ગણેશજી ના આ મંદિરે દર્શન કરવાથી બધા જ દુઃખ થઇ જાય છે દુર,ખુબ જ મહત્વ છે આ મંદિર નું,જાણવા માટે અહિયાં ક્લિક કરો

ભગવાન ગણેશજીને તમામ દેવી-દેવતાઓમાં હંમેશા પ્રથમ પૂજવામાં આવે છે. દરેક પ્રસંગ માં ભગવાન ગણેશજી ને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પર ભગવાન ગણેશજીની કૃપાદૃષ્ટિ હોય તો તે વ્યક્તિનાં જીવનનાં તમામ કષ્ટ પળવાર માં જ દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે બુધવારનો દિવસ એટલે ભગવાન ગણેશજી નો દિવસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ બુધવારનાં દિવસે વિધિ-વિધાનપૂર્વક ભગવાન ગણેશજીની પૂજા કરે છે તો તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. તેમની પૂજા-અર્ચના કરવાથી દરેક માનવ ના જીવનના તમામ દુઃખ, દર્દ, પીડા, તકલીફ અને સંકટ પળવાર માં જ દૂર થઈ જાય છે. ભગવાન ગણેશજી પોતાના ભક્તોનાં જીવનમાં આનંદ લાવે છે. આમ જોવા જઈએ તો દેશભરમાં એવા ઘણા બધા ગણેશજી ના મંદિર છે, જ્યાં ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે. દૂર-દૂરથી ભક્ત ભગવાન ગણેશજીનાં મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી જાય છે.

ભારત માં આવેલું એક એવું જ ચમત્કારિક અને પ્રસિદ્ધ મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જ્યાં દર્શન માત્રથી જ દરેક વ્યક્તિની તમામ ચિંતાઓ દૂર થઈ જાય છે. ભગવાન ગણેશજીનાં આ મંદિરમાં ગણેશજી પોતાના આવનારા દરેક ભક્તોનાં દુઃખ અને દરેક તકલીફ દૂર કરે છે. અને આ પ્રસિદ્ધ મંદિર નું નામ છે ચિંતામણી ગણેશજી જી નું મંદિર.

ભગવાન ગણેશજીનું આ મંદિર દુનિયાભરમાં સુપ્રસિદ્ધ છે અને આ મંદિર દરેક મંદિર માં અનોખું પણ જણાવવામાં આવે છે. ભારતમાં ચિંતામણી ગણેશજી ના મંદિર કુલ ચાર મંદિર આવેલા છે. એક ભોપાલ પાસે સિરોહીમાં આવેલું છે, બીજું મંદિર ઉજ્જૈનમાં આવેલું છે. અને ત્રીજું રાજસ્થાનના રણ થંભોરમાં અને ચોથું ગુજરાતનાં પ્રસિદ્ધ સિદ્ધપુરમાં આવેલું છે. આ ચાર મંદિરોની મૂર્તિ સ્વયંભૂ તરીકે જણાવવામાં આવે છે. સ્વયંભૂનો મતલબ હોય છે કે અહીં પર જે મૂર્તિ રહેલી છે, તે જમીનમાંથી જાતે જ પ્રગટ થઈ છે.

SONY DSC

ભોપાલનાં સિરોહી સ્થિત ચિંતામણી ગણેશ મંદિર વિશે એવું જણાવવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના રાજા વિક્રમાદિત્યએ કરી હતી. એવું કહેવાય છે કે આ મંદિરમાં આવેલી ગણેશજી ની મૂર્તિ ભગવાને જાતે જ રાજા વિક્રમાદિત્ય ને આપી હતી. એકવાર ભગવાન ગણેશજી રાજા વિક્રમાદિત્ય ના સ્વપ્નમાં આવ્યા હતાં અને તેમને જણાવ્યું હતું કે પાર્વતી નદીના કિનારા પર પુષ્પમાં મારી મૂર્તિ છે અને તેને એક મંદિર માં સ્થાપિત કરો. જ્યારે રાજા ઊઠીને નદી કિનારે પહોંચે છે તો તેમને પુષ્પ મળે છે અને તેને લઇને તે પાછા આવે છે. ત્યારે રસ્તામાં રાત થઈ ગઈ હતી અને તેમનું પુષ્પ અચાનક જ પડી ગયું હતું અને આ પુષ્પ ગણેશજીની મૂર્તિમાં પરિવર્તિત થઇ જાય છે. અને પછી જમીન માં પડી ગઈ.

ભગવાન ગણેશજીની મૂર્તિ જમીનમાં ફસાઈ ગઈ હતી. રાજાએ તેને કાઢવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી એક પણ કોશિશ સફળ થઈ શકી નહી ત્યારે ત્યાં જ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ મંદિરનું નામ ચિંતામણી ગણેશ મંદિર પડ્યું છે. અને ઉજ્જૈનમાં જે ચિંતામણી ગણેશજીનું એક મંદિર આવેલું છે. તે મંદિરના ગર્ભગૃહમાં ત્રણ મૂર્તિ ગણેશજીનાં ૩ રૂપો (ચિંતામણી, ઈચ્છામણી અને સિદ્ધિ વિનાયક) માં વિરાજમાન છે. પૌરાણિક કથાઓ પ્રમાણે એવું જણાવવામાં આવે છે કે વનવાસ દરમિયાન સ્વયં ભગવાન શ્રીરામજીએ આ મંદિરની સ્થાપના કરી હતી. એવું માનવામાં આવે છે કે જો મંદિરની દિવાલ પર ઉંધું સ્વસ્તિક(સાખીયો) બનાવવામાં આવે છે તો તેનાથી દરેક ભક્તોની તમામ મનોકામનાઓ તરત જ પૂર્ણ થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here