2 રૂપિયામાં ભરપેટ ખીચડી – કઢીનો સફળ કોન્સેપ્ટ લાવ્યા આ ગુજરાતી, જાણો વધુ

આજકાલ મોંઘવારીમાં દરેક વસ્તુઓના ભાવ વધતા જઈ રહ્યા છે. પહેલા તો લોકો મોંઘવારી પર બુમો પાડતા પણ હવે તો આદત પડી ગઈ છે મોંઘવારીમાં રહેવાની.

ગુજરાતના નગરો મહાનગરોમાં લાખો કરોડો લોકો પોતાના ઘરેથી દુર નોકરી ધંધે જતાં હોય છે. તેમાંથી અનેક લોકો રોજ ટીફીન બંધાવીને કે બહાર અલગ અલગ પ્રકારના નાસ્તા કરીને દિવસ કાઢતા હોય છે.

બજારમાં મળતા સમોસા, સેન્ડવીચ, દાબેલી, કચોરી જેવું ફૂડ મોટાભાગે હાઈજેનીક હોતું નથી, ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધારે ભેળસેળ થતી હોય છે અહિયાંના ભ્રષ્ટ તંત્ર અને ઉત્સવો ને સ્વપ્રચારમાં વ્યસ્ત સરકારના કારણે.

ત્યારે લોકોને હાઈજેનીક અને હેલ્થી ફૂડ મળવું ઘણું અઘરું થઇ જતું હોય છે. એકતરફ વધારે રૂપિયા આપીને બહાર લારી કે રેસ્ટોરંટમાં જમવું અને બીજીતરફ તેનાથી સ્વાસ્થ્યને વિપરીત અસર થાય તો દવાનો ખર્ચો અને તકલીફ અલગથી.

ત્યારે ગુજરાતના એક સેવાભાવી વ્યક્તિ અને કોંગ્રેસના નેતા રાજુભાઈ જોશી દ્વારા લોકોને લાભ મળે તે માટે અનોખો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો.

રાજુભાઈ જણાવે છે કે તેઓ અમદાવાદની એક મોંઘી રેસ્ટોરંટમાં જમવા ગયા ત્યાં તેમણે ૩૫૦ રૂપિયાની એક ડીશ ખીચડી મળતી દેખી. ત્યારબાદ તેમણે એક ગણતરી કરી કે હકીકતમાં એક ડીશ ખીચડી કેટલા રૂપિયામાં મળે.

ત્યારે આગળ તેઓ જણાવે છે કે, ”એક સામાન્ય ગણતરી મુજબ ૨૦૦૦ રૂપિયામાં લગભગ 1000 માણસનું ફૂડ થઈ જાય છે. જેમકે 40 કિલો રો મટિરીયલ 30 કિલો ચોખાના 24 રૂપિયે કિલો એટલે કે 720 રૂપિયા થાય.

10 કિલો દાળની રકમ 65 રૂપિયે કિલો હોય એટલે કે 650 રૂપિયા થાય, પ્લસ કઢી બનાવવા માટે 400 રૂપિયાની છાસ ઇનફ થઈ રહે છે. 280 રૂપિયા જેવો લગભગ મસાલાના ખર્ચ માટે આપણી પાસે ફંડ છે 2000 રૂપિયા. 100-200 રૂપિયા ઓછા વત્તા થઈ શકે.

આ સિવાય બીજો પણ કેટલોક ખર્ચ થતો હોય છે. આપણે આ 2100 રૂપિયા એટલા માટે લઈએ છીએ કે રસોઈ પીરસવાવાળો સ્ટાફ, રસોઈ બનાવવાવાળો સ્ટાફ વગેરેના ખર્ચાને પહોંચી શકાય.

આપના કુટુંબમાં કોઈકનો જન્મદિવસ હોય, કોઈ સ્વજનની પુણ્યતિથિ હોય, લગ્નની એનિવર્સરી હોય કે એવા કોઈ અન્ય પ્રસંગ હોય તો 2100 રૂપિયા આપી એ પ્રસંગને યાદગાર બનાવો.

આ મૂવમેન્ટ હેઠળ પર ડે 1000 માણસો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરીને માણસોને ખીચડી-કઢી માત્ર 2 રૂપિયામાં જમાડવામાં આવે છે.

કોઈને પોતાના ઘરેથી સર્વિસ કરવી છે તો 10 કિલો ખીચડી બનાવીને ફરીને વહેંચે કે એવા લોકો સુધી પહોંચાડે. સમાજમાં આવી પહેલ થાય તે પણ જરૂરી છે.

અમારા અન્નપૂર્ણા રથ પર આપના સ્વજનનો ફોટો લગાડવામાં આવશે શહેર ના કોઈ પણ વ્યક્તિને હેલ્પફુલ થવાની ભાવના સાથે આજથી 2.5 વર્ષ પહેલાં કેસર અન્નપૂર્ણા રથની શરૂઆત કરી હતી. આજે સમાજના અનેક આગેવાનો આ મૂવમેન્ટમાં જોડાઈ રહ્યા છે અને સહયોગ આપી રહ્યા છે.

ખીચડી-કઢીની 2 રૂપિયા કિંમત એટલા માટે રાખેલ છે કે તે સ્વીકારનારનું સ્વમાન જળવાય. તેને એમ લાગે કે આ ભોજન તે પોતાના રૂપિયાથી જ કરી રહ્યો છે, તેનું પોતાનું છે અને તે સન્માનભેર તે જમે.

આજે હજારો બાળકોમાં બાળપણથી જ અનાજના એક એક દાણા નું મૂલ્ય સમજાય અને તેનો સદુપયોગ કરતા શીખે તે હેતુથી અમે એક નવો કોન્સેપ્ટ અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. બાળકો એક મુઠ્ઠી ચાવલ દાનમાં આપે. તો તેને પણ પોતાના આ ગૌરવની લાગણી થશે.

આ કોઈ સેવા નથી પણ સમાજના જરૂરિયાતવાળા લોકોની જરૂરિયાત પૂરી કરવી આપણી સામાજિક જવાબદારી છે. તો ચાલો, આપણે સાથે મળીને આપણી આ સામાજિક જવાબદારીને નિભાવીએ. આપણા થોડાઘણા યોગદાનથી કોઈક વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવીએ.

We Gujjus રાજુભાઈ જોશીના આ ઉમદા કોન્સેપ્ટની પ્રશંસા કરે છે. હકીકતમાં સમાજનો કોઇપણ છેવાડાનો માનવી ભૂખ્યો ના રહી જાય તે જોવાની જવાબદારી અબજો રૂપિયાનો ટેક્સ લેતી અને વાઈબ્રન્ટ જેવા તમાશામાં 13 હજારની એક ડીશ જમતી સરકારના પ્રતિનિધિઓની છે.

હાલમાં પાલનપુર, ડીસા, મહેસાણામાં આ અન્નપુર્ણા રથ ફરી રહ્યો છે, તો આવનારા થોડાક દિવસોમાં સૌરાષ્ટ્રમાં હળવદ સહીત ગુજરાતના 11 જેટલા શહેરોમાં આ રથ ફરતો થઇ જશે.

ગુજરાતમાં ભાજપ સરકારે ચૂંટણીટાણે અન્નપુર્ણા નામે યોજના હેઠળ સ્ટોલ ચાલું કર્યા હતાં જો કે આજે તેની શું પરિસ્થિતિ છે તેની કોઈને ખબર નથી, તે યોજના લોકોમાં ચર્ચા જગાવી નથી શકી કે નથી સામાન્ય લોકોને કોઈ મોટો લાભ મળ્યો હોય તે જોવા મળ્યું હોય.

વિકાસની વાતો વચ્ચે આજેપણ ગુજરાતના કરોડો લોકો ગરીબીથી પીડાઈ રહ્યા છે, તો મધ્યમવર્ગ પણ આ મોંઘવારીમાં પીડાઈ રહ્યો છે.

ત્યારે જેમને કામ કરવા લોકોએ સત્તા આપી છે તે ભાજપવાળાઓ અને નરેન્દ્ર મોદી જે કોંગ્રેસને ભાંડવામાંથી ઊંચા નથી આવતા તે વિપક્ષમાં રહેલી કોંગ્રેસના જ એક મોટા નેતા વ્યક્તિગત રીતે બીડું ઝડપીને આવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે.

હકીકતમાં આવું કાર્ય કરવું હોય તો સત્તાધીન ભાજપમાં તો રૂપિયાવાળા નેતાઓની કોઈ કમી નથી, તેઓ પણ કરી શકે છે પણ તેના માટેની માનસિકતા અને દાનત પણ કોઈ ખાનદાની વ્યક્તિ જ બતાવી શકે અને તેવું આ નેતાએ કરી બતાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here