માટલાના પાણી પીવા ફાયદા જાણીને આજે જ છોડી દેશો ફ્રિજનું પાણી

પેઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે.

આજે પણ ઘણા એવા ઘરો છે જેમાં ફ્રિજના ઠંડા પાણીની જગ્યાએ માટલાનું જ પાણી પીવાનું પસંદ કરે છે.

કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, માટીમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. માટે માટલાનું પાણી આપણને સ્વસ્થ રાખે છે. જાણો, માટલાનું પાણી પીવાના બીજા ફાયદા વિષે.. જો કે આજકાલ બહુ ઓછા લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો:

નિયમિતપણે માટલાનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્લાસ્ટિકના બોટલમાં પાણી સ્ટોર કરવાથી તેમાં પ્લાસ્ટિકની અશુદ્ધિઓ ભળે છે. જાણવા મળ્યું છે કે, માટલામાં પાણી સ્ટોર કરવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધી જાય છે.’

ગળું ખરાબ નહીં થાય:

ઘણી ણી વાર ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી ગળાની સાથે સાથે શરીરના અન્ય અંગો પર પણ આડઅસર થાય છે. ફ્રિજનું પાણી કાયમ પીવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ગળું ખરાબ થાય છે. જ્યારે માટલાનું પાણી ગળા પર સૂધિંગ ઈફેક્ટ આપે છે.

પેટ રહે છે સાફ:

એસિડિટીનું મુખ્ય કારણ છે, પાચનતંત્ર ઠીક રીતે કામ ન કરતું હોય. પરતુ માટલાના પાણીમાં ઉપસ્થિત પ્રાકૃતિક મિનિરલ્સથી એસિડિટીની સમસ્યામાંથી છૂટાકરો મળે છે.

ગર્ભવતી સ્ત્રી માટે ફાયદાકારક:

પ્રેગ્નેન્ટ લેડીઝને સલાહ આપવામાં આવે છે કે તે ફ્રિજનું ઠંડુ પાણી પીવાને બદલે માટલાનું પાણી પીએ. કારણકે તે સ્વાસ્થ્ય માટે સારું પણ હોય છે અને માટીની ભીનાશને કારણે ગર્ભવતી મહિલાને સારો અનુભવ થઈ શકે છે.

શુદ્ધીકરણના ગુણ:

માટીમાં શુદ્ધીકરણના ગુણ હોય છે જે દરેક ઝેરી પદાર્થો એબ્ઝોર્બ કરી લે છે અને પાણીમાં જરુરી પોષક તત્વો ઉમેરે છે.

પાણીમાં PHનું સંતુલન:

માટીમાં રહેલા ક્ષારીય ગુણ પાણીની અમ્લતા સાથે પ્રભાવિત થઈને, યોગ્ય PH સંતુલન પુરું પાડે છે. આ પાણી પીવાથી એસિડિટી કંટ્રોલ કરી શકાય છે અને પેટના દુ:ખાવામાં પણ રાહત મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here