આજે જે પણ લોકો નોકરી કે ધંધો કરે છે. એ રોજ સવારે કઈ ને કઈ નાસ્તો કરતા જ હશે અને આમ પણ સવાર નો નાસ્તો આપણે ત્યાં ખૂબ મહત્વ પૂર્ણ માનવામાં આવે છે અને આજે લોકો નાસ્તા માં પણ નવી નવી વાનગીઓ બનાવી ને ખાય છે.અને આમ પણ ખાસ કરીને આપણા ગુજરાતી માં પૌંવા ખૂબ લોકપ્રિય છે.
આ પૌંવા આપના ભારત માં જ નહીં પણ બીજા પણ ઘણા દેશો માં ખૂબ વખણાય છે.અને પૌંવા ખાવાથી આપણા શરીર ને કોઈ પણ પ્રકાર ની આડ અસર પણ નથી થતી. જેથી પૌંવા નું સેવન કરવું એક રીતે ખૂબ સારું પણ છે. આજે ઘણા લોકો પૌંવા નું સેવન તો કરે છે પણ એમને પૌંવા ના આ ફાયદા વિશે ની જાણકારી નથી હોતી જેથી એ કોઈ વાર આ વસ્તુ ને નજરઅંદાજ પણ કરે છે.
જાણીએ પૌંવાના ફાયદ.
તમને જણાવી દઈએ કે પૌંવા બનાવવા ખૂબ સરળ છે અને પૌંવા તમે ઇચ્છો એ રીતે બનાવી શકો છો,અને ખાસ કરીને પૌંવા માં કોઈ ખાસ વસ્તુઓ ની પણ જરૂર નથી પડતી આજે આમ પણ ઘણી જગ્યા એ પૌંવા નું ખૂબ વેચાણ પણ કરવામાં આવે છે.
સરીર માં એનર્જી ભરપૂર રહે છે.
પૌંવામાં ખૂબ વધુ પ્રમાણ માં ફાઇબર હોય છે. આજે રોજીંદા જીવન માં બીમારીઓ ખૂબ વધુ ફેલાય છે. માટે આપણે હેલ્દી ખોરાક લેવો ખૂબ જરૂરી છે અને એના માટે પૌંવા જ એક સારો વિકલ્પ છે અને એને રોજ સવારે ખાવાથી તમારો આખો દિવસ એનર્જી થી ભરપૂર રહે છે. અને તમને થાક કે તણાવ થી પણ બચાવે છે.
યોગ્ય પ્રમાણમાં હેલ્ઘી કાર્બોહાઇડ્રેટ્સ.
સવારે નાસ્તામાં શરીરને કાર્બોહાઇડ્રેટ્સ આપવા માટે પૌંવાનું સેવન કરવામાં આવી શકે છે. જો શરીરને જરૂર પૂરતું કાર્બોહાઇડ્રેટ્સ પ્રાપ્ત થતું નથી તો શરીરમાં થાક રહે છે.
કાર્બોહાઇડ્રેટ્સથી શરીરમાં એનર્જી આવે છે એટલા માટે સવારે એક પ્લેટ પૌંવા જરૂરથી ખાવા જોઇએ. જેનાથી તમારો દિવસ ખૂબ સારી રીતે પસાર થઈ શકે આજે દરેક લોકો ઘરે થી કઈ ને કઈ ખાઈ ને જ નીકળે છે. તો પણ એ એટલા હેલ્દી રહેતા નથી.
આયરનની ઉણપ.
આજે જોવા જઈએ તો ઘણા લોકો ના સરીર માં આયર્ન ની કમી ખૂબ જોવા મળે છે. માટે જો એ લોકો પૌંહાનું સેવન કરે છે તો એ આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકે છે. અને ગર્ભવતી મહિલા અને નાના બાળકોએ જરૂરથી ખાવા જોઇએ. જેનાથી એના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી શકે છે.અને આમ પણ ખાસ કરીને પૌંહા માં ખૂબ વધુ પ્રમાણમાં આયર્ન હોય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે.
આજે ડાયાબિટીસ એ એક સૌથી મોટી સમસ્યા બની ગઈ છે આજે ઉંમર ની સાથે સાથે ઘણા લોકો ને ડાયાબિટીસ નો ખુબ ભય હોય છે. અને આજે જોવા જઈએ તો ખૂબ નાના યુવાનો ને પણ ડાયાબિટીસ ની સમસ્યા હોય છે. માટે જે લોકોને ડાયાબિટીસ છે એમના માટે પૌંવાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે એને ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. એનાથી બીપી પણ કંટ્રોલમાં રહે છે. અને આમ પણ પૌંવા માં ઘણા ગુણધર્મો રહેલા છે જે તમારા શરીર ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.