પુરુષો માટે છે આ ઉતમ ઔષધિ, પૌષ્ટિક તત્વોનો છે ખજાનો

શું તમને ખબર છે કે દરરોજ ખજૂર ખાવો ખૂબ જ ફાયદાકારક અને સ્વાસ્થ્યવર્ધક છે. ખજૂરમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પ્રોટીન, પોટેશિયમ, કેલ્સિયમ, સોડિયમ અને કાર્બોહાયડ્રેટેસ જેવા તત્વો રહેલા છે. જેથી કરીને ખજૂરનું સેવન કરવાના ફાયદા ઘણા છે. ઉપવાસના દિવસોમાં ખજૂરને ઉતમ માનવમાં આવે છે. ખજૂર ફક્ત એક ફળ જ નથી પરંતુ ઉતમ પ્રકારની ઔષધિ પણ છે, કેમ કે ખજૂર શક્તિવર્ધક ફળ છે.

ખજૂર પૌષ્ટિક અને હ્રદય માટે ફાયદાકારક છે આ ઉપરાંત કફ, પિત, વાત અને અનિન્દ્રાનાશક પણ છે. ખજૂર માં રહેલા પૌષ્ટિક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનશક્તિ સુધારે છે તેમજ ચામડી માટે પણ ખૂબ ઉતમ ગણવામાં આવે છે.

દરરોજ ૩ થી ૪ નંગ ખજૂર ગરમ દૂધમાં મિક્સ કરીને બાળકને પીવડાવવાથી બાળક તંદુરસ્ત બને છે, બાળકો માટે આ ઉતમ ઔષધિય દવા છે.

નિયમિત રીતે ૫ થી ૬ ખજૂરનું સેવન કરવાથી સ્ત્રીઓના હિસ્ટોરીયા રોગ માટેનું આ ઉતમ નિવારણ છે. આ પ્રયોગ ૩-૪ મહિના સુધી કરવો જોઈએ.

ઘૂંટણના દર્દમાં રાહત માટે પણ ખજૂરનું સેવન કરવામાં આવે છે. મેથીના ચૂર્ણમાં ૪-૫ ખજૂરને ઉકાળીને ભેળવી દેવું અને તેનું સેવન કરવાથી ઘૂંટણના દુખવામાં રાહત થાય છે.

પુરુષોએ થાક દૂર કરવા, શક્તિવર્ધક અને તન્દુરસ્તી માટે ૧૦૦ ગ્રામ ખજૂર અને ૨૫૦ મી.લી. દૂધ સાથે લેવું જોઈએ.

કબજિયાત માટે ખજૂર ઉતમ ઔષધિ માનવમાં આવે છે. થોડા ખજૂરને રાતે પાણીમાં પલાળી દેવા અને સવારે તેને સૂકવી લેવા.સુકાઈ ગયેલા ખજૂરને ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે. પલાળેલા ખજૂરનું પાણી પણ સવારે ભૂખ્યા પેટે પીવાથી પણ કબજિયાતમાં રાહત મળે છે.

જે મહિલા ગર્ભવતી હોય અને સાથે સાથે અનીમિયાની પણ તકલીફ હોય તો તેના આવનારા બાળક માટે પોટેશિયમ, કેલ્સિયમ, સોડિયમ અને કાર્બોહાયડ્રેટેસ જેવા તત્વોથી ભરપૂર એવા ખજૂર ખાવા ફાયદાકારક છે.

આ સિવાય ત્વચા અને દાંતની બીમારીઓ માટે પણ ખજૂર એક ઉતમ ઔષધિ સાબિત થઈ ચૂક્યું છે, નબળા દાંત માટે અને ત્વચાની ચમક માટે ખજૂરનું નિયમિત સેવન કરવું જોઈએ. ખજૂર નાના બાળક થી લઈને વૃધ્ધ સુધી દરેક વ્યક્તિ માટે એક ઉતમ ઔષધિ છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here