યુનાઇટેડ કિંગડમ (યુકે) માં, એક મહિલાની સાથે એક એવી ઘટના બની જેને જોઈને દરેક હેરાન છે. એબીગેઇલ થોમ્પસન નામની મહિલા સાથે એક વિચિત્ર ઘટના બની છે. વેસ્ટ યોર્કશાયરમાં રહેતી 20 વર્ષીય બ્યુટિશિયન એબીગેઇલ થોમ્પસન નામની મહિલાને તેની કિંમતી વસ્તુ ખોવાયેલી તેના નાકમાંથી મળી આવી. જો કે, તેને આની જાણ નહોતી.
હકીકતમાં, એબીગેઇલ થોમ્પસને કહ્યું કે મારી માતાએ મને આ રિંગ 2007 માં ભેટમાં આપી હતી. થોડા મહિના પછી, રિંગ 12 વર્ષ પહેલાં ગુમ થઈ ગઈ હતી. 2007 માં, તેના 8 માં જન્મદિવસ પ્રસંગે, એબીગેઇલ થોમ્પસનની વીંટી ખોવાઈ ગઈ. થોમ્પસનને લાગ્યું કે વીંટી ચોરી થઈ ગઈ છે, કારણ કે ઘરે ઘણું બધું શોધ્યા પછી પણ વીંટી મળી નહી.
પરંતુ એબીગેઇલ થોમ્પસનને છેલ્લા ઘણા સમયથી તેના નાકમાં કંઈક થઇ રહ્યું હતું. થોમ્પસને જણાવ્યું કે તે ખૂબ જ સામાન્ય દિવસ હતો. હું પલંગ પર બેઠી હતી, હું ખૂબ છીંક ખાઈ રહી હતી. મેં મારું નાક કાપડથી સાફ કર્યું. જ્યારે મેં મારા નાકની અંદર જોયું, ત્યારે કંઈક ચમકતું હતું.
મને ખબર પડી ગઈ હતી કે મારા નાકમાં કંઇક અટકી ગયું છે. જલદી જ મેં જોરથી છીંક મારી અને જ્યારે તે બહાર જોયું તો હું ચોંકી જ ગઈ. આ વસ્તુ એક રિંગ હતી જે 12 વર્ષ પહેલાં ગુમ થઈ હતી.
થોમ્પસને કહ્યું કે હું ક્યારેય વિચાર કરી શકી નથી કે આ રિંગ મારા નાકમાં અટવાઇ છે. મારા કેટલાક મિત્રો છે, જ્યારે પણ તેઓ મારી સાથે હતા, હું વિચારતી હતી કે તેમાંથી કોઈએ રિંગ ચોરી કરી હશે. એબીગેઇલ યોર્કશાયરમાં રહે છે.
એબીગેઇલ થોમ્પસનના નાકમાં રિંગ અટકી જવાથી તેને શ્વાસ લેવામાં ક્યારેય તકલીફ નોતી પડી. થોમ્પસનને 2007 થી નાકમાં સમસ્યા કોઈ નથી. તે સારી રીતે શ્વાસ લેવામાં સક્ષમ હતી. તેણે કહ્યું કે આટલા વર્ષોમાં હું ક્યારેય ડૉક્ટર પાસે ગઈ ન હતી કારણ કે મને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન હતી.