબ જગાડી શકે છે.
આવો જ એક ઉપાય અહીં રજૂ કરવામાં આવ્યો છે. તેના માટે તમારે વધારે ખર્ચ પણ કરવાની જરૂર નથી.અને આ ઉપાય ની મદદ થી તમે તમારા જીવનમાં એક નવીજ લહેર લાવી શકશો સાથે સાથે જ તમે તમારી દરેક સમસ્યાઓનો અંત લાવી શકો છો.ધન પ્રાપ્તિ અટવાયેલા નાણાં અને અનેક લાભ આ ઉપાય ની મદદથી તમને થશે તો આવો જાણીએ તેના વિશે વિગતે.
મિત્રો આ ઉપાય ને ખાસ ધ્યાનમાં રાખો અને શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે તેનું પણ ખાસ ધ્યાન રાખીલો.ગુરુવારે સવારે સૂર્યોદય પહેલા ઊઠી નિત્યક્રમથી પરવારી અને શુભ ચોઘડિયામાં આ ઉપાય કરવો.તેના માટે એક પીળા રંગનું કાપડ લેવું તેમાં એક મુઠ્ઠી ચણાની દાળ, એક હળદરની ગાંઠ, એક આખું લાલ મરચું અને સોનાનો નાનો ટુકડો અથવા કોઈ ઘરેણું મુકવું.આ વસ્તુઓ મુક્યા બાદ કાપડની પોટલી વાળી તેને લાલ દોરાથી બાંધી તેની વિધિવત પૂજા કરવી.
પૂજા કરેલી આ પોટલીને સૂર્યાસ્ત પહેલાં તિજોરીમાં રાખી દેવી.આ પ્રયોગ કર્યાના ગણતરીના જ દિવસોમાં તમને આ ટુચકાની અસર જોવા મળશે.જોકે તમને થોડા દિવસ રાહ જોવી પડે તો પણ તમારે જોવી જોઈએ કારણ કે કોઈપણ કાર્યનું પરીણામ તરત મળતું નથી પરંતુ એક દિવસ જરૂર મળે છે.