ઘરે જ બનાવો દવા, ગમેં તેવો હશે નશો, તુરંત છૂટી જશે

ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો આજકાલ નશાના શિકાર બન્યા છે, નશો આજે ધીમે ધીમે લોકોને આર્થિક સ્થિતિ તોડી રહ્યો છે, તો શરીર પણ બગાડી રહ્યો છે, આવા સમયમાં લોકો નશો છોડવા તૈયાર થાય છે, પરંતુ તેઓ તલબનો શિકાર બની જ જાય છે અને મન કન્ટ્રોલ ના કરી શકતા નશો કરી જ દે છે.

ત્યારે આજે અમે તમને બતાવીશું એવા ઉપાયો જેનાથી તમે તમારું વ્યશન દૂર કરી શકશો અને મન ને પણ કન્ટ્રોલ કરી, તમારા ખોટા વેડફાતા રૂપિયા અને સ્વાસ્થય બચાવી શકશો..

વધુ પડતો નશો હાનિકારક

કોઈપણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ શારીરિક કે માનસિક નુકસાન પહોંચાડી શકે છે. કોઈપણ વસ્તુનો નશો શરીરને અંદરથી નુકસાન પહોંચાડે છે. થોડો નશો પણ શરીર માટે નુકસાનકારક છે ત્યારે વધુ પડતો નશો કરવાથી હાલત ખરાબ થાય છે. જ્યાં સુધી લોકો આ વાત સમજે ત્યાં સુધી ઘણી બીમારીઓનો શિકાર થઈ ગયા હોય છે. પરંતુ જો સમયસર સારવાર કરવામાં આવે તો બચી શકાય છે.

નશાથી છૂટકારો મેળવવા શું કરશો?

અમે તમને નશો છોડાવવાનો એક ઉપાય જણાવીશું. આ એક પ્રકારની દવા જ છે જેનાથી નશો કરવાની આદત છૂટી જાય છે. પછી એ નશો દારુનો હોય, ગુટખા કે તમાકુનો હોય પરિણામ જરૂર મળશે.

આદુથી બનાવો દવા

આ દવાને બનાવવા માટે સૌપ્રથમ આદુના નાના-નાના ટુકડાં કરી લો.તેના પર સિંધાલૂણ મીઠું નાખીને લીંબુ નીચવો. અને છેલ્લે આ ટુકડાંને તડકામાં સૂકાવવા રાખી દો. જ્યારે ટુકડા સૂકાઈ જાય ત્યારે એક ડબ્બામાં ભરી લો.

ટુકડો ચૂસવાથી ફાયદો થશે

જ્યારે પણ નશો કરવાની ઈચ્છા થાય કે નશાની આદત લાગી જાય ત્યારે આ ટુકડાને મોંમા મૂકી ચૂસો. આદુ મોંઢામાં ઓગળતું નથી, એટલે સવારથી સાંજ સુધી તમે ચૂસી શકો છો. આ ખાવાથી કોઈપણ પ્રકારનો નશો કરવાની ઈચ્છા નહીં થાય.

સલ્ફરનું પ્રમાણ પૂરું પાડશે

નશીલા પદાર્થોમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. અને આદુથી બનાવેલી આ દવા સલ્ફરયુક્ત છે. એટલે આ ચૂસવાથી શરીરને સલ્ફર મળશે અને નશો કરવાનું મન નહીં થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here