દરરોજ 170 બેસહારા માતા પિતાને ખાવાનું ખવડાવે છે આ બન્ને ભાઈ, મફત સારવાર પણ કરાવે છે – જાણો કારણ

આજે પણ દુનિયામાં ઘણા એવા માતા પિતા છે જેમને વૃદ્ધાવસ્થામાં સાથ આપવા વાળુ કોઈ નથી, અથવા તો બાળકો આપવા નથી માંગતા. આ વૃદ્ધ લોકો એકલા ઘણી મુશ્કેલીની સાથે પોતાનું જીવન ગુજારે છે. આવામાં ગુજરાત ના સુરત ના અલથાનમાં રહેવા વાળા બે સગા ભાઈ ગૌરાંગ અને હિમાંશુ સુખડીયા આવી રીતના વૃદ્ધ લોકોની જિંદગી માં ભગવાન બનીને આવ્યા છે.

હકીકતમાં, ગૌરંગ અને હિમાંશુ 2016 થી દરરોજ 170 અસહ્ય વૃદ્ધ માતાપિતાને મફત ભોજન ખવડાવે છે. તેમની સેવા ફક્ત ખાવા સુધી જ મર્યાદિત નથી,પરંતુ તે તેમના સ્વાસ્થ્ય,સારવાર અને બીજા જરૂરતોથી સબંધિત મદદ પણ કરે છે.

આ બધાની શરૂઆત ત્યારે થઈ જ્યારે બન્ને ભાઈઓ એ પોતાના પિતા ને એમ કાર અકસ્માતમાં ગુમાવી દીધાં હતાં. જ્યારે આ અકસ્માત થયો હતો તો ગાડીમાં ગૌરાંગ અને તેના પિતા હતા. અકસ્માત પછી પિતાની જાન ગતિ રહી જો કે ગૌરાંગ બચી ગયો.

આ પછી ગૌરાંગ ને હંમેશા આ વાત ખટકતી હતી કે એ કોઈ દિવસ પોતાના પિતા માટે કોઈ ખાસ ના કરી શક્યો. બસ આ પછી તેમને આઈડિયા આવ્યો કે તેઓએ તેમના પિતા માટે ભલે કઈ કર્યું નથી પણ એ બાકી લોકોના માતા પિતા માટે કાઈ ને કાઈ જરૂર કરી શકીએ છીએ. બસ ત્યારથી તેમને વૃદ્ધ અને બે સહારા માતા પિતા ના ઘરે ટિફિન મોકલવાનું ચાલુ કરી દીધું.

વ્યવસાયમાં આ બન્ને ભાઈ ખાનપાન ની દુકાન ચલાવે છે અને સાથે જ પ્રોટીન ઇન્વેસ્ટમેન્ટ નું કામ પણ કરે છે. જ્યારે તેમને આ કામ ચાલુ કર્યું હતું તો ફક્ત 40 વૃદ્ધને ખાવાનું મોકલાવતા હતા. પછી ધીરે ધીરે આ સંખ્યા વધીને 170 સુધી પહોંચી ગઈ. તેમને ખાવાનું મોકલવાની કામગીરી રોજિંદા થાય છે. કોઈ દિવસ રજા નથી હોતી. તેમનું ખાવાનું બનાવા માટે નિયમિત કર્મચારી છે.

ટિફિન પહોંચાડવાનું કામ ચાર રીક્ષા વાળા મળી ને કરે છે. આ કામ માં તેમના દર મહિને 1 લાખ 70 હજાર રૂપિયા સુધી ખર્ચ થઈ જતો હતો. આ છતાં તેમને કોઈ દિવસ કોઈ ની જોડે મદદ પણ નથી માંગી. ગૌરાંગ કહે છે કે કોઈ કોઈ વાર લોકો પોતાની મર્જિથી મદદ કરવા જરૂર આવી જાય છે.

ગૌરંગ કહે છે કે જ્યારે એક બાળક તેના માતાપિતાને છોડી દે છે તો તેમને ખુબજ દુઃખ થાય છે. હવે હું આ દુઃખ ઓછું તો નથી કરી શકતો પરંતુ તેમની સાથે શેર જરૂર કરી શકું છું. આજ કારણ છે કે ગૌરાંગ આ બેસહારા વૃદ્ધ ને ખાવાનું મોકલવાનો ઉપરાંત કોઈ કોઈ વાર તેમની પાસે જઇને હાલચાલ પણ પૂછી લે છે. તે એ પણ જાણે છે કે આખરે તેમના બાળકોએ તેમને કયા કારણથી છોડી દીધા. આટલું જ નહી તે તેમની દવાઓ, ગોળીઓ, આખોના ચશ્માં, અને બીજી સારવાર નો પણ ખ્યાલ રાખે છે. આ આખા કામ પર ગૌરાંગ જાતે જ નજર રાખે છે.

આ કામ ને લઈ ને પોતાની સૌથી મોટી સિદ્ધિનો સંદર્ભ આપતા ગૌરાંગ કહે છે કે કેટલીક વાર એવું પણ થયું છે કે જ્યારે હું આ વૃદ્ધ માતા પિતા એટલો ખ્યાલ રાખું છું તો તેમના બાળકો શરમ ના મારે તેમને પોતાની સાથે લઈ જાય છે. આ બન્ને ભાઈ આપણા બધા માટે એક પ્રેરણા છે. તેમને અમારી શુભેચ્છાઓ.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here