ઘરમાં ભૂલથી પણ ના રાખો આ વસ્તુ, નહીતો જીવન બરબાદ થઇ જશે. થઇ જશો સાવ કંગાળ,લક્ષ્મી ઘરના દરવાજે થી જતી રહેશે.

ઘણી વખત આપણે જોયું હશે કે ખૂબ જ મહેનત કરવા છતાં પણ ધાર્યું ફળ મળતું નથી. તમે પૈસા કમાવવા માટે દિવસ-રાત એક કરીને ખુબ જ મહેનત કરો છો. પણ નસીબ સાથ આપતો નથી. અને ઘણી વખત તો ઘરની પરિસ્થિતિ સુધરવાને બદલે બગડી જાય છે. પછી આપણે ઘણી વખત કહીએ છીએ કે આતો ભાગ્યમાં હોય તો થાય. ઘણી વખત જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યું છે કે ઘરમાં આટલી વસ્તુ હોય તો પણ ભાગ્ય ખૂલતું નથી. આજે અમે તમને તે વસ્તુ વિશે જણાવશું.

ઘણી વખત આપણને ખબર પણ નથી હોતી અને આપણને જો પ્રિય હોય તો અમુક વસ્તુને ઘરમાં લગાવી દઈએ છીએ. પરંતુ આ ઘણી વખત નકારાત્મક ઉર્જા પ્રવેશ થાય છે. સૌપ્રથમ ઘરમાં ભીની દિવાલ ન રાખવી જોઈએ. સામાન્ય રીતે ઘરમાં દિવાલ પર ભીની રહે છે. અને તેના કારણે અલગ અલગ આકાર બને છે. જેના કારણે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ઘણી વખત જો દિવાલ ભીની હોય તો સ્વાસ્થ્યને લગતી ઘણી તકલીફ આવી શકે છે. જો તમારા ઘરમાં પણ ભીનાશ છે. તો તમે તેને આજે જ દુર કરી દો.

આ ઉપરાંત ઘણી વખત ઘણાં લોકોને પ્રાચીન વસ્તુઓ રાખવાનો શોખ હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ક્યારેય પ્રાચીન વસ્તુઓ રાખવી જોઈએ નહીં. એવું કહેવાય છે કે, પ્રાચીન વસ્તુઓ રાખવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે જો શક્ય હોય તો પ્રાચીન વસ્તુઓ નો ઘરમાં સંગ્રહ ક્યારેય ન કરવો જોઈએ.

દરેક લોકો પોતાના ઘરમાં અલગ-અલગ ફૂલ ઉગાડતા હોય છે. જેના કારણે સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થતા હોય છે. પરંતુ ઘણી વખત કોઈ છોડ સુકાઈ જાય છે અને તેની સુંદરતા દૂર થઈ જાય છે. સુકાયેલો છોડ રાખવાના કારણે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઇ જાય છે. એટલે છોડ લીલો હોય તો જ તેને રાખવો જોઈએ. કારણ કે લીલો છોડ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરીને ઘરમાં આપે છે. આ ઉપરાંત ઘણા લોકોને મૃત પ્રાણીઓના અને સૂકા ઝાડને અવશેષો રાખવાનું ખુબજ પસંદ હોય છે. પરંતુ શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે જો પ્રાણીઓના અવશેષો અથવા સૂકા છોડને રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન  થાય છે. જો તમને ઘરને શણગારવા નો શોખ હોય તો શંખની આકૃતિ થી બનાવેલ મૂર્તિ ઉપયોગ કરી શકાય. કારણ કે શંખ દ્વારા સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે. એવું કહેવાય છે કે ઘરની અંદર કબુતર નો માળો ક્યારેય ન રાખવો જોઈએ. જો કબુતર નો માળો ઘરમાં રાખવામાં આવે તો ઘરની સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે. આ ઉપરાંત ઘરની અંદર તુટેલો કાચ પણ ન રાખવો જોઈએ. જો તૂટેલો કાચો રાખવામાં આવે તો આર્થિક નુકસાન થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here