હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ શરૂ થઇ ગયા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમયથી જ તેની સાથે જ રહેનાર દિનેશ બાંભણિયાની પોલીસે અટકાયત કરી છે.
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ શરૂ થઇ ગયા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમયથી જ તેની સાથે જ રહેનાર દિનેશ બાંભણિયાની પોલીસે અટકાયત કરી છે.
પોતાની અટકાયત અંગે દિનેશ બાભણિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, “પાટીદાર અનામત આંદોલન છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. કોઇપણ વ્યક્તિ અનામતની વાત કરે ત્યારે સરકાર દ્વારા તેને તોડવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતમાં લોકશાહીનું હનન થઇ રહ્યું છે એ મને સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. કારણે જ્યારે કોઇપણ વ્યક્તિ પોતાના સમાજ માટે ઉપવાસ કરવાની મંજૂરી માગવામાં આવે છે ત્યારે તેને પરમિશન આપવામાં આવતી નથી. આંદોલન તોડવા માટે સમગ્ર ગુજરાતમાં કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવે છે. સરકાર ગમેતેટલા અત્યાચારો કરશે પરંતુ આ આંદોલન બંધ થવાનું નથી. અનામતની માંગણી પુરી ન થાય અમે એક થઇને ખભે ખભો મીલાવીને આંદોલન કરીશું. ”
કોંગ્રેસનું કાવતું હોવા અંગે પૂછવામાં આવતા દિનેશે જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી આવું તો પહેલાથી કહેતી આવી છે. પરંતુ કોઇ પક્ષ ઉપર ઢોળવા કરતા બેશીને આનો ઉકેલ લાવવામાં આવવો જોઇએ”
ઉલ્લેખનીય છે કે, પાસ કન્વીનર હાર્દિક પટેલ આજથી એટલે કે શનિવાર 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને પાટીદાર સમાજને અનામત મળે તેવી બે મુખ્ય માંગણી સાથે હાર્દિક આજથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. હાર્દિક પટેલ પોતાના ઘરે જ ઉપવાસ પર બેઠો છે. બીજી તરફ હાર્દિકના ઉપવાસને પગલે તેના ઘર ગ્રીનવુડ રિરોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે રિસોર્ટ બહાર બેરિકેડ લગાવી દીધા છે. અહીં આવતા તમામ વાહોનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.