કોરોના કાળમાં રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે રોજ એક મુઠ્ઠી કરો આનું સેવન,ક્યારેય રોગપ્રતિકારક શક્તિ નહિ ઘટે,

અત્યારે આ કોરોના કાળમાં દરેક લોકોને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય છે. અને તેના માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. આજે અમે તમને એક એવી જ વસ્તુઓ વિશે જણાવવાના છીએ કે જે રોજ એક મુઠી ખાવાથી રોગપ્રતિકારક ખૂબ જ વધી જાય છે. અને બદામની તુલનામાં ખૂબ જ ઓછી કિંમતનો હોય છે. આને ગરીબોની બદામ પણ કહે છે.

ફણગાવેલા ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ વધી જાય છે. ચણા માં ખૂબ જ વધારે પ્રમાણમાં એસ્ટ્રોજન એન્ટીઓક્સીડેન્ટ જેવા ન્યુટ્રીશન જોવા મળે છે તે શરીરના હોર્મોન ને નિયંત્રિત કરે છે જે મહિલાઓના હોર્મોન્સમાં ગડબડ હોય તે લોકોને રોજ ચણા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ગરબા બંધારણના સમય મહિલાઓને ઉલટી થવા ની સમસ્યા રહેતી હોય છે ચણાનું સેવન કરવાથી ઉલટી થવાની શકયતા ખૂબ જ ઓછી થાય છે. અને તેમાં રાહત મળે છે.

શરીરમાં જોવા મળતી લોહીની અછત માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત એનીમિયાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણામાં લોહતત્વનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, એટલે શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે. અને હાડકાને મજબૂત બનાવે છે. ચણામાં દૂધ અને દહીં જેટલું કેલ્શિયમ પણ જોવા મળે છે. એટલે ચણાનું સેવન કરવાથી હાડકા પણ ખૂબ જ મજબૂત થાય છે.

ચણાનું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગર પણ નિયંત્રણ રહે છે. ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને ચણાનું સેવન કરવાની સલાહ આપે છે એટલા માટે રોજ એક મુઠી ચણા ખાવા જોઈએ. જો કમળાના લક્ષણો દેખાતા હોય તો ચણા ખૂબ જ ફાયદાકારક છે આ માટે ૧૦૦ ગ્રામ ચણાની દાળને પાંચથી છ કલાક પલાળી દાળનું સેવન કરવાથી કમળાની સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે.

ચહેરાના ગ્લોને વધારવા માટે પણ નિયમિત ચણાનું સેવન કરવું જોઈએ. તમે ઘરે ફેસ પેક બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. અથવા તો સવારના નાસ્તામાં પણ પલાળેલા ચણા ખાવાથી સુંદરતા ખૂબ જ વધે છે. ચણા ચાવી ચાવી ને ખાવાથી સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ બને છે. વૃદ્ધાવસ્થામાં ચણાનું સેવન કરવાથી શરીર બળવાન બને છે. જો તમારી ઇમ્યુનીટી સિસ્ટમ ખૂબ જ નબળી હોય તો ફણગાવેલા ચણા નું સેવન કરવું જોઈએ. ફણગાવેલા ચણા ઈમ્યુંનીટી સિસ્ટમને ખૂબ જ વધારે છે. અને સાથે-સાથે સીઝનલ બીમારી જેવી કે શરદી ફ્લૂ વાયરલ ઈન્ફેક્શન જેવા રોગોને પણ દૂર રાખે છે.

ચણા ખાવાથી વધુ પડતી ભૂખ ને પણ સંતોષ મળે છે. જો તમને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા હોય તો તમે ફણગાવેલા ચણા નું સેવન કરી શકો છો. ફણગાવેલા ચણા માંસપેશિયોને તાકતવર બનાવે છે. આ ખાવાથી કબજિયાત અને પેટના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે અને પેટ સારું સાબિત થાય છે.

ફણગાવેલા ચણા તાકાત અને એનર્જી આપે છે. ચણાની સાથે ગોળ ખાવાથી વારંવાર યુરિન જોવાની પ્રોબ્લેમ પણ સારી થઇ જાય છે. પાઈલ્સની પ્રોબ્લેમ માં પણ રાહત મળે છે. ફણગાવેલા ચણા ખાવાથી હાર્ટએટેક થી પણ બચી શકાય છે. અને સારી ઉંઘ આવવામાં પણ મદદ કરે છે. ફણગાવેલા ચણા મગજ ને તીક્ષ્ણ બનાવવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદ કરે છે અને ફેફસાં પણ મજબુત બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here