છોટાઉદેપુરમાં હવે કોઈ ભૂખ્યા નહીં સુવે, નાતજાતનો ભેદ ભાવ રાખયા વગર શરૂ કરી ફ્રી ટિફિન સેવા, આ પ્રકારના લોકોને ઘરેબેઠા મળશે ભોજન છોટાઉદેપુરમાં હવે કોઈ ભૂખ્યા નહીં સુવે.
ભુખ્યાને ભોજન આપવા માટેનું બીડુઉઠાવાયું છે. મોહદદીશે આઝમ મિશનની નિઃશુલ્ક ટિફિન સેવાશરૂ કરી છોટાઉદેપુર નગરમાં રાત્રે કોઈ ભૂખ્યું ન સુવે તેની ચિંતા મોહદદિશે આઝમ મિશન સંસ્થાએ કરી છે. કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરી ઉમદા માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે.
છોટાઉદેપુર નગરમાં સામાજિક સ્તરે અગ્રેસર કામ કરતી સંસ્થા મોહદદિશે આઝમ મિશન દ્વારા નિરાધાર લોકોને રાત્રે ભૂખ્યા ન સૂવું પડે તેની ચિંતા કરી અને અશરફી ટિફિન સેવા નામથી એક અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જે અંગેની માહિતી આપતા સંસ્થાના પ્રમુખ સઈદ સુફી જણાવેલ કે અમારી 10 ટિફિનથી શરૂઆત છે અને સંકલ્પ કોઈપણ વ્યક્તિ કે જે ખાવા પીવા માટે શારીરિક કે આર્થિક રીતે અસમર્થ હોય તેવા વ્યક્તિને ઘરબેઠા જઈ જમાડવાનું અમોએ નિર્ધાર કર્યો છે. જેમાં કોઈ પણ જાતના નાતજાતનો ભેદ ભાવ રાખયા વગર આ સેવા પુરી પાડવામાં આવશે.
નગરમાં શરૂ થયેલ આ માનવતાભર્યા અભિયાનને નગરજનોએ વધાવી લઇ અને આ સંસ્થા અવિરતપણે આગામી દિવસોમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નગરના કસ્બા ચાર રસ્તા ખાતે સદર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અનેક સામાજિક કાર્યકરો, આગેવાનો હાજર રહ્યા હતા અને સંસ્થાના સરાહનીય પગલાને આવકારી અને યથાશક્તિ મુજબ શ્રમદાન અને આર્થિક દાન કરી સંસ્થાની પ્રગતિ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે સદર અભિયાન હેઠળ આ લાભ મેળવનારાઓને ઘરે બેઠા ટીફીન પહોચતાં ખુશીના આંસુઓથી આખો છલકી જવા પામી હતી અને સાથે સાથે મદદે પહોંચેલી ટીમના સભ્યો પણ આ દ્રશ્ય જોઈ ભાવવિભોર બન્યા હતાં. નિઃસહાય લોકો માટે નિઃશુલ્ક ભરપેટ ભોજન ઘરે બેઠા પહોંચાડવાના કાર્યને શરૂ કરાતા માનવ સેવાએ પ્રભુસેવા ઉક્તિને સાચી રીતે મોહદીશે આઝમ મિશન સંસ્થાએ સાર્થક કરી છે.
આણંદઃ માત્ર બે રૂપિયામાં આપે છે સ્વાદિષ્ટ ભોજન, ઘરે પહોંચાડે છે ટીફીન
ભારતીય સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન આપવાનો અનેરો મહિમા છે. તેને સાર્થક કરતા આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્સ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી 400 જરૂરિયાતમંદ અને વૃદ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં ટોકન ચાર્જ લઇ જમવાવનું પહોચાડવાનું કામ કરે છે. આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્રસ્ટમાં દાન અને ભોજન માટે જરૂરી વસ્તુઓનું એડવાન્સ બુકિંગ છે. મુસ્લિમ બિરાદર દ્વારા છેલ્લા છ વર્ષથી વિનામૂલ્યે શાકભાજીનો પુરવઠો રસોડા સુધી પહોંચાડવામાં આવે છે.
એક ટાઈમના ટીફીનમાં બે ટાઈમનું ભોજન
બે રૂપિયાએ માત્ર ટોકન ચાર્જ છે. પરંતુ અહીંના એક ટાઇમના ટીફીનમાં બે ટાઇમનું પૂરતુ ભોજન કવોલિટી વાળુ આપવામાં આવે છે. વૃદ્ધોને ધ્યાનમાં રાખીને 365 દિવસ અલગ-અલગ મેનુ રાખવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ (લેમન કિંગ)એ જણાવ્યું હતું કે, અમે સૌ પ્રથમ સર્વે શરૂ કર્યો હતો. જેમાં 50 વ્યક્તિઓ જરૂરિયાતમંદ અને અશક્ત વૃદ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. તેના આધારે 51 ટીફીનથી શરૂઆત કરી હતી.
ત્રણ રીક્ષા ભાડે રાખી આપે છે ક્વોલિટી ફૂડ
તેમના સ્વજનની સો ફૂટના રોડ પર કામચલાઉના ધોરણે જગ્યા મળી હતી. ત્યાં બે રીક્ષાવાળાઓને પગાર પર બાંધીને ઘરે ટીફીન આપવાનું કામ શરૂ કર્યુ હતુ઼. ત્યારબાદ આ કામને વેગ મળ્યો હતો. અને કન્યાશાળા સ્કૂલમાં કાયમી ધોરણે રસોડુ શરૂ કર્યુ હતું. હાલ 8 જણાનો સ્ટાફ રસોડુ ચલાવે છે. અને 3 રીક્ષા ભાડે રાખી છે. કવોલિટીવાળુ ભોજન અપાય છે.
NRI ઓના સહયોગને લીધે સફળતા મળી
પ્રમુખે જણાવ્યું હતું કે, કોઇ પાસે દાન માંગતા ન હતા. પહેલા કહેતા કે આ ટીફીન સેવાની પ્રવૃતિ જોવા માટે આવો તેવો જોતા એનઆરઆઇ દાતા વસ્તુઓનું દાન આપતા હતા. જેમાં મરી-મસાલા, ઘઉં, ચોખા, લોટ સહિત વિવિધ ચીજવસ્તુઓ આપીને જતાં હતાં. ત્યારબાદ અમુક એનઆરઆઇઓએ રોકડ રકમ આપવાની શરૂઆત કરી હતી. અમારો આજે પણ નિયમ છે જેને ઇચ્છા હોય તે પહેલા અમારી પ્રવૃતિ જોવે સ્વેચ્છાએ જે આપે તે લેવાનું.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.