આપણા વડીલો આપણને ઘણી વાર કહેતા હતા કે ‘દુધી ખાઈએ તો બુદ્ધિ વધે’. દુધી દૂધ જેવી જ ગુણકારી હોય છે. દૂધીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. અત્યારની વ્યસ્ત જિંદગીમાં દરેક લોકો એસિડિટી અને કબજિયાતની બીમારી થી પીડાતા હોય છે. આજે અમે તમને જણાવીશું કે દૂધીના ઉપયોગથી કેવી રીતે તેને કંટ્રોલમાં રાખી શકાય.
દુધી ની અંદર ૧૨ ટકા પાણી અને ફાઇબર હોય છે. દૂધનું જ્યૂસ બનાવીને પીવાથી ગેસ, અપચો, એસિડિટી, વાળ ખરવા વગેરે અનેક બિમારીઓમાંથી રાહત મળે છે. અત્યારના સમયમાં દરેક લોકોને પોતાનું વજન ઘટાડવા માગતા હોય છે. તે લોકો માટે દૂધી નું જ્યુસ એ રામબાણ ઈલાજ છે. દૂધીમાં ચરબી અને કોલેસ્ટ્રોલ ખૂબ જ ઓછું હોય છે. માટે જે લોકો જીમ માં જઇને પોતાનું વજન ઘટાડતા હોય પરંતુ વજન ઘટતું ન હોય તેની માટે ભૂખ્યા પેટે સવારે દૂધીનો જ્યૂસ પીવાથી વજન કંટ્રોલમાં રાખી શકાય છે. અને ભૂખ પણ ઓછી લાગે છે.
જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય જેવી કે ગેસ, અપચો, આફરો, કબજિયાત તે લોકોએ નિયમિત સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ દૂધીનો જ્યૂસ પીવાથી તરત જ રાહત થશે, અને પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે. પેશાબમાં થતી બળતરામાં પણ રાહત આપે છે. દૂધીના રસમાં મીઠું ઉમેરીને પીવાથી ડીહાઇડ્રેશનની સમસ્યામાં રાહત થાય છે. જે લોકોને કમળો થયો હોય તે લોકોને પણ દુધી નો જ્યુસ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જે લોકો પિત્તની સમસ્યામાંથી પીડાતા હોય છે તે લોકો માટે દૂધી નું જ્યુસ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
દૂધીના જ્યૂસમાં ફાઇબર, વિટામિન સી, વિટામિન ઈ અને પોટેશિયમ જેવા અનેક તત્વો રહેલા છે. જે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. દુધી ની તાસીર ઠંડી હોવાને કારણે તે શરીરને અને મનને શાંત કરે છે. જે લોકોને લોહીની ઉણપ હોય તે લોકોએ રોજ સવારે એક ગ્લાસ દૂધીનો જ્યૂસ પીવું જોઈએ. જે લોકોને સાંધાનો કે કમરનો દુખાવો થતો હોય તો દૂધીનું સેવન કરવું જોઈએ. છાતીમાં બળતરા. ટીબી. ઉધરસ વગેરે રોગોમાં પણ દૂધીનુ જ્યુસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
દૂધીના રસમાં થોડા કાળા મરી અને ફુદીનો નાંખીને પીવાથી હૃદયરોગ પણ થોડા સમયમાં જ થઈ જાય છે. દૂધીની છાલને ચહેરા પર લગાવવાથી ચહેરાની ગંદકી દૂર થાય છે. અને ખીલ હોય તો દૂધીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી માત્ર બે જ દિવસમાં રાહત થશે. જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય તે લોકોએ દૂધીના રસને વાળમાં લગાવી એક કલાક માટે રાખી પછી સામાન્ય પાણીથી ધોઈ લેવાથી વાળ ખરતાં અટકી જાય છે. જો તમને પગના તળિયામાં બળતરા થતી હોય તો દૂધીને ખમણીને પગના તળિયે લગાડવાથી બળતરા ઓછી થાય છે.
દૂધીનુ જ્યુસ બનાવવા માટે તાજી દુધીને છાલ ઉખાડી કટકા કર્યા પછી જ્યુસરમાં નાખીને તેનું જ્યૂસ કરીને પીવું જોઈએ. તાજી દૂધીના રસમાં એક ચમચી લીંબુનો રસ, એક ચમચી તજ અને થોડો સંચળ ઉમેરી ને સેવન કરવું જોઈએ. જો તમે આ પ્રકારના જ્યૂસનું સેવન કરશો તો બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહેશે અને વજન ઘટાડવામાં ખૂબ જ મદદ થશે. ખાલી પેટે એક ગ્લાસ દૂધીનો જ્યૂસ પીવાથી શરીરમાં તાજગી અને શક્તિ આવે છે, કારણકે દૂધીના રસમાં ૯૮ ટકા જેટલું પાણી હોય છે. ખરાબ ટોનીક્સને બહાર કાઢવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.
દૂધીનો જ્યૂસ પીવાથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં આવે છે. જો તમે દૂધીનો જ્યૂસ પીતા હોય અને તે કડવું લાગતું હોય તો તેને ટાળો. કારણ કે, તે શરીરમાં લાભ કરવાને બદલે ઘણા બધા નુકશાન કરી શકે છે. જે લોકોના શરીરમાં એસિડ અને વિટામિન એ હોય તે લોકોએ દૂધીનું સેવન કરવું નહીં. કારણ કે તેનું જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. અને હાઈપોટેશન નામની બીમારી થઇ શકે છે.