ઘણી વખત ગળાની ગ્રંથિઓ એકસાથે મોટી થઈ જાય છે. અને પાકે છે. ત્યારે ગાલ પર સોજો આવી જાય છે. ગાલ પર સોજો આવવાને કારણે બોલવામાં અને ખાવામાં ખૂબ જ તકલીફ થાય છે. આ ઉપરાંત ગાલ પર દુખાવો પણ થાય છે. અને આ એક ચેપી રોગ છે. એટલે જે વ્યક્તિને ગાલપચોળુ થયું હોય તે વ્યક્તિ બીજા લોકોથી દૂર રાખવામાં આવે છે. કારણ કે જો બીજા વ્યક્તિના સંપર્કમાં આવવા આવે તો આ રોગ ફેલાઈ શકે છે.
આ ઉપરાંત ગળાની બંને બાજુની ગ્રંથિઓ માં દુખાવો થાય છે. માથામાં દુખાવો થાય છે. શરીરમાં થાક અનુભવાય છે. અને ખાવામાં અને ગળામાં દુખાવો થાય તો તે ગાલ પચોળા ના લક્ષણો જોઇ શકાય છે. ગાલપચોળીયા થી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય છે. જે આજે તમને જણાવીશું. જેનાથી તરત જ રાહત મળી જશે અને દુખાવો પણ ગાયબ થઇ જશે.
દિવસમાં બે વખત મધ સાથે ૪ થી ૫ ગ્રામ ચૂર્ણ ચાટવાથી ગાલપચોળીયામાં તરત જ રાહત થાય છે. આ ઉપરાંત ઘઉંનો લોટ અને ફટકડીને તેલમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી દર્દીને બે દિવસમાં રાહત થાય છે. 40 ગ્રામ કાંચનારની છાલ અને પાણીને ઉકાળી, જ્યારે અડધું પાણી વધે ત્યાં સુધી રાખી તેને ગળી અને તેમાં આદુનો પાવડર અને મધ મિક્સ કરીને ગાલપચોળુ જે વ્યક્તિને થયું હોય તે વ્યક્તિને આપવાથી ચાર દિવસમાં મટી જાય છે.
આ ઉપરાંત મરી અને કાળું જીરું અને અજમાનો પાવડર કરી પાણીમાં ગરમ કરીને ગાલ પર લેપ કરવાથી પણ ગાલપચોળીયા મટી જાય છે. બાવળની સૂકી છાલનો પાવડર બનાવી ચહેરા પર લગાવવાથી પણ તેમાં રાહત થાય છે. આ ઉપરાંત ગાલપચોળિયાં થયા હોય ત્યારે વધારે પ્રમાણમાં પ્રવાહીનું અને ફળોનું સેવન કરવું જોઈએ. કારણ કે જો તમે કડક વસ્તુ કે રોટલી ખાશો તો તે દુખાવો થવાની સંભાવના વધી જાય છે. અને ખાટી વસ્તુ ખાવાનું ટાળવું જોઇએ.
આ ઉપરાંત ગરમ અથવા ઠંડા પાણીનો શેક પણ કરવો જોઈએ. અને ગાલપચોળીયા માટે કેસર 15 ગ્રામ અને કાળા મરીના થોડા દાણા ને લઈને પીસી તેને ગાલપચોળુ થયું હોય ત્યાં લેપ કરવાથી તરત જ રાહત થાય છે. આ ઉપરાંત જે વ્યક્તિને ગાલપચોળિયુ હોય તે વ્યક્તિ માટે વાસણો અને ખાવાના વાસણો એકબીજાથી દૂર રાખવા જોઇએ. નહીં તો આ રોગ બીજાને પણ ફેલાઇ શકે છે.
નાગરવેલના પાનને પીસીને તેમાં થોડું ઘી નાંખી ગરમ કરીને પોટલી જેવું બનાવી ગાલ પર લગાવાથી પણ ફાયદો થાય છે. આ ઉપરાંત રોજ ના ૩ થી ૪ ફળો દર્દીને ખવરાવવાથી પણ ગાલ પરના સોજામાં ફાયદો થાય છે. આ ઉપરાંત વાડીની કાળી માટી પાણી સાથે મિક્સ કરી અને જાડી પેસ્ટ બનાવી ગાલ પર લગાવવાથી પણ ફાયદો થાય છે.