આને કહેવાય સાચી દેશભક્તિ! એકલા હાથે રોડનું સમારકામ કરે છે આ 2 લોકો

મુંબઈમાં રહેતા 48 વર્ષીય દાદારાવ અને ઉત્તરપ્રદેશના લલિતપુરમાં રહેતા 79 વર્ષીય રુપનારાયણ ભલે એકબીજાથી ઘણાં દૂર રહેતા હોય, પરંતુ તેમના જીવનમાં એક ઘટના એવી બની છે કે, જેના કારણે તેમના કામ એકજેવા છે. આ બન્ને સમાજસેવકો પોતાના આસપાસના વિસ્તારોમાં રોડનું સમારકામ એકલા હાથે કરી રહ્યા છે.

28 જુલાઈ, 2015ના રોજ એક માર્ગ અકસ્માતમાં દાદારાવના 16 વર્ષીય દીકરા પ્રકાશે જીવ ગુમાવ્યો. થોડાક જ દિવસમાં દાદારાવે વાંચ્યું કે, જે રીતે તેમના દીકરાનો જીવ ગયો, તે જ રીતે રસ્તા પર ભૂવો પડવાને કારણે અન્ય બે લોકોના પણ મોત થયા. આ ઘટના પછી વન-મેન આર્મીની જેમ શક્ય હોય તેટલા શહેરના ભૂવાનું સમારકામ કરવા લાગ્યા.

2017થી દાદારાવ આ ભૂવા ભરવા માટે કન્સ્ટ્રક્શન સાઈટ્સ પરથી કાટમાળ લાવતા હતા. સમય જતા અન્ય લોકો પણ દાદારાવની સાથે આવ્યા. પ્રકાશની ત્રીજી પુણ્યતિથી પર લગભગ 120 લોકો ભેગા થયા અન જુહુ-વિખરોલી લિંક રોડ પર લગભગ 100 ભૂવા પુર્યા. દાદારાવ જણાવે છે કે, જો મુંબઈના દરેક નાગરિક આ રીતે ભેગા થાય તો દેશમાં એક દિવસ એક પણ ભૂવો નહીં રહે.

જો ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં આવેલા લલિતપુર શહેરમાં રહેતા રુપનારાયણની વાત કરીએ તો, 2000માં સ્કૂલ ટીચરના પદ પરથી નિવૃત્ત થયા પછી તે રસ્તા પર ભૂવા ભરવાનુ, પ્લાસ્ટિક વીણવાનુ, સફાઈ કરવાનું કામ કરી રહ્યા છે. 1999માં તેમને રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ અવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

રુપનારાયણના પિતા ઝાંસીના ગામમાં ગ્રામ પ્રધાન હતા. નિરંજન જણાવે છે કે, પહેલા આખા ગામમાં સંપૂર્ણપણે સફાઈ રહેતી હતી. પરંતુ પાછળથી મને ખબર પડી કે બાળકો સ્કૂલ એટલા માટે નહોતા આવતા કારણકે રસ્તા યોગ્ય નહોતા. માટે મેં જાતે જ રસ્તા રિપેર કરવાની શરુઆત કરી. સ્કૂલમાં પોતાના પગારમાંથી જ શૌચાલય બનાવડાવ્યા અને પીવાના પાણીની સુવિધા કરી. અત્યારે પર દરરોજ સવારે રુપનારાયણ નીકળે છે અને જે જ્યાં જરુર લાગે ત્યાં સફાઈ કરે છે, સમારકામ કરે છે. તેમનુ માનવુ છે કે સરકાર તેમને પેન્શન આપે છે, માટે તેમની જવાબદારી છે કે ટેક્સપેયર્સને સેવા આપવી.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here