ઉનાળામાં આકરા તાપના કારણે લૂ ન લાગે તે માટે કરો આ ઘરેલું ઉપચાર

રાજ્યભરમાં ધીમે-ધીમે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે. ઉનાળાની આકરી ગરમીના કારણે કોઈ પણ વ્યક્તિને લૂ લાગી શકે છે. લૂ લાગવાના કારણે શરીરનું તાપમાન વધી જાય છે અને જ્યારે આ તાપમાન 105 ડિગ્રી ફેરનહિટથી ઉપર જતું રહે ત્યારે તે લૂની ખતરનાક સ્થિતિ હોય છે. આ સ્થિતિને ન્યૂરોલોજિકલ ડેમેજ કહેવાય છે. ઉનાળામાં લૂ ન લાગે તે માટે કેટલાક ઘરેલું ઉપચાર કામ આવશે.

ડુંગળીનો રસ

લૂ ન લાગે તે માટે ડુંગળીનો રસ ખૂબ ફાયદાકારક છે. ડુંગળીનો રસ શરીરની ગરમીને ખેંચી લે છે અને આરામ આપે છે. ડુંગળીના રસને કાન પાછળ, પગના તળિયામાં અથવા છાતીના ભાગે લગાવવાથી લૂ લાગતી નથી. તડકામાં ઘર બહાર નીકળવાનું થાય ત્યારે એક ચમચી ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને પીઓ. આમ કરવાથી ગમે તેઓ આકરો તાપ હશે લૂ નહીં લાગે.

એપલ સાઈડર વિનેગર

એપલ સાઈડર વિનેગરમાં મિનરલ અને વિટામિન હોય છે, જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપ પૂરી કરવામાં મદદ કરે છે. લૂ ન લાગે તે માટે એપલ સાઈડર વિનેગરનું સેવન કરવું જોઈએ. એક ગ્લાસ ઠંડા પાણીમાં એક ગ્લાસ આ વિનેગર મિક્સ કરીને પીઓ.

ચંદન

ચંદનની તાસીર ઠંડી હોય છે અને તે શરીરનું તાપમાન ઓછું કરી શરીરને ઠંડુ રાખે છે. લૂ ન લાગે તે માટે 3-4 ચમચી ચંદન પાઉડરમાં પાણી મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને માથા અને છાતીના ભાગ પર લગાવી સુકાવા દો. તે સુકાય જાય એટલે ઠંડા પાણીથી ધોઈ લો. શરીરને આરામ મળશે.

છાશ

છાશ શરીરને હાઈડ્રેટ કરી છે અને ઠંડક આપે છે. છાશમાં પ્રોબાયોટિક્સ, પ્રોટીન, મિનરલ અને વિટામિન હોય છે જે શરીર માટે જરૂરી તત્વો પૂરા પાડે છે. લૂ ન લાગે તે માટે ચાર ચમચી દહીમાં એક ગ્લાસ પાણી, થોડું મીઠું-જીરૂ ઉમેરી પીઓ. આમ કરવાથી આકરી ગરમીમાં પણ લૂ નહીં લાગે.

આમ પન્ના

ગરમીમાં કેરીના પાન સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે. આ કાચી કેરીમાં થોડા મસાલા મિક્સ કરીને બનાવવામાં આવે છે. જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આમ પન્નામાં કાચી કેરી સિવાય જીરૂ, વરિયાળી અને કાળા મરી હોય છે. જેનાથી શરીરમાં એનર્જી આવે છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here