પહેલા ના જમાનામાં આપણા વડીલો ચુલા અને પ્રાઈમસની મદદ થી રસોઈ બનતી હતી. પરંતુ આ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે દરેક લોકો આજે ગેસ વાપરતા થઈ ગયા છે પરંતુ અત્યાર ના જમાનામાં દરેકના ઘરે એલપીજી ગેસ સિલિન્ડર આવી ગયા છે. હવે તો ગેસ સિલિન્ડરની પણ માથાકૂટ રહેતી નથી કારણ કે ઘરે ઘરે ગેસ લાઇન આવી ગઈ છે. મોટાભાગના લોકોના ઘરે એલપીજી ગેસ વપરાતો હોય છે.
પહેલાના જમાનામાં રસોઈ બનાવતા ખૂબ જ વાર લાગતી. પરંતુ અત્યાર ના સમયે ગેસ ના કારણે ખૂબ જ ઝડપી અને સમયની બચત થાય છે. ઘણીવાર આપણા વડીલો કહેતા પણ હશે કે અમે તો ચૂલે રાંધી રાંધી ને થાકી ગયા. અને જ્યારે આપણે પ્રાઈમસ નો ઉપયોગ કરતા હોઈએ ત્યારે તેની સાફ સફાઈ કરવી ખૂબ જ અઘરી પડતી કારણ કે તેમાં થોડી થોડી વારે કેરોસીન નાખવાની, સફાઈ કરવી, વાલની સફાઈ કરવી વગેરે જેવી કાળજી પણ રાખવી પડતી હતી.
ત્યારે ચૂલો માટે બળતણ રાખો અને સાફ કરવો ખૂબ જ અઘરું પડતું અને તેમાં પણ ચોમાસુ હોય તો તને બળવા ખૂબ જ મુશ્કેલ થઈ જતા હતા. કારણકે પહેલાના જમાનામાં આવા ઘર પણ ન હતા એટલે વરસાદ આવે એટલે બળતણ ભીનું થઈ ગયું પછી બહુ મહેનત કરવાથી ચૂલો શરૂ થતો અને મહિલાઓ પછી રસોઈ બનાવતી. અત્યારે તો દરેક ગામડે ગામડે એલપીજી ગેસ સિલિન્ડર થઈ ગયા છે. એક સેકન્ડમાં લાઈટર ની મદદથી ગેસ શરૂ થઈ જાય એક સેકન્ડમાં લાઇટર ની મદદથી ગેસ શરૂ થઈ જાય અને ફટાફટ રસોઈ બની જાય.
ઘણા લોકો ઇલેક્ટ્રિક સગડી નો પણ ઉપયોગ કરતા થયા છે ઘણીવાર એવું બને છે કે ઘણો સમય થઈ જાય પછી ગ્રીન થવા લાગે છે કે અથવા તો ક્યારેક કોક મહેમાન હોય ત્યારે ગેસ ની ચિંતા થાય છે કે ગેસ સિલિન્ડર અધવચ્ચે પૂરું થઈ ન જાય તો સારું. ઘણા ના ઘરે ડબલ સિલિન્ડર હોય છે તો તેના માટે તો કોઈ મુશ્કેલી થતી નથી. કારણ કે ફટ દઈને બીજું સિલિન્ડર લગાવી દેવાય છે. અને રસોઈ અટકતી નથી. પણ ઘણીવાર ઘરમાં એક જ ગેસ સિલિન્ડર હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે.
એવા પણ ઘણા બધા ઉપાયો છે જેની મદદથી આપણે જાણી શકીએ કે ગેસ સિલિન્ડર કેટલો ભરેલો છે અને કેટલીક ખાલી થઈ ગયો છે ઘણા લોકો તો ગેસ સિલિન્ડરની ઊંચકીને જ અંદાજ લગાવે છે કે પરંતુ આમાં કેટલી સચ્ચાઈ છે પરંતુ ઘણી વખત એનાથી પણ અંદાજ આવતો નથી અને અધવચ્ચે ખુટી જાય છે તો ચાલો જાણીએ કે કઈ રીતે જાણી શકાય કે ગેસ સિલિન્ડર કેટલો ભરેલો છે કે ખાલી થયો છે.
સૌથી પહેલા એક કપડું લેવાનું રહેશે તેને ભીનુ કરવાનું પછી ભીના કપડાંને ગેસ સિલિન્ડર ની ફરતે વીટાળી દેવાનો. થોડીવાર રહેવા દેવાથી પછી કપડું લઈ લેવાનું અને જ્યારે તમે કપડું લેશો એટલે ખબર પડશે કે છે કે કેટલો ભાગ સુકાઈ ગયો છે અને કેટલો ભાગ ભીનો છે. અને જેટલો ભાગ થોડો ભીનો છે એટલો હજી કેટલો ગેસ ભરેલું છે. અને જે ભાગમાં સુકાઈ ગયો છે તે ભાગ ખાલી છે. કારણકે સિલિન્ડરનો જેટલો ભાગ ખાલી હોય છે તે ગરમ હોય છે અને જેટલો ભાગ ભરેલો હોય છે તો ઠંડુ રહે છે આપણે સરળતાથી જાણી શકે ગેસ સિલિન્ડર માં કેટલા દિવસ ચાલશે.