ખેડૂત નેતા – એક એવો નેતા જે પૈસાથી નથી મોટો પરંતુ લોકોના દિલમાં છે મોટો

નેતા સૌને ગમે કે ના ગમે, પણ જે ખેડૂતો ની સાચા અર્થ માં મદદ કરે એવા નેતા ખુબજ ઓછા છે અને ગુજરાત માં તો ખુબજ ઓછા.. ત્યારે જે આંગળી ના વેઢે ગણાય એવા નેતાઓમાંથી આપણે એક નેતાની વાત કરીએ.

ના નેતા નહીં પણ ખેડૂત રક્ષક ની વાત કરીએ

એક એવો નેતા જે પૈસાથી નથી મોટો પરંતુ લોકોના દિલમાં છે મોટો.

દેવભૂમિ દ્વારકા: જનતાના નેતા કેવા હોવા જોઇએ તેમની કામગીરી કેવી હોવી જોઇએ આવા જ એક જનતા ના નેતા એવા દ્વારકા અને જામનગર સહીત ગુજરાતભરમા લોકનેતાની છાપ ધરાવતા દ્વારકાના ખમ્ભાળીયા તાલુકાના નાના એવા હંજડાપર ગામના પાલભાઇ આંબલિયા.

દ્વારકા જીલ્લાના હંજડાપર ગામના પાલભાઇ આંબલિયા સામાન્ય મધ્યમવર્ગી પરિવારમાંથી આવે છે તેમના પિતાશ્રી રામભાઇ લખુભાઈ આંબલિયા ખેડુત હતા અને પાલભાઈ આંબલિયા પોતે પણ ખેતીના વ્યવસાય દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પાલભાઇ આંબલિયાના પરિવારમાં પોતે, એમના માં સંતોકબેન, પત્ની રિકતાબેન, બે દીકરીઓ આર્યા (4 વર્ષ) અને આર્ષી (2 મહિના) મોટાભાઈ રાજશીભાઈ, ભાભી જીવીબેન ભત્રીજો વિજય, બન્ને ભત્રીજી કુંવર અને જલ્પા છે મોટાભાઈ પણ ખેતીનો જ વ્યવસાય કરે છે અને ખેતીની આવકમાંથી જ પરિવારનું ગુજરાન ચલાવે છે.

જામનગર લોકસભામાં આહીર સમાજ બહુમતી ધરાવતો સમાજ છે લોકસભામાં અંદાજે 2.5 થી 3 લાખ જેટલા મતદારો આહીર સમાજના છે અગાઉ આહીર સમાજમાંથી ભીખુભાઇ વારોતરિયા 2 વખત કોંગ્રેસપક્ષ તરફથી સંસદ લડી ચુક્યા છે. 2004, 2009 માં કોંગ્રેસ પક્ષમાંથી આહીર સમાજમાંથી જ વિક્રમભાઈ માડમને ટીકીટ આપી હતી અને તેઓ બન્ને વખત જીત્યા હતા  2014 માં ભાજપ દ્વારા પૂનમબેન માડમ અને કૉંગ્રેસમાંથી વિક્રમભાઈ માડમ ને ટીકીટ આપવામાં આવી હતી જે બન્ને ઉમેદવારો આહીર સમાજના જ હતા આમ જામનગર સંસદીય મતવિસ્તારમાં આહીર સમાજનું પ્રભુત્વ રહ્યું છે.

સામાજિક-રાજકીય બેકગ્રાઉન્ડ

પાલભાઈ આંબલિયા સામાન્ય મધ્યમવર્ગી ખેડુત પરિવારમાંથી આવે છે પરિવારમાં કોઇ રાજકારણ સાથે અગાઉ જોડાયેલ હતા નહિ પાલભાઈ આંબલિયા એ વિદ્યાર્થીકાળથી કોંગ્રેસપક્ષની વિદ્યાર્થી પાંખ NSUI થી રાજકીય શરૂઆત કરી વિદ્યાર્થીકાળમાં પાલભાઇ આંબલિયા એ ઘણા બધા આંદોલન કર્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારની લાયકાત વગર ભરતીના મામલાને લઈને મોટું આંદોલન કરી હાઇકોર્ટમાં જઈ રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરાવવાની સફળ લડત વિદ્યાર્થીકાળમાં પાલભાઇ આંબલિયાએ કરી હતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફી વધારો, બી. એડ. ના એક સાથે હજારો વિદ્યાર્થીઓને ખોટી રીતે નાપાસ કરવામાં આવેલા ત્યારે સૌરાષ્ટ્રભરના હજારો વિદ્યાર્થીઓને એકત્રિત કરી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરી બધા જ પેપર ફરીથી રી ચેક કરવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરજ પાલભાઈ આંબલિયા એ પડાવી હતી.

વિદ્યાર્થીકાળમાં સફળ આંદોલનથી પ્રભાવિત થઈ રાહુલગાંધી દ્વારા તેમને રાષ્ટ્રિયકક્ષાએ કામ કરવાની જવાબદારી આપી. રાષ્ટ્રીય NSUI પાલભાઈ આંબલિયા એ 10 વર્ષ સુધી અલગ અલગ 27 રાજ્યોમાં પ્રભારી તરીકે કામગીરી કરી  2014માં ગુજરાતમાં પરત ફર્યા.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મંત્રી તરીકે પરત આવ્યા બાદ તેમણે 2 વર્ષ સુધી સૌરાષ્ટ્ર અને ખાસ કરી જામનગર દ્વારકા જિલ્લાના ખેડુતોની પરિસ્થિતિ નો ઊંડો અભ્યાસ કર્યા બાદ ખેડુત હીત રક્ષક સમિતિની રચના કરી ખેડુતોના મુદ્દે લડતના મંડાણ કર્યા હતા ખેડુતોના અનેક મુદ્દાઓમાં સફળ આંદોલન ના કારણે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન તરીકે તાજેતરમાં જ વરણી કરવામાં આવી છે બસ આ વર્ષોની મેહનત અને લડતોએ તેમને એક ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા. તેઓ સ્વખર્ચે અને જેમ બને તેમ ઓછા ખર્ચે આંદોલનો કરતા આવ્યા છે. તેઓ સરકાર, સત્તા અને અધિકારીઓ સામે હંમેશા લડતા રહ્યા છે.

એ વ્યક્તિ ક્યા ક્યા મુદ્દાઓમાં લડે છે..?

પાકવિમો

પાલભાઇ આંબલિયા ખાસ ખેડૂતનેતા તરીકે ઉભરી આવ્યા છે ખેડુતોના અનેક મુદ્દે સફળ લડત કરી છે પાકવીમાની પોલમ્પોલને ગુજરાતમાં સૌ પહેલા પાલભાઈ આંબલિયા એ ઉજાગર કરી હતી 2015-16 માં પ્રધાનમંત્રી પાકવીમાં યોજનામાં બધી જ કામગીરી કાગળ પર થઈ છે તેવું માહિતી અધિકાર દ્વારા માહિતી એકત્ર કરી સાબિત કરી આપ્યું હતું કે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના માત્ર કાગળ પર જ થઈ છે જેના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.

આ જ યોજનામાં વીમા પ્રીમિયમનો દર 58.70% જેટલો ઊંચો છે તે સૌ પહેલા મીડિયાના માધ્યમથી દુનિયા સામે રાખનાર પહેલી વ્યક્તિ પાલભાઇ આંબલિયા હતા  પ્રધાનમંત્રી પાકવીમાં યોજના મુજબ ખેડૂતોને લાભ અપાવવા સતત ખેડૂતોને જાગૃત કરવામાં પાલભાઈ આંબલિયાનો મોટો ફાળો છે.

વર્ષ 2015 – 16 માં જામનગર સંસદીય વિસ્તારમાં 500 કરોડ જેટલો પાકવિમો પાલભાઈ આંબલિયા ની કાયદાકીય લાદતનું જ પરિણામ હતું. અને વર્તમાન વર્ષમાં જામનગર સંસદીય મત વિસ્તારમાં અંદાજે 700 થી 800 કરોડ ઓછામાં ઓછો પાકવિમો આવશે એવો વિશ્વાસ પાલભાઇ આંબલિયા વ્યક્ત કરી રહ્યા છે.

જમીન માપણી

વર્ષ 2010-11 થી સરકાર દ્વારા કરવામાં આવતી જમીન માપણી સામે ગુજરાતમાંથી સૌ પહેલાં કોઈએ અવાજ ઉઠાવ્યો હોય તો એ પાલભાઇ આંબલિયા છે માત્ર અવાજ ઉઠાવ્યો એટલું જ નહીં ત્યારથી લઇ ને આજની તારીખમાં પણ જમીન માપણીના મુદ્દે સરકાર સામે સતત લડે છે 22 વર્ષના ભાજપના શાસનકાળમાં સરકારે જમીન માપણીના મુદ્દે પીછેહઠ કરવી પડી હોય એવી પેલી ઘટના છે.

પાલભાઇ આંબલિયા અને તેમના સહયોગી ગિરધરભાઈ વાઘેલાની સતત અને સખત લડતના કારણે સરકારે નાયબ મુખ્યમંત્રી સહિત અન્ય 3 કેબિનેટ મંત્રી વાળી સમિતિ બનાવવી પડી અને ગુજરાતના 6000 ગામડાઓમાં જમીન માપણીની કામગીરી રોકી દેવાની ફરજ પડી એટલું જ નહીં સરકારને 2 ગામોના સેમ્પલ ટેસ્ટ લેવાની ફરજ પડી, ફ્રી માં વાંધા અરજી કરવાની મુદ્દત જ્યાં 20016 માં પુરી થતી હતી.

તેની સામે લડી અલગ અલગ ત્રણ વખત મુદ્દત વધારવાની સરકારને ફરજ પડાવી છે અને પાલભાઈ આંબલિયાનો દાવો છે કે જ્યાં સુધી 12220 ગામોનો પ્રશ્ન છે તે સંપૂર્ણપણે જમીન માપણી રદ્દ કરી ફરીથી કરવાની સરકાર જાહેરાત ન કરે ત્યાં સુધી સતત લડત રહેશું તેવુ પાલભાઇ જણાવે છે.

અછતગ્રસ્ત

વર્ષ 2015-16 માં દ્વારકા અને જામનગર જિલ્લાની પરિસ્થિતિ દુષ્કાળગ્રસ્ત જેવી હતી ત્યારે ખેડુત હીત રક્ષક સમિતિના બેનર હેઠળ બન્ને જીલાને અછતગ્રસ્ત જાહેર કરવાની લડત પાલભાઇ આંબલિયા એ કરી હતી સતત 4 મહિના લડત કરી છેલ્લે દ્વારિકા ખાતે 5000 ખેડૂતોને સાથે રાખી ભગવાન દ્વારકાધીસને આવેદનપત્ર આપ્યું હતું જેના પરિણામે રાજ્ય સરકારે જામનગર અને દ્વારકા જિલનાઓના કેટલાયે ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા એટલું જ નહીં દ્વારકા જિલ્લામાં 293 કરોડનો પાકવિમો આપવો પડ્યો હતો.

વર્તમાન વર્ષમાં સરકારે પહેલા અછતગ્રસ્ત જાહેર કરેલા 16 તાલુકાઓમાં દ્વારકા જામનગર જિલ્લાના એકપણ તાલુકાઓનો સમાવેશ ન થતા સરકારે અછતગ્રસ્ત જાહેર કરવા માટે નક્કી કરેલી 125 મિલિમિટર વરસાદના આંકડાને સામે ધરી કલ્યાણપુર, દ્વારકા, ધ્રોલ, જોડિયા, લાલપુર તાલુકોમાં જ્યાં 125 મિલિમિટર કરતા ઓછો વરસાદ સરકારી ચોપડે નોંધાયો હોય તે સરકાર સામે રજુ કરી જામનગર સંસદીય મત વિસ્તારના આ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર ન કરી અન્યાય થયો છે.

તે વાત ખેડૂતોને સાથે રાખી લડત ચલાવી અને સરકારે મજબૂરન કલ્યાણપુર, દ્વારકા, ધ્રોલ, જોડિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા પડ્યા અને લાલપુર ભાણવડ તાલુકાઓને સ્પેશિયલ પેકેજ આપવું પડ્યું એ માત્ર પાલભાઇ આંબલિયા અને ખેડુત હીત રક્ષક સમિતિની લડતનું જ પરિણામ હતું.

રાજ્યભરમાં જેમ વીજળી કંપનીઓ કાગળ પર જ તાર ચપલા બદલી નાખે છે તેમ જામનગર સંસદીય વિસ્તારમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) પણ કરતી આવી છે ખેડુત હીત રક્ષક સમિતિના બેનર હેઠળ પાલભાઇ આંબલિયા એ પીજીવીસીએલ સામે લડત ચલાવી વર્ષ 2016-17, 2017-18 માં જ લગભગ 5 હજાર કિલોમીટર ના વાયર બદલાવવા પડ્યા, ત્યાં નવા ચપલાઓ નાખવા પડયા, 900 જેટલા સ્થળોએ જ્યાં એક બીજા વાયર પસાર થતા હોય ત્યાં ક્રોસિંગમાં કેબલ વાયર નાખવાની ફરજ પડી પાલભાઈ આંબલિયાની પીજીવીસીએલ સામેની લડતના કારણે જ વર્ષ 2016-17 માં એક સાથે 10 અને ત્યારબાદ બીજા 5 એમ કુલ નવા પંદર 66kv સબ સ્ટેશન ઉભા કરવાની પીજીવીસીએલ ને ફરજ પડી.

ટેકાના ભાવ માટે લડત

જામનગર સંસદીય વિસ્તારમાં મગફળીનું મોટા પાયે ઉત્પાદન થાય છે અને સરકાર દ્વારા કરવામાં આવતી માગફળીની ટેકાના ભાવે ખરીદી સમયે ચાલતા ભ્રષ્ટાચાર સામે સતત લડત, મગફળીની ખરીદી બાબતે 72 કલાકના ઉપવાસ આંદોલન હોય કે ટ્રેક્ટરો ભરીને કલેકટર કચેરીમાં ઠાલવવાની વાત હોય, નિયમોનુસાર ખરીદીમાં સરકારની ડાન્ડાઈ સામે લડવાનું હોય કે બરદાન દીઠ 500 ગ્રામ વધારે લેવાતી મગફળી બંધ કરાવવાનું હોય પાલભાઇ આંબલિયા એ જેટલા દિવસ ખરીદી ચાલે એટલા દિવસ સતત કોઈ એક ટેકાના કેન્દ્રની મુલાકાત લેવી એ પાલભાઇ આંબલિયાની રોજિંદી ઘટના બની રહે છે

નોટબંધી સમયે બેન્કોની જોહુકમી સામે લડત

કેન્દ્ર સરકારે જ્યારે નોટબંધી જાહેર કરી ત્યારે રોકડની બહુ મોટી ખોટ ઉભી થઇ હતી બેન્કોમાં લાંબી લાંબી લાઈનો વચ્ચે સામાન્ય નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા બેન્કો આર બી આઈ ના નિયમો નેવે મૂકી પોતાની મનમાની કરી રહ્યા હતા ગ્રામ વિસ્તારની બેન્કોમાં મોટાપાયે ગોલમાલ થઈ રહી હતી ત્યારે બેન્કો સામે આરબીઆઇ ના નિયમો બતાવી નિયમોનુસાર લોકોને મળવાપાત્ર રકમ તાત્કાલિક મળે અને લોકોની હાડમારી ઓછી થાય એ માટે સતત એક દિવસમાં દસ દસ બેન્કોની મુલાકાત લઈ જરૂર પડ્યે તેની સામે મોરચો માંડી લોકોને તાત્કાલિક રોકડ મળે તેવી વ્યવસ્થા પાલભાઈ આંબલિયા ની લડતનું જ પરિણામ હતું.

બેંકો સામે લડત

અત્યારે રાજ્યના મંત્રી શ્રી જયેશ રાદડિયા અને ધારાસભ્ય શ્રી લલિત વસોયાના મતવિસ્તાર જેતપુર અને તેની આસપાસના વિસ્તારના કેટલાયે ખેડૂતોનો મંજુર થયેલો પાકવિમો બેંકની ભૂલના કારણે ખેડૂતોને મળતો નથી આ ખેડૂતોને ન્યાય અપાવવા 2 વર્ષથી ધારાસભ્ય લલિત વસોયા અને ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડિયા બનતા બધા પ્રયત્નો કરે છે પણ ખેડૂતોને હજુ સુધી ન્યાય અપાવી શક્યા નથી આવો જ પેચીદો પ્રશ્ન દ્વારકા અને જામનગર જિલ્લાના ખેડૂતો સાથે વર્ષ 2015-16માં મંજુર થયેલા પાકવીમાં બાબતે થયો હતો.

અંદાજે 3300 ખેડુતોના 29 કરોડ રૂપિયા બેન્કોની ભૂલના કારણે ખેડૂતોને મળતા નહોતા ત્યારે પાલભાઇ આંબલિયા અને ખેડુત હીત રક્ષક સમિતિની ટીમે આ મુદ્દે લડતના મંડાણ કર્યા હતા ક્યાં કોની ભૂલ છે તે બાબતે લીગલ બધું જ સાહિત્ય એકઠા કર્યાબાદ બેંક સામે મોરચો માંડ્યો હતો 2000 ખેડૂતો સાથે ખંભાળિયા તાલુકાના ભાણવારી બેન્કનો ઘેરાવ કરી સવારથી બેંક સામે બેસી બપોરનું જમણવાર પણ બેન્કમાં અને રાતનું ભોજન પણ બેન્કમાં જ લીધું હતું.

જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી બેન્કમાંથી ઉભું ન થવાના નીર્ધાર, પોલીસ સામે કાયદાકીય જવાબ આવેલા મામલતદાર, પ્રાંત અધિકારીને પણ કાયદાકીય જવાબો આપી પરત જવું પડ્યું છેલ્લે બેન્કના સૌરાષ્ટ્ર રિજીઓનલ હેડને આવવા મજબૂર થવું પડ્યું, તેમણે રાત્રે 1 વાગ્યે લેખિતમાં ભૂલ સ્વીકારવી પડી અને એક મહિનામાં ખેડુતોના પાકવીમાના રૂપિયા આપવાની લેખિત બાંહેધરી આપવી પડી અને બધા જ ખેડૂતોને નક્કી કરેલી સમય મર્યાદામાં રૂપિયા પણ બેન્ક દ્વારા ચૂકવી દેવામાં આવ્યા.

આરોગ્ય બાબતે લડત

દ્વારકા જીલામાં ખંભાળિયા અને દ્વારકામાં સરકારી જનરલ હોસ્પિટલ આવેલી છે બન્ને જગ્યાએ સરકારે ખાલી નામ માત્રની ઇમારત બનાવી દીધી છે પણ ત્યાં દવા અને ડોકટરનો અભાવ છે તેની સામે પાલભાઇ આંબલિયા એ સતત લડત ચલાવી વિવિધ આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યા માત્ર ખેડૂતો જ નહીં નગર પાલિકાના ભ્રષ્ટાચાર, આર. ટી.ઓ સામે સતત લડત કરી છે વિન્ડફાર્મ કંપનીઓ સામે મોરચો માંડ્યો છે તો ખેડૂતો અને ગામડાઓ અને નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીનાં પ્રશ્ને આંદોલન કર્યા છે જામનગર સંસદીય વિસ્તાર સમુદ્ર કિનારા વાળો વિસ્તાર છે  આ વિસ્તારમાં માછીમારી કરતા લોકો બહુ મોટા પ્રમાણમાં રહે છે એ વિસ્તારમાં મહાકાય કંપનીઓના કારણે દરિયાકિનારાના વિસ્તારમાં સમુદ્ર માં કેમિકલ કચરાના કારણે જીવ સૃષ્ટિ પર બહુ મોટી અસર થઈ રહી છે તેની સામે માછીમાર વિસ્તારના ગામોમાં રૂબરૂ ફરી, જનસંપર્ક કરી લોક જાગૃતિ લાવી 35 થી 40 હજાર માછીમારોને એકત્રિત કરી આ કંપનીઓ સામે લડત કરી છે.

ક્યા મુદ્દાથી લોકચાહના મળી..?

પાલભાઈ આંબલિયા એ અનેક મુદ્દે સતત લડત કરી દરેક લડતનું પરિણામ ન આવે ત્યાં સુધી સતત લડતા રહેવાનું અને દરેક આંદોલનને એક અલગ એંગલથી, અલગ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની પદ્ધતિથી, દરેક આંદોલનની શરૂઆત કરતા પહેલા એનો પૂરો અભ્યાસ કરી સરકારના નબળા પાસાઓને લોકો અને જાહેર માધ્યમો સામે રાખવાની પદ્ધતિ અને દરેક અધિકારીની બોલતી બંધ કરવાની પદ્ધતિ ખેડૂતોને અને લોકોને ખૂબ જ પસંદ આવી એમાંય ખાસ કરીને અછતગ્રસ્ત અને પાકવીમાની લડતને કારણે પાલભાઇ આંબલિયાને ખૂબ જ લોકચાહના મળી વર્તમાન સમયમાં રાજકીય પક્ષો લોકો ભેગા કરવા માટે લોકોને આવવા જવાનું ભાડું, નાસ્તો, જમણવાર, અને રોકડા પણ આપે છે ત્યારે તેઓની સભામાં ભીડ ભેગી થાય છે જ્યારે પાલભાઈ આંબલિયા વોટ્સઅપ, ફેસબૂક જેવા સોશિયલ સાઇટ્સ પર મેસેજ અને છાપાઓમાં જાહેરાતથી હજારો લોકો એકત્રિત થાય છે એ જ પાલભાઈ આંબલિયાની લોક ચાહના કેવી છે એ સાબિતી આપે છે.

ક્યા મુદ્દામાં લડ્યા અને તેનું સફળ-વિફળ પરિણામ આવ્યું

પાલભાઇ આંબલિયા ઉપરોકત બધા જ મુદ્દે જેવાકે પાકવિમો, જમીન માપણી, અછતગ્રસ્ત, પીજીવીસીએલ, બેંકો સામે લડત, પૂરતા ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર સામે અને ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ અપાવવા સામે લડત, નોટબંધી સમયે બેન્કોની જો હુકમી સામે સતત લડત, માછીમારો માટેની લડત બધા જ મુદ્દે સફળ આંદોલન કર્યા છે.

જ્યારે દ્વારકા જીલ્લામા આરોગ્ય બાબતે હોસ્પિટલમાં ડોકટરના મુદ્દે કરેલા આંદોલન મા અર્ધ સફળ રહ્યા છે પાલભાઇ આંબલિયા જે મુદ્દો હાથમાં લે એનું પરિણામ ન આવે ત્યાં સુધી સતત લડે છે અને એના સફળ પરિણામો ના કારણે જ પાલભાઇ આંબલિયા ખેડુત નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે.

પાલભાઇ આંબલિયા વિદ્યાર્થીકાળથી કોંગ્રેસપક્ષ સાથે જોડાયેલા છે જામનગર સંસદીય મતવિસ્તાર માં અંદાજે 16 લાખ જેટલા મતદારો છે જેમાંથી 80% મતદારો ખેડુત સમુદાય સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે અને 10% મતદારો પરોક્ષ રીતે ખેડુત સમુદાય પર આધારિત છે અને પાલભાઈ આંબલિયા જિલ્લાના એક એક ખેડૂતના દિલમાં જગ્યા કરી લીધી છે પાલભાઈ આંબલિયા અત્યારે કોંગ્રેસપક્ષના સક્ષમ ઉમેદવાર ગણી જ શકાય તેમ છે.

પરંતુ બહુ જ ટૂંકા સમયમાં મેળવેલી મોટી લોક ચાહના કેટલાક ઉચ્ચ રાજકીય વ્યક્તિઓ પચાવી શકતા નથી જેના વિરોધ વચ્ચે પણ કોંગ્રેસપક્ષની પેનલમાં પાલભાઇ આંબલિયાનું નામ જાય એ વાતને કોઈ નકારી શકે નહીં પરંતુ આર્થિક પરિસ્થિ નબળી હોવી એ એક જ કારણ પાલભાઇ આંબલિયાને ટીકીટ મળવામાં બાધારૂપ થાય એમ છે  જો પાલભાઈ આંબલિયાને ટીકીટ આપવામાં આવે તો ખેડુત સમુદાયનો એક મત પાલભાઈ આંબલિયા સિવાય  બીજે જાય એવું લાગતું નથી એટલે ટીકીટ મળે તો પાલભાઇ જીતી જાય એવું યુવા અને ખેડુત મતદારો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.

કોંગ્રેસમા વધતુ કદ બીજા અન્ય નેતાઓને ખુચી રહ્યુ છે નાની ઉમર મા ડાયરેક્ટ વિધાનસભા કે લોકસભા ટીકીટ મળે તો તેમનો વિરોધ કોંગ્રેસના નેતા પણ છાને ખૂણે વિરોધ કરે એટલે પાલભાઇ માટે ઘરના વધારે વેરી હોઈ રાહ કઠિન કરનારા પોતાની પાર્ટીમા નેતા વધારે છે.

બાધાકીય બની રાજકીય સ્થિતિ

પાલભાઇ આંબલિયા કોંગ્રેસમાં હોવા છતાં ખેડૂત હીત રક્ષક સમિતિની રચના કરી, ખેડૂતો માટે ખરેખર જેને કંઈક કરવાની તમન્ના હતી તેવા યુવાનોને સાથે રાખી ખેડુતોના વિવિધ મુદ્દે સફળ લડત કરી બહુ ટૂંકા સમયમાં ખેડુત નેતા બની ગયા જે બાબત પીઢ રાજકારણીઓ પચાવી નથી શકતા.

હમણા ગયેલી ગુજરાત વિધાનસભા ની જામખમ્ભાળીયા 81-બેઠક પર તેઓ પ્રબળ દાવેદાર હતા પણ મોટા બધા રાજકીય નેતાઓએ ટીકીટ મળવા દીધી નહી હાલમા જીલ્લા કોંગ્રેસના અનેક મોટા નેતા પાલભાઇ લોકનેતાની છાપથી બળતરા મા છે  ખેડુતોના મુદ્દે કેટલાય આંદોલનમાં ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષના આવા નેતાઓએ બાધા નાખવાનો પ્રયત્ન જરૂર કર્યો, પોતાના અંગત ટેકેદારો મારફત કાર્યક્રમમાં સંખ્યા ઓછી થાય તેવા પ્રયત્નો કર્યા.

અધિકારીઓને મારફત લડતનું પરિણામ મોડું થાય તેવા પ્રયત્નો પણ થયા છે અને ટીકીટ બાબતે પણ એવું જ થાય છે કેમ કે રાજકીય પક્ષો લોકોના મંતવ્યોને મહત્વ આપવાને બદલે જિલ્લા તાલુકાના મહત્વના હોદ્દેદારોના મંતવ્યો પર વધારે મદાર રાખે છે અને આવા રાજકીય હોદેદારો રૃપિયાવાળા ઉમેદવારો પસંદ કરતાં હોય છે જેના કારણે લોકભોગ્ય ઉમેદવારનું નામ પેનલમાં જ સમાવેશ થતો નથી

આવા વ્યક્તિની લડતના કારણે ફેમિલી કેવી રીતે ભોગ બને છે

સતત આંદોલનના કારણે ફેમિલીમાં પૂરતો સમય આપી ન શકાય, ધંધા રોજગરમાં પણ સમય ન આપી શકાય, વ્યવસાયમાં ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય આર્થિક સંકળામણ સતત રહેતી હોય ને ઉપરથી અલગ અલગ આંદોલનના ખર્ચા પણ આવતા હોય ત્યારે આવી પરિસ્થિતિમાં જો પરિવારના સભ્યોનો સહયોગ ન હોય તો કોઈપણ વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે પરિવારના સભ્યો દરેક પરિસ્થિતિનો સામનો કરી સહયોગ આપે ત્યારે જ પાલભાઈ આંબલિયા જેવા આંદોલનકારી વ્યક્તિઓ સફળ લડત કરી શકે છે.

ક્યાં જન્મ થયો, કર્મભૂમિ શું છે, આંદોલનો કેમ કરે છે, લોકોના પ્રશ્નો કેમ ઉઠાવે છે..?

પાલભાઇ આંબલિયાનો જન્મ 26 જૂન 1978 ના રોજ ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે થયો હતો, બીકોમ, જર્નાલીસમનો અભ્યાસ કર્યો છે, સફળ વિદ્યાર્થી નેતા બાદ સફળ ખેડૂતનેતા નું બિરુદ મેળવનાર પાલભાઇ આંબલિયા પોતાના વિવિધ આંદોલનોને આપેલી વિવિધતા ના કારણે સફળ થયા છે.

પાલભાઇ આંબલિયા અત્યારે આ વિસ્તારમાં સફળ ખેડૂતનેતા હોવાના કારણે ખેડૂતો જ પોતાના પ્રશ્નોની રજૂઆત ચૂંટાયેલા લોક પ્રતિનિધિ સંસદસભ્ય, ધારાસભ્ય, જીલ્લા- તાલુકાના સભ્યો સમક્ષ કરવાની જગ્યાએ પાલભાઇ આંબલિયાને રજુઆત કરે છે જેના કારણે ખેડૂતોમાંથી મુદા મળી રહે છે

ખેડૂતો તરફથી મળેલા મુદ્દાઓનો પૂરતો અભ્યાસ કરી, સરકારની કાયદાકીય ખામીઓ શોધી તેના પર જ પ્રહાર કરવાની પાલભાઇ આંબલિયાની પદ્ધતિ, કોઇપણ ઉચ્ચ અધિકારીઓ સાથે જે તે મુદાને લગત કાયદાકીય રજુઆતમાં અધિકારીઓની બોલતી બંધ કરી દેવાવાળી પાલભાઈ આંબલિયાની રજૂઆતની પદ્ધતિએ તેમને સફળતા અપાવી અને સાથે સાથે લોક ચાહના અપાવી છે

ક્યારે આંદોલનની શરૂઆત..?

પાલભાઇ આંબલિયા એ વર્ષ 2015 માં ખેડુત હીત રક્ષક સમિતિના નેજા હેઠળ અછતગ્રસ્ત, પાકવિમાં, પીવાના અને સિંચાઈના પાણી માટેની લડતથી શરૂઆત કરી, 2016માં આર. ટી.ઓ. સામે, બેન્કો સામે પીજીવીસીએલ સામે લડત કરી, જમીન માપણીની લડત સતત લડતા રહ્યા છે.

અછતગ્રસ્ત અને પાકવિમાની લડત હોય કે ટેકાના ભાવે લડત હોય સતત લડતા રહ્યા છે 2017 તેમજ 2018 મા પણ મગફળી ખરીદ  સહીત હોસ્પિટલ મા સ્ટાફની ઘટ સહીત ના મુદ્દે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી તેઓ સતત ચર્ચામા રહ્યા છે 2015 થી સતત આવેદન અને આંદોલન કરતાં રહ્યા છે.

ન્યારી એસ્સાર તેમજ વિન્ડફાર્મ કમ્પની સહીત દીગ્ગજ કમ્પનીઓ સામે પણ તેઓ આંદોલન ખેડુતો માટે કરી ચુક્યા છે  સરકાર માટે માથાના દુખાવા સમાન તેઓ આંદોલન અને આવેદન આપી તંત્રને જગાડતા રહ્યા છે આવેદન અને આંદોલન સમયે અધિકારીઓ ને સટીક સવાલો પૂછી અધિકારીઓ ને પરસેવો લાવી દેનાર પાલ ભાઇનો દ્વારકા તેમજ ગુજરાત ભરમા પાલભાઇ આમ્બલીયા નો મોટો ચાહક વર્ગ છે ગુજરાત ભરમાથી ખેડુતો પોતાના પ્રશ્નો ફૉન પર સતત પાલભાઇ આમ્બલીયા ને કરતાં રહે છે અને પાલભાઇ આમ્બલીયા  તેમને માર્ગદર્શન આપતા રહે છે આ છે લોકનેતા ખેડૂત નેતા યુવા નેતા પાલભાઇ આમ્બલીયા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here