કાઠિયાવાડનો આ ખેડૂત મધની ખેતી કરીને કરે છે આટલી કમાણી

મધમાખી ઉછેરથી આજુ બાજુના ખેતરમાં સરેરાશ ૩૦ ટકા જેટલું ઉત્‍પાદન વધુ મળે છે તથા જંતુનાશક દવાનો છટકાવ ઘટે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જામખંભાળીયા તાલુકાના કજુરડા ગામના ખેડુત ભિમાણી હરસુખભાઇ મધની ખેતી કરીને વર્ષે બે લાખ રૂપિયા કમાય છે. તેઓ સીનીયર કલાર્ક તરીકે આર્યુવેદીક યુર્નિવસિર્ટી જામનગર ખાતે ફરજ બજાવતા હતા.

હરસુખભાઇ કોલેજનો અભ્‍યાસ પુરો કરીને જામનગર આર્યુવેદીક યુર્નિવસિર્ટીમાં વર્ગ-૪માં ૧૯૮૩માં જોડાયા હતા. હરસુખભાઇ કજુરડા ગામમાં આશરે ૯ વિધા જેટલી જમીન ધરાવે છે. આ જમીનમાં તેઓ ઇટાલીયન મધમાખીની ખેતી કરી રહયા છે.

હરસુખભાઇએ મધમાખી ઉછેરની તાલીમ લઇને મધનું ઉત્‍પાદન કરીને પુરક કમાણી કરવાનો પ્રયાસ કર્યો છે. બાગાયત વિભાગ દ્વારા રૂા. ૮૦ હજારની સહાયથી તેઓએ મધમાખી ઉછેરની સાથે મધ એકઠું કરવાનો નવતર પ્રયોગ કરીને આજીવીકા ઉભી કરી છે.

હરસુખભાઇ કહે છે કે મધમાખીના ઉછેરથી આજુબાજુના ખેતરમાં સરેરાશ ૩૦ ટકા જેટલું ઉત્‍પાદન વધારે મળે છે અને જંતુનાશક દવાનો છટકાવ ઓછો કરવો પડે છે. જેથી ઉત્‍પાદનમાં પણ વધારો મળે છે . , મધ મેળવવા માટે સૌ પ્રથમ મધ ઉછેર કેન્‍દ્રમાં એક પેટી, ૧.૫ ફુટ બાય ૧ ચો.ફુટની એક પેટીમાં આઠ પેટી હોય છે જેમાં અસંખ્‍ય માખી એકત્ર થાય છે અને હજારોની સંખ્‍યામાં મળીને ભેગા થાય તેમાં એક જ રાણી માખી હોય છે, જે પુડાનું સંવર્ધન કરે છે.

ઇટાલીયન મધમાખી મુખ્‍યત્‍વે સુગંદની દિશામાં પ્રયાણ કરે છે. જયાં વધુ પરાગરજ હોય તેવા રાયડો, ધાણા અને ફુલની પરાગરજ લઇને ત્રણ કિલોમીટરના વિસ્‍તારમાં મધ ચુસી લાવીને તે જ પેટીમાં ભરાઇ જાય છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે મધ એ ઉતમ ખોરાક અને વિવિધ રોગની દવા છે. ૪૫ની ઉંમર પછી તો દરેક જણે દરરોજ ૩ ચમચી મધ વાપરવું જોઇએ. ઘડપણમાં થતી બિમારીખલ જેવી કે શારીશિક અશક્તિ, કફ, બલગમ અને સાંધાના દર્દ સદભાગ્‍યે મધના સેવનથી સરળતાથી ઉકલી જાય છે.

પેટીમાં રાણી માખી મુખ્ય

મધમાખીની પેટીમાં એક મધપૂડામાં એક રાણી એક નર અને બાકીના બધા વર્કર તરીકે ઓળખાય છે. આખી પેટીમાં રાણી માખી મોનિટરિંગ કરે છે. રાણી માખી એક જ દરરોજ 200 થી 1000 ઈંડા મૂકે છે. બાકીના વર્કર તરીકે ઓળખાતી માખી બહારથી ખોરાક લાવવાનું કામ કરે છે. રાણી માખી રોયલ જેલી નામનો પદાર્થ ખોરાકમાં લેતી હોવાથી તેનું આયુષ્ય સૌથી વધુ 2 વર્ષ હોય છે. જ્યારે અન્ય વર્કર માખીઓનું 72 થી 100 દિવસ આયુષ્ય હોય છે.

મધમાખીના પાંચ પ્રકારો

ફલોરીયા મધમાખી જે પ્રકાશમાં જ રહેશે માટે તેને પાળી શકાતી નથી. ટ્રાઈગોના મધમાખી મૂળ કેરળની આ મધમાખી ઝીણી હોય છે. જેને નેટ હાઉસ અને ગ્રીન હાઉસમાં રાખવામાં આવે છે. જે મોટાભાગે ફલિનીકરણ માટે જ ઉપયોગમાં લેવાય છે. ડોરસટા મધમાખી જે અતિ ઝેરી હોય છે. જેનાથી મનુષ્ય મૃત્યુ પણ પામી શકે છે.

મેલીફોરા મધમાખી આ ઇટાલિયન માખી છે. જે સ્વભાવે શાંત હોય છે અને તે સૌથી વધુ ઉત્પાદન આપતી હોવાથી તેની ખેતી વધૂ થાય છે.

સરેના મધમાખી આ ભારતીય મધમાખી છે. જેનો દક્ષિણ ભારતમાં વધૂ ઉછેર થાય છે.

ઇટાલિયન મધમાખીનો ઉત્પાદનમાં દબદબો

મોટાભાગે મધમાખીઓમાં ઇટાલિયન માખીનો સ્વભાવ સરળ હોય છે અને તે ઉત્પાદન પણ સૌથી વધુ આપે છે. જેના કારણે તેનો ઉછેર વધુ થાય છે. ઇટાલિયન મધમાખી ઠંડા વાતાવરણમાં રહે છે. ઉનાળાના સમયમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન સહન નથી કરી શકતી. ગુજરાતનું વાતાવરણ આ માખીને વધુ અનુકૂળ હોવાથી તેનો ઉછેર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

મધમાખીની ખેતીમાં ઉત્પાદન

ઓછી ખર્ચાળ એવી મધની ખેતીમાં મધની સાથે મિણ પણ મળી રહે છે. સાથે જ પ્રોપોલીસ પણ આપે છે. જે વિદેશમાં વિવિધ દવા તથા ક્રિમ બનાવવામાં વપરાય છે જેથી તેની માંગ વધૂ રહે છે. આ ઉપરાંત મધમાખી રોયલ જેલીનુ પણ ઉત્પાદન આપે છે. જેનો ભાવ કિલોના એકથી બે લાખ સુધીનો હોય છે પરંતુ ગુજરાતમાં તેનું ઉત્પાદન મહદ્અંશે જ થાય છે. આ ઉપરાંત મધમાખીના ઝેરને પણ અમુક રોગો માટે ઉપયોગમાં લેવાય છે. આમ અનેક રીતે મધમાખીની ખેતીમાં ઉત્પાદન મળી રહે છે.

મધનુ વેચાણ

એક પેટીમાં 20 થી 30 કિલો મધનું ઉત્પાદન મળે છે. જેનો કિલોનો ભાવ 300થી 400 રૂપિયા મળે છે.
કંપનીઓ દ્વારા મધની ખરીદી કરવામાં આવે છે. મધ બગડતું ના હોવાથી લાંબા સમય સુધી તેને રાખી શકાય છે અને જૂના મધની કિંમત વધૂ મળે છે. મધ ઉપરાંત મીણનું પણ વેચાણ થાય છે.

મધનું ઘરે પેકિંગ કરી માર્કેટમાં વેચી શકાય છે. 8 મહિના સુધી માખીઓ મધ આપે છે જેથી ઉત્પાદન અને વેચાણ લાંબા સમય સુધી ચાલુ રહે છે. વિદેશમાં મધનું વેચાણ કરવાથી વધુ નફો મળે છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here