મુહૂર્ત ટ્રેડિંગ: દિવાળી પર માત્ર કલાકમાં મળશે લાખો રૂ. કમાવવાનો મોકો!

મુહૂર્ત દરમ્યાન કરવામાં આવેલું રોકાણ ખુબ શુભ માનવામાં આવે છે. માર્કેટના જાણકારો અનુસાર, મુહૂર્ત ટ્રેડિંગના દિવસે કારોબારી રોકાણની સોચ સાથે માર્કેટમાં ઉતરે છે.

દિવાળીની સાંજે જ્યારે પૂરો દેશ તહેવાર મનાવી રહ્યો હશે, ત્યારે દેશભરના રોકાણકારો, પૈસાદાર લોકો એક ખાસ સમયે માર્કેટ તરફ વળે છે. આ દરમ્યાન તેમના માટે નફા કરતા ક્યાંય વધારે પરંપરા મહત્વની હોય છે. દરરોજ હજારો કરોડ રૂપિયાનું ટ્રેડ કરનાર સ્ટોક માર્કેટ કેટલાએ વર્ષથી પોતાની પરંપરાને સંભાળીને ચાલી રહ્યું છે. આમાં સૌથી વધારે મહત્વની હોય છે દિવાળીના દિવસે થતી મુહૂર્ત ટ્રેડિંગ. તો જોઈએ તેના વિશે…

શું હોય છે મુહૂર્ત ટ્રેડિંગ 

દિવાળી સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ વર્ષે દિવાળી સાથે સંવત 2075 શરૂ થવા જઈ રહ્યું છે. ભારતીય પરંપરા અનુસાર, દેશમાં દિવાળી સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ શુભ મુહૂર્ત પર શેરબજારના કારોબાર સ્પેશ્યલ શેર ટ્રેડિંગ (કારોબાર) કરે છે. જેથી આને મુહૂર્ત ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ વખતે એનએસઈ, બીએસઈ પર સાંજે 5 કલાકે ટ્રેડિંગ શરૂ થશે, અને 6.30 કલાકે ખતમ થશે. શેર બજારમાં આ દરમ્યાન સામાન્ય ટ્રેડિંગનો સમય 5.30 કલાકથી 6.30 કલાકનો રહેશે. આ દરમ્યાન તમે શેરની ખરીદી અથવા વેચાણ કરી શકો છો.

જો તમે રોકાણકાર હોવ તો, તમે 5.30 કલાકથી 6.30 કલાક સુધી ટ્રેડિંગ કરી શકો છો. બીએસઈમાં સાંજે 4 કલાકથી 4.45 કલાક સુધી ટોપ વેલ્યૂમ પરફોર્મસનું સન્માન થશે. જ્યારે 4.45થી 5.30 કલાક સુધી લક્ષ્મી પૂજન થશે. ત્યારબાદ ટ્રેડિંગ શરૂ થશે. બંને એક્સચેન્જમાં બુધવારના દિવસે સ્પેશ્યલ ટ્રેડિંગ સેશન હશે. તેની જાણકારી બીએસઈ અને એનએસસી પર જાહેર કરવામાં આવી છે.

પૈસા બનાવવાનો અવસર 

એક્સપર્ટ કહે છે કે, મુહૂર્ત ટ્રેડિંગના દિવસે શેર બજારમાં પૈસા લગાવવા શુભ માનવામાં આવે છે. ખાસ કરીને પૈસાદાર લોકો આ દિવસે ખાસ રોકાણ કરે છે. એવામાં તે નાના રોકાણ પર લાખો કમાણી કરી લે છે.

એક્સપર્ટ વિકાસ સેઠ્ઠીએ દિવાળીના સમયે સુંદરમ ફાસ્ટનર્સનો શેર ખરીદવાની સલાહ આપી છે. લક્ષ્ય 750 રૂપિયા નક્કી કર્યું છે. જ્યારે મારૂતિ સુઝુકિમાં પણ પૈસા લગાવવાની સલાહ આપવામાં આવી છે. તેમના મતે શેર 9500 રૂપિયા સુધી પહોંચી શકે છે.

દિવાળી પર ખાસ મુહૂર્ત પર ટ્રેડિંગની શરૂઆત કરીને રોકાણકાર નવું ફાયનાન્સિયલ વર્ષ સારી રહે તેની કામના કરે છે. એક્સપર્ટ જણાવે છે કે, મુહૂર્ત ટ્રેડિંગ પૂરી રીતે પરંપરા સાથે જોડાયેલું છે. મોટાભાગના લોકો આ દિવસે શેર ખરીદે છે. જોકે, આ રોકાણકાર ખુબ નાના અને પ્રતિકાત્મક હોય છે.

માનવામાં આવે છે કે, મુહૂર્ત દરમ્યાન કરવામાં આવેલું રોકાણ ખુબ શુભ માનવામાં આવે છે. માર્કેટના જાણકારો અનુસાર, મુહૂર્ત ટ્રેડિંગના દિવસે કારોબારી રોકાણની સોચ સાથે માર્કેટમાં ઉતરે છે. પરંપરાઓને માનવાવાળા પહેલો ઓર્ડર હંમેશા ખરીદદારીનો આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here