ફ્લિપકાર્ટે બે મિત્રોને બનાવી દીધા કરોડપતિ, ટીશર્ટ વેચી કરી 20 કરોડની કમાણી

20 વર્ષની ઉંમરમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઇન સાઇટ્સ પર ટી-શર્ટ વેચી 20 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) ના પ્રવીણ અને સિંધૂજાએ આ સફળતા હાસિલ કરી છે. 3 વર્ષ પહેલા બંન્ને મિત્રોએ યંગ ટ્રેંડ નામથી પોતાની ટી-શર્ટ બ્રાંડ શરૂ કરી અને તેની કિંમત 250-600 રૂપિયાની વચ્ચે રાખી. તેનો ફાયદો તેમને પ્રાઇસના પ્રતિ જાગૃત કસ્ટમરને ટારગેટ કરવામાં ફાયદો મળશે. બિઝનેસની સફળતાને જોતા હવે બંન્ને મિત્રો ઓફલાઇન રિટેલ બિઝનેસમાં પણ હાથ અજમાવી રહ્યા છે. તે ટૂંક સમયમાં જ પોતાનો સ્ટોર ઓપન કરી રહ્યા છે.

સ્ટડી સમયે બિઝનેસ કરવાનો આવ્યો આઇડિયા

યંગ ટ્રેંડ્ઝના કો-ફાઉન્ડર પ્રવીણ કે.આર. બિહાર અને સિંધૂજા કે. હૈદરાબાદથી છે. જ્યારે તેમને આ બિઝનેસ કરવાનો આઇડિયા આવ્યો ત્યારે તે બંન્ને સ્ટૂડેંટ હતા. NIFTમાં સ્ટડી ચાલી રહી હતી અને સાંતમાં સેમેસ્ટર દરમિયાન તે બંન્નેને બિઝનેસ શરૂ કરવાનો આઇડિયા આવ્યો. જેથી તેમણે ઓનલાઇન બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું, કારણ કે તે સમયે (2015) ઇ-કોમર્સનું માર્કેટ ખુબ જ સફળતા પૂર્વક ચાલતું હતું.

10 લાખથી શરૂ કર્યો બિઝનેસ

બંન્નેએ સપ્ટેમ્બર 2015માં 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેંટ કરી બિઝનેસની શરૂઆત કરી. તેઓએ માત્ર 2 મહિનામાં ઓનલાઇન માર્કેટ ફ્લિપકાર્ટ, એમેઝોન, વૂનિક અને પેટીએમ પર પોતાના પોડક્ટ વેચવાની શરૂ કરી દીધી. પછી બંન્નેએ પોતાની જ એક ઇ-કોમર્સ વેબસાઇટ બનાવી. તેમની યંગ ટ્રેંડઝ બ્રાન્ડ 25000 ટી-શર્ટ ફ્લિપકાર્ટ પર વર્ષ 2017માં ફેસ્ટિવલ સેલ સમયે વેચી ચુક્યા છે.

કોલેજ ફેસ્ટમાં વેચી ટી-શર્ટ

જ્યારે તેમનું સેમેસ્ટર સમાપ્ત થવા પર હતું ત્યારે તેઓએ કોલેજ ફેસ્ટ અને ઇન્વેસ્ટમાં પોતાની બ્રાન્ડ યંગ ટ્રેંડ્ઝની ટી-શર્ટ વેચવા લાગ્યા. તેમને શરૂઆતના સમયમાં એક દિવસમાં અંદાજિત 10 ટી-શર્ટના ઓર્ડર મળતા હતા. અને સેમેસ્ટર સમાપ્ત થવા પર તે આઇઆઇટી અને આઇઆઇએમ જોડીને 100થી વધારે કોલેજમાં ડેલી ટી-શર્ટ વેચી રહ્યા હતા.

20 કરોડ સુધી પહોચી થયો છે બિઝનેસ

હાલમાં તેમની સ્ટાર્ટઅપને ડેલીના 1000 ટી-શર્ટનો ઓર્ડર આવે છે. તેમનો ગ્રોસ મર્ચેડાઇઝ વેલ્યુ વગર કોઇ વેંચર કેપિટલે 20 કરોડ રૂપિયા સુધી પહોચી ગયો છે. તેમના પ્રોડ્ક્ટની કિંમત 250 રૂપિયાથી લઇને 600 રૂપિયા સુધીની છે. બંન્નેની ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર 3500 થી વધારે પ્રોડક્ટ છે. હાલમાં તેમનું ટર્નઓવર 20 કરોડ રૂપિયા છે. ઓનલાઇન સફળતાને જોતા હવે બંન્ને ઓફલાઇન પણ બિઝનેસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.

પસાર કરી તિરપુર સુધીની યાત્રા

પ્રવીણ કે.આર અને સિંધૂજાની હવે પહેલી પ્રાથમિકતા પ્રોડક્ટ ડેવલોપમેંટ ચેનલ બનાવવાની હતી. તે તિરપુરમાં જ શક્ય હતું કારણ કે, અહીં નિટવેર અને મેન્યુફેક્ચરિંગનું મોટું કેન્દ્ર છે. તે બંન્નેનો તિરપુરને લઇને વિશ્વાસ હતો કે તેઓ બેસ્ટ પ્રોડક્ટ તિરપુરમાંથી જ ખરીદી શકશે, કારણ કે તેઓને ત્યાંની મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી જાણ કોલેજના દિવસોથી હતી.

તામિલ ભાષા ના કારણે થતી હતી શરૂઆતી સમસ્યા

તેમના માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે, તે બંન્નેને તામિલ ભાષા આવડતી નહોતી, જેના કારણે શરૂઆતમાં તેમને ઘણી તકલીફ પડતી હતી. તિરપુરમાં ગારમેંટ ઇન્ડસ્ટ્રીની બેસ્ટ પ્રોડક્ટ અને લોકો હતા. તેમને ઓનલાઇન વેબ ઓપરેશન માતે આઇટી પ્રોફેશનલ કોએમબટૂરથી મળી ગયા. લોજિસ્ટિક તેમના માટે ક્યારેય મુશ્કેલ નથી બન્યું કારણ કે, ઇ-કોમર્સ કંપનીઓના કૂરિયર પાર્ટનર પ્રોડક્ટ લઇને જતા હતા.

કોલેજ સ્ટૂડેન્ટ હતા ટારગેટ

તેમનો ટારગેટ 18થી 28 વર્ષના યંગસ્ટર હતા કારણ કે, તેમને ટ્રેંડિંગ ડિઝાઇન વધારે પસંદ હોય છે. તે બંન્ને સોશિયલ મીડિયામાં ટ્રેડિંગ ટોપિકને મોનિટર કરે છે જેથી તેવા ગ્રાફિક્સ બની શકે. તે બંન્નેનું માનવું છે કે કોમ્પિંટિશન ખૂબ જ ટફ છે.

5 રાજ્યોમાં છે વેરહાઉસ

યંગ ટ્રેંડ્ઝની 30 લોકોની ટીમ છે. તેમનો વેરહાઉસ તેલંગાના, કર્નાટક, હરિયાણા, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં છે. ટૂંક સમયમાં જ તેઓ પશ્ચિમ બંગાળમાં પણ પોતાનું વેરહાઉસ ઓપન કરવા જઇ રહ્યા છે. તેમનો હેતુ આ વેરહાઉસ દ્વારા દેશભરના કસ્ટમરને ટારગેટ કરવાનો છે. હવે તેમની પાસે ત્રણ ડિઝાઇનર છે અને તે ફોટોશૂટ અને કેમ્પેન આઉટસોર્સ કરે છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here