કિંજલ દવે વિશે આટલી માહિતી તમે ક્યારેય નહીં વાંચી હોઈ, અત્યારેજ વાંચી લો…

કિંજલ નો જન્મ 1999 માં થયો હતો બ્રાહ્મણ કુટુંબ માં થયો હતો. કિંજલ ના માતાપિતા ખુબજ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે અને એમને આગળ લાવવામાં એક મોટો શ્રેય કિંજલ ને જાય છે.

કિંજલ ના માતા ઉનાળાની બપોરમાં પણ અનાજ(સરકારી રાશન) લેવાં માટે 4-5કલાક તાપ માં ઉભા રહેતા. કિંજલ દવે ને ભલે ચાર-ચાર બંગડી વાળા સોંગ માટે દેશ વિદેશ માં જાણીતી થઈ હોય.પણ એના 100 થી વધુ આલ્બમ આવી ચુક્યા છે. જેમાનાં કેટલાય આલ્બમ સુપરહીટ છે.

માત્ર 18 વર્ષ ની ઉંમરે જેને સફળતા ના શિખર સર કર્યા અને 100 જેટલા આલ્બમ માં કામ કર્યું તે કિંજલ દવે એ સફળતા મેળવવા અઢળક મેહનત કરી છે.

પેહલા તેમની હાલત ખુબજ ખરાબ હતી. પિતા લાલજી ભાઈ હીરા ઘસતાં હતા.અને સાથો-સાથ તેમના સંગીત ના શોખ ના લીધે ગાવાનો શોખ પણ પૂરો કરતા હતા પણ સંઘર્ષ કરતા કરતા તેઓને ખબરજ ના પડી કે તેઓ એક નામના કમાઈ ચુક્યા છે. એક સમય એવો આવ્યો જ્યારે મોટાભાગ ના હીરાઘસુ લોકો બેકાર થઈ ગયા.

કિંજલ નાનપણ માંજ ગાયન ની બાબત માં આગળ વધી ગઈ..પિતા સાથે તે દૂર દૂર ના ગામ માં બાઇક ઉપર બેસી ને ગાવા જતી હતી..તેમના પપ્પા ના મિત્ર મનુભાઈ રબારી જેઓ ઉત્તર ગુજરાત માં ખૂબ સારા લેખક ગણાય છે અને તેમને નામી કલાકારો માટે ગીત લખ્યા છે તેઓ કિંજલ માટે ગીત લખતા હતા.

ગત વર્ષે કિંજલ દવે ની સગાઈ અમદાવાદના બિઝનેસમેન પવન જોશી સાથે કરવામાં આવી હતી, ત્યારે પણ લોકોને એક ઉમંગ જાગ્યો હતો

તેમને અને કિંજલ ના પિતા એ “જાનડીયો” નામનું લગ્ન ગીતો નું આલ્બમ બનાવ્યું .ત્યારબાદ એક પછી એક આલ્બમ આપતા ગયા અને આગળ વધતા ગયા. કિંજલ ની કારકિર્દી માં જો સોથી મોટો હાથ કોઈનો હોઈ તો તે તેના પિતા લાલજીભાઈ દવે અને ગુજરાતી ગિતો ના લેખક મનુભાઈ રબારી નો છે. ચાર ચાર બંગડી વારુ ગીત પણ મનુભાઈ એજ લખ્યું છે.

કિંજલ સમજણિ થઈ ત્યારે એ પિતા સાથે શેરીગરબા અને ભજનો ના કાર્યક્રમ જોવા જતી હતી. તેમને જોઈને કિંજલ ને પણ ગીતો ગાવાનો શોખ લાગ્યો.

કિંજલ એ ગુજરાતી ગાયન શેત્ર માં મોટું નામ કમાયું હોવા છતાં એને ભણવાનું છોડ્યું નથી. હાલ તે કોલેજ માં અભ્યાસ કરી રહી છે. તેની ઈચ્છા હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર બનવાની છે. સાથે સાથે કિંજલ એક ગુજરાતી ફિલ્મ માં પણ હાલ આવી  છે.

કિંજલ ના લીધે આજે દેશ અને દુનિયા માં તેના પિતા અને મનુભાઈ જે એના સોન્ગ લેખક ઓળખાય છે.

કિંજલ ના પ્રોગ્રામ ની તમામ જવાબદારી તેના પિતા સંભાળે છે. એક વર્ષ માં આશરે 200 થી પણ વધુ પ્રોગ્રામ કરે છે કિંજલ દવે. એક પ્રોગ્રામ દીઠ કિંજલ 2 કલાક ના પરફોર્મન્સ માટે 1.5 લાખ થી 2 લાખ રૂપિયા ચાર્જ લે છે. માતા-પિતા અને નાના ભાઈ સાથે કિંજલ દવે અમદાવાદ માં રહે છે. કિંજલ ને ગુજરાત માં દિવનો દરિયા કિનારો ખુબજ ગમે છે.

કિંજલ દવે ના ઘણા સોંગ હીટ છે. એમાં લહેરીલાલા અને ચાર ચાર બંગડી ખાસ છે. કિંજલ દવે આફ્રિકા અને અમેરિકા માં પણ શૉ કરે છે.

વાંચો કિંજલ ના 10 લોકપ્રિય સોંગ ક્યાં ક્યાં છે?

જાણો કિંજલ દવે ના ટોપ ટેન સોંગ વિશે જેને કિંજલ ને બનાવી દેશ વિદેશમાં ફેમસનવા ફોટોગ્રાફ સાથે તમે કિંજલ દવે ના સોંગ તો સાંભળ્યા જ હશે પણ આજે તમે 10 જે કિંજલ દવે ના ટોપ ટેન કેહવાય છે એ સોન્ગ સાંભળો વાંચો એ સોન્ગ વિશે.

(10) છોટે રાજા: આ સોંગ તેને તેના ભાઈ માટે બનાવ્યું છે. જેમાં મસ્ત સંદેશ પણ છે. આ સોંગ ના લેખક મનુ રબારી અને જીત વાઘેલા છે. જ્યારે મ્યુઝિક મયૂર નડિયા એ આપ્યું છે.

(09) રસીલા રાજસ્થાની સોંગ: આ સોંગ ના લેખક પણ મનું રબારી અને મ્યુઝિક મયૂર નડિયા એ આપેલ છે

(8) માલધારી મોજ માં રેતા: આ સોન્ગ પણ મનુ રબારી એ લખેલ છે.

(7) મોજ માં: આ સોંગ પણ અત્યારે કિંજલ દવે નું ખુબજ પોપ્યુલર છે. અને આ સોંગ પણ મનુ રબારી અને દિપક પુરોહિત એ લખ્યું છે.

(6) ગોગો ગોગો મારો ગોમધણી: આ સોંગ પણ કિંજલ દવે એ ગાયું છે અને એના લેખક મનુભાઇ રબારી છે. જોકે એક ધાર્યા આવા 2 સોંગ છે જે અલગ અલગ છે.

(5) કનૈયા: આ સોંગ જન્માષ્ટમી વખતે આવ્યું હતું જે ખુબજ ધૂમ મચાવતું હતું. આ સોંગ ના લેખક મનુભાઈ રબારી છે.

(4) ગણેશા: આ સોંગ ગણપતિ મહોત્સવ વખતે આવ્યું હતું અને ગુજરાત ના મોસ્ટલી ગણપતી પંડળ માં આ વાગતું હતું.

(3) મથુરા માં વાગી મોરલી: આ ગીત પણ ખુબજ લોકપ્રિય થયું હતું. જોકે આ ગીત ખુબજ જૂનું છે.

(2) લહેરી લાલા: આ ગીત એ ગુજરાત માં ધૂમ મચાવી નાખી હતી. જેના લીધે કિંજલ દેશ વિદેશ માં વસતા ગુજરાતીઓ માં લોકપ્રિય બની.

(1) ચાર ચાર બંગડી વાળી ગાડી: આજની તારીખે પણ જો કિંજલ ને યાદ કરાતી હોઈ તો એ આ ગીત ના લીધે છે. જેને સમગ્ર દેશ માં ધૂમ મચાવી.

આભાર, ગમે તો શેર પણ કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here