ઊભા ઊભા ભોજન કરવાથી થાય છે આ નુકસાન, જાણો સાચી રીત

સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ ભોજન અને સ્વસ્થ જીવનશૈલી સાથે સાથે આદતો પણ જરૂરી છે. કેટલી આદતોને કારણે સ્વાસ્થ પર તેની અસર પડે છે. પહેલાના સમયમાં લોકો બેસીને ખાતા હતા અને હવે ટેબલ-ખુરશી પર બેસીને ખાવા લાગ્યા છે. સમયની સાથે સાથે ઘણી વખત હવે ઊભા રહીને ખાવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે સ્વાસ્થ પર ઘણું નુકસાન થાય છે.

પાચન થતું નથી

ઊભા રહીને ભોજન ખાવાથી તેનું યોગ્ય રીતે પાચન થતું નથી. ખાવાનું ન પચવાને કારણે પેટ સંબંધીત સમસ્યા વધી શકે છે અને પાચન શક્તિ ઘટે છે.

આંતરડા સંકોચાય જાય છે

જો તમને ઊભા ઊભા ખાવાની આદત હોય છે તો આજે જ છોડી દેજો. આમ કરવાથી તમારી આંતરડા સંકોચાય જાય છે. જેના કારણે પેટમાં દુખાવો અને સોજાની સમસ્યા થાય છે.

પગમાં બુટ-ચપ્પંલ હોય છે

ઊભા રહીને જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે પગમાં બુટ-ચપ્પંલ હોય છે. આયુર્વેદનું કહેવું છે કે ખાવાનું ખાતી વખતે પગ ઠંડા હોવા જોઈએ.

એકાગ્રતામાં ઘટાડો આવે છે

ઊભા રહીને ભોજન ખાવાથી મન હંમેશા અશાંત રહે છે, જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળે છે. એકાગ્રતાની ઊણપને કારણે રોજબરોજના કામકાજોમાં મુશ્કેલી આવે છે.

મેદસ્વીતા વધે છે

ઊભા રહીને ખાવાથી ભોજન યોગ્ય રીતે પચતું નથી જેના કારણે મેદસ્વીતાની સંભાવના વધી જાય છે. શરીરમાં ફેટ એકત્રિત થવા લાગે છે અને કેલરીની માત્રા વધ જાય છે.

સાચી રીત

ભોજન કરવા માટે સૌથી સારી રીત છે કે જમીન પર બેસીને તમે આરામથી ભોજન લેવું જોઈએ. ભોજન લીધા બાદ શક્ય હોય તેટલું ઓછું પાણી પીવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here