આ ગામનો દરેક વ્યક્તિ છે કરોડપતિ, ટેક્સી તરીકે થાય છે હેલિકોપ્ટરનો ઉપયોગ

શહેરમાં વસતા લોકો વિચારે છે કે ગામડામાં રહેતા લોકો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગ્રામજનો પાસે રહેવા માટે નાના મકાનો છે અને ખેતીના કારણે તેમનો વિકાસ નથી થયો. પરંતુ અહીં તમને એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે. સૌથી ખાસ બાબત એ છે કે આ ગામના દરેક ઘરે હેલિકોપ્ટર છે. અહીં લોકો હેલિકોપ્ટર મારફતે મુસાફરી કરે છે.

ચીનમાં આવેલા હૂ અસી (Huaxi) ગામમાં કરોડપતિઓ રહે છે. હૂ અસી સમૃદ્ધિ માટે વિશ્વમાં જાણીતું છે. આ ગામમાં દરેક વ્યક્તિ સાથે એક સમાન વ્યવહાર કરવામાં આવે છે. ગામમાં રહેવા માટે બંગલો અને ગાડી આપવામાં આવે છે.

દુનિયાનું પહેલું એવું ગામ છે સંપૂર્ણપણે મોડલ અને સોશિયાલિસ્ટ છે. આ ગામ 1960માં વૂ રેનબાઓ નામના એક નેતાએ વસાવ્યું હતું. વૂ રેનબાઓએ ગામના લોકોને રોજગારી પૂરી પાડવા માટે ફર્ટિલાઈઝર સ્પ્રે કેનની ફેક્ટરી શરૂ કરી હતી. આ ફેક્ટરી શરૂ થયા બાદ લોકોનું ગુજરાન ખૂબ સારી રીતે ચાલતું હતું.

વૂ રેનબાઓને ફર્ટિલાઈઝર સ્પ્રે કેનની ફેક્ટરી દ્વારા ખૂબ નફો થયો. નફાની રકમ તેમણે ગામની સુખ-સુવિધા પાછળ વાપરી. જેનાથી ગામની સુંદરતા વધી. આ ગામના દરેક વ્યક્તિના ખાતામાં લગભગ 1.7 કરોડ રૂપિયા છે. એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે લોકો હેલિકોપ્ટરથી માંડીને ટેક્સીનો ઉપયોગ કરે છે.

આ ગામની સુંદરતા નિહાળવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. આ ગામમાં ઊંચા ઊંચા બિલ્ડિંગ આવેલા છે એટલે આ ગામ શહેર જેવું લાગે છે! ગામની અંદર સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી, ઓસ્ટ્રેલિયાનું ફેમસ ઓપેરા હાઉસની પ્રતિકૃતિ બનાવાઈ છે. ગામની વચ્ચે 72 માળની ઈમારત છે જે આકર્ષણનું કેંદ્ર છે. આ બિલ્ડિંગ ચીનનું 15મું સૌથી ઊંચું બિલ્ડિંગ છે.

240 એકરમાં ફેલાયેલા આ ગામના લોકોને સ્વાસ્થ્યની સુવિધા, શિક્ષણ અને રહેવાની સગવડ ફ્રી આપવામાં આવે છે. જો આ ગામમાં કોઈ નવું રહેવા આવે તો તેને દૈનિક ભથ્થું મળે છે પરંતુ ગામના મૂળ લોકોને મળતી સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. આ ગામના લોકો જ્યાં સુધી આ ગામમાં રહે છે તેમને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. જો કોઈ ગામ છોડીને બીજી જગ્યાએ રહેવા જાય તો તેણે પોતાની તમામ સંપત્તિ ત્યાં મૂકીને જવી પડે છે.

આ ગામના લોકો અઠવાડિયાના સાતેય દિવસ કામ કરે છે. એક પણ દિવસ રજા નથી હોતી. આ ગામામાં જુગાર રમવા અને ડ્રગ્સ લેવા પર પ્રતિબંધ છે. અહીં ક્લબ, બાર અને ઈન્ટરનેટ કેફે પણ નથી.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here