એક ભિખારીનાં મૃત્યુ બાદ ઘરમાંથી મળ્યાં એટલા પૈસા કે આંકડો જાણી આંખો ચાર થઈ જશે

ભિખારી નામ સાંભળતાની સાથેજ આપણા સમક્ષ એક ચિત્ર ઊભું થાય જાય જેમાં ગરીબી સાફ દેખાય આવે છે. ફાટેલાં કપડાં ઝૂંપડું અને વગેરે દ્રશ્ય તમને દેખાય પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવી ગયો છે જેનાથી સૌ કોઈ હક્કા બક્કા થઈ ગયું. આ ઘટનાં મૂળ મુંબઇની છે.

મુંબઈ માં ગોવંડી રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનની ટક્કરમાં આવતા એક ભીખરીનું મોત નીપજ્યું હતું. જ્યારે રેલ્વે પોલીસ ભિખારીના સંબંધીઓની શોધમાં તેના ઘરે પહોંચી ત્યારે તેમના હોશ જ ઉડી ગયા હતા. અહીં ઘરમાં જઈ ને કંઈક એવુંજ જણાવવા મળ્યું કે સૌ કોઈ ચોકી ગયા આવો જાણીએ એવું તો શું થયું.

જ્યારે પોલીસ ભિખારીના ઘરે જાય છે ત્યારે તેની હકીકત જાણી તે ચોંકી જાય છે. રેલ્વે પોલીસને ઝૂંપડીમાંથી એક પૈસા ભરેલી બેગ મળી આવે છે જેમાં સિક્કાઓ અને રોકડ એમ મળીને લગભગ 2 લાખ રૂપિયા મળે છે. જ્યારે પોલીસ તેની ગણતરી કરવા બેસે છે ત્યારે તેઓને કુલ આઠ કલાક જેટલો સમય લાગે છે.

આટલુંજ નહીં પરંતુ આ ભિખારીના ઘરેથી પોલીસને એક બેંક પાસબુક પણ મળી હતી જે જોઈને પોલીસ વધારે ચોંકી ગઇ હતી. તેમાં નવાઈ લાગવાની વાત એ હતું કે આ પાસબુકમાં કુલ 8 લાખ 77 હજાર રૂપિયાની રસીદ હતી. ભિખારીની ઓળખ બિરાદીચંદ આઝાદ તરીકે થઈ છે.

જાણવા મળ્યું છે કે આઝાદ મુંબઇની લોકલ ટ્રેનમાં ભીખ માંગતો હતો. પોલીસ આ બધું જોઈને એક દમ ચોંકી ગઇ હતી રેલ્વે પોલીસને ભિખારી આઝાદની ઝૂંપડીમાંથી આધાર કાર્ડ, પાનકાર્ડ અને સિનિયર સિટીઝન કાર્ડ મળી આવ્યા છે. જેના પર રાજસ્થાનનું સરનામું લખેલું હતું.

પોલીસ દ્રારા આ વિશે વધુ તપાસ કરતા પડોશીઓને તેના વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે એવું જાણવા મળ્યું કે અગાઉ તેનો પરિવાર પણ બિરાદીચંદ આઝાદ સાથે રહેતો હતો. પરંતુ અચાનક કશું થયું અને તેઓ એકલો રેહવા લાગ્યો.

તેને અન્ય કોઈ કામ ન મળતાં તેણે જીવન જીવવા માટે ભીખ માંગવાની શરૂ કરી દીધી હતી. ત્યારે હવે આ એક ભિખારી ની પ્રોપર્ટી જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. પોલીસે ભીખા રી ના ઘરેથી મળેલા પૈસા કબજે કરી લીધા છે. અને તેના મૂળ રાજસ્થાનના સરનામે અન્ય પોલીસને મોકલી વધુ માહિતી મેળવવા ની તાપસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here