99% લોકોને હંમેશા મુંઝવણ થાય છે કે બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા બન્ને એક છે કે અલગ અલગ, જાણો તેનો તફાવત ,આ ઉપયોગી માહિતી બીજાને અચૂક શેર કરો

દરેકના ઘરમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર વપરાતો હોય છે. ઘણા લોકો એવું માને છે કે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બન્ને એક જ છે. અને એકસરખું જ કામ કરે છે. પરંતુ તે બંને અલગ અલગ છે તે બંનેમાં ખૂબ જ ફરક હોય છે. અને બંનેનો ઉપયોગ કરવાની રીત પણ અલગ-અલગ હોય છે. આજે અમે તમને જણાવીશું કે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા માં શું તફાવત હોય છે.

બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નો ઉપયોગ કોઈપણ ખાવાની વસ્તુ ને બનાવવા માટે થાય છે જેમકે કેક, ઢોકળા, ખમણ, પેસ્ટ્રી વસ્તુ બનાવવામાં આવે ત્યારે આપણે ખાસ બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો ઉપયોગ કરીએ છીએ, તે ખોરાકમાંથી મળતા જ ફૂલી જાય છે બેકિંગ સોડા અને જોવામાં જ હળવા જેવા હોય છે અને બેકિંગ પાઉડર એકદમ જીણો, ચીકણો અને મુલાયમ હોય છે.

બેકિંગ સોડા જેને સોડિયમ બાયકાર્બોનેટ કહે છે. તે બેક ફૂડમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે એસિડ નથી. બેકિંગ સોડા અને મૂળભૂત રીતે મીઠું છે. આ મિશ્રણને નરમ બનાવે છે. જ્યારે બેકિંગ પાઉડર દેખાવમાં નરમ હોય છે બેકિંગ પાવડર માં બાઈક કાર્બોનેટ એસિડ જેવા ઘટકો આવેલા હોય છે. એવું કહી શકાય કે બેકિંગ સોડાનો ઉપયોગ નાન, ભટુરા, ઢોકળા, ખમણ વગેરે ચીજો બનાવવા માટે થાય છે. જ્યારે બેકિંગ પાવડરનો ઉપયોગ કેક અને બેકરી ને લગતી આઇટમમાં આવે છે.

બેકિંગ પાવડરનો ઉપયોગ બેકિંગ કરવા માટે ઉપયોગ થાય છે જે જોઈ શકાતું નથી. બેકિંગ સોડાનો ઉપયોગ છાશ, લીંબુનો રસ, સરકો જેવા ઘટકો હોય છે તેમાં થાય છે જ્યારે બેકિંગ પાવડરનો ઉપયોગ થતો નથી. જેમકે બિસ્કીટ બ્રેડ વગેરે બેકિંગ સોડાના બીજા ઘણા બધા ઉપયોગો હોય છે. જો તમે કપડાં ધોવાના સાબુ માં બેકિંગ સોડા મિક્સ કરો તો કપડા એકદમ સ્વચ્છ થઇ જશે. અને મેલ પણ તરત જ નીકળી જશે. આ સિવાય ટાઇલ્સ અને ચમકાવવા માટે પણ બેકિંગ સોડા ખૂબ જ ઉપયોગી હોય છે.

ચાંદીના વાસણ કે દાગીના ને ચમકાવવા પણ બેકિંગ સોડા નો ઉપયોગ કરી શકાય છે. વાસણ ચમકાવવા માટે એક ચમચી પાણીમાં ત્રણ ચમચી સોડા નાખીને કોઈપણ કપડા ની મદદથી દાગીનાને રગડવાથી એકદમ ચમકી ઉઠશે. બેકિંગ સોડા ખાટી વસ્તુ જેવી કે દહીં, છાશ, લીંબુ વગેરેના સંપર્કમાં આવવાથી જ કામ કરે છે જ્યારે બેકિંગ પાવડર ને પાણીમાં સંપર્કમાં આવતા જ તે કામ તેનું શરૂ કરી દે છે.

બેકિંગ પાવડર પાણી સાથે ઉપયોગ કરવાથી પણ એક્ટિવ થઈ જાય છે. બેકિંગ સોડાનો ઉપયોગ મોં માંથી દુર્ગંધ દૂર કરવા માટે પણ થાય છે. પાણીમાં થોડો થોડો બેકિંગ સોડા નાખીને કોગળા કરવાથી મોં માંથી દુર્ગંધ આવતી નથી. આ ઉપરાંત દાંતની પીળાશ દૂર કરવા માટે પણ બેકિંગ સોડા વપરાય છે. બેકિંગ સોડાનો ઉપયોગ એસિડિટીમાં રાહત મેળવવા માટે પણ થાય છે. રોજ સવારે ખાલી પેટે બેકિંગ સોડા સાથે લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી એસીડીટીની સમસ્યા કાયમ માટે છુટકારો મળે છે. બેકિંગ સોડાથી કિચન બાથરૂમની ટાઇલ્સ વગેરે પણ સાફ કરી શકાય છે તે જીવાણુનાશક હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here