શા માટે ભગવાન શ્રી કૃષ્ણ ની સોનાની દ્વારકા દરિયામાં ડૂબી ગઈ હતી. ૯૯% લોકો ને નહીં ખબર હોય,આજે પણ સોનાની દ્વારકા હયાત છે.

એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે સોનાની નગરી દ્વારકા હતી. પરંતુ અત્યાર ના સમય માં સોનાની દ્વારકા દેખાતી નથી. તેના પર કેટલાક વાતો થાય છે કે પેલા સોનાની દ્વારકા હતી પરંતુ અત્યારે દેખાતી નથી. તો અત્યારે દ્વારકા સોનાની નથી તો સોનાની દ્વારકા કયા ગઈ. આજે અમે તમને જણાવીશું કે સોનાની દ્વારકા અત્યારે કયા છે અને કેવી રીતે આ બધુ થયું હતું.

ભગવાન શ્રીકૃષ્ણ અને યાદવો જ્યારે મથુરા છોડીને સૌરાષ્ટ્રના સમુદ્રતટે આવ્યા હતા, ત્યારે લે નગરી બનાવવા માટે સારી જગ્યા ગોતતા હતા ત્યારે અચાનક તેની નજર સમુદ્રકિનારે પડી. ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વકર્માજીને આહ્વવાન કરે છે, અને દ્વારકા બનાવવા કહ્યું. ત્યારે વિશ્વકર્મા એ કહ્યું કે જો સમુદ્રદેવતા ને પ્રાથના કરી ને થોડી ભૂમિ માટે કહો ત્યારે સમુદ્રએ થોડી જમીન આપી અને સમુદ્રદેવે બાર જોજન જેટલી જમીન ભગવાન શ્રી કૃષ્ણને આપી. તેના પર વિશ્વકર્માજીએ સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. આ નગરીને દ્વારાવતી તથા કુશસ્થલીના નામથી પણ ઓળખાય છે.

મહાભારત માં એવું કહેવાયું છે કે જ્યારે કૃષ્ણ ભગવાન સ્વર્ગ માં સિધાવે છે કૃષ્ણ યાદવો ને પણ જોડે લઈ જાય છે. અને પછી પ્રલય થવાને કારણે દ્વારકા પાણી માં ડૂબી જાય છે. સંશોધન કર્યા પછી સમુદ્ર તળમાં તેના અવશેષો જોવા મળે છે. શ્રદ્ધાળુઓ તેને કૃષ્ણની સોનાની દ્વારકા જ માને છે.

બીજી માન્યતા પ્રમાણે એવું કહેવાય છે કે ઋષિઓએ શ્રીકૃષ્ણના પુત્ર સાંબને એક શ્રાપ આપ્યો હતો. મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી ના 36 માં વર્ષે અનેક પ્રકારના અપશુકન થવા લાગ્યા હતા. યાદવ કુળના કેટલાક નવયુવાનો ઋષિઓની મજાક ઉડાવતા હતા. શ્રીકૃષ્ણના પુત્ર સાંબને સ્ત્રી વેશમાં ઋષિઓ પાસે લઈ જઈને અપમાન કર્યું. ઋષિઓ તેમના અપમાનને લઈને ક્રોધે ભરાયા હતા અને ક્રોધિત થઈને શ્રાપ આપ્યો.

શ્રીકૃષ્ણનો આ પુત્ર વૃષ્ણિ અને અંધકવંશી પુરુષોના નાશ માટે એક લોઢાનો મૂસલ ઉત્પન્ન કરશે જેનાથી તે સમસ્ત કુળનો સંહાર કરશે. સમય જતાં યદુવંશ દરિયા પાસે આવેલી નગરીમાં રહેવા આવ્યા અને આ નગરી પણ સમય જતાં દરિયામાં ડૂબી ગઈ હોવાનું કહેવાય છે. આવી એક માન્યતા છે.

એક માન્યતા પ્રમાણે યદુવંશ નો નાશ કેમ થયો તેની પાછળ એક રહસ્ય છુપાયેલું છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગુજરાત ને પોતાની કર્મભૂમિ બનાવી ત્યારે દ્વારકા નગરી વસાવી હતી. કૃષ્ણ એ સત્ય નો સાથ આપી ને મહાભારત માં પાંડવો ના પક્ષ માં સાથ આપ્યો અને કૌરવો ની હાર થઈ હતી. મહાભારત પૂર્ણ થતાં જ્યારે યુધિષ્ઠિર ને રાજતિલક થવાનો સમય હતો ત્યારે કૌરવો ની માતા ગાંધારી એ મહાભારત ના યુદ્ધ પાછળ ભગવાન શ્રી કૃષ્ણ ને દોષી ગણાવ્યા હતા. અને તેને શ્રાપ આપ્યો હતો. ગાંધારીએ એવો શ્રાપ આપ્યો હતો કે જે પ્રકારે કૌરવોના વંશનો નાશ થયો છે તે રીતે યદુવંશનો પણ નાશ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here