શું તમે જિન્સ પહેરો છો? તો ખાસ જાણી લો આ પાંચ વાતો
આજની આ 21 મી સદીમાં કોણ જીન્સ નથી પેહરતું? આજે વિશ્વમાં સૌથી વધુ વેચાણ થતું હોય તો એ ડેનિમ જીન્સ નું જ હોઈ છે,ત્યારે આજે અમે આપને 5 વાત જણાવીશું, જે આપ જિન્સ પહેરતા હોઈ એટલે આપને લાગુ પડશે.
પર્સનાલિટીને પહોંચે છે નુકસાન
સામાન્ય રીતે જિન્સ હવે રોજબરોશના વપરાશમાં લેવાતું વસ્ત્ર બની ગયું છે. ક્લાસિક, પ્લેઈન સહિત અનેક પ્રકારના જિન્સ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. એક સારૂ જિન્સ શોધવામાં યુવાઓ કલાકો વેડફે છે. આ જિન્સના અનેક પ્રકાર એવા પણ હોય છે. જે તમને નુકસાન પહોંચાડી શકે છે. જોકે, વોર્ડરોબમાં અનેક પ્રકારના જિન્સ હોવા છતાં તમે કેટલીક ભૂલ એવી કરો છો. જેની તમને જાણ પણ હોતી નથી. આ ભૂલો ટાળવી જોઇએ.
The crop at the અંકલે
આ પ્રકારનું જિન્સ પહેરવા માટે તમારે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે લાંબા હોય કે ઠીંગણા સિલાઇને લગતી બાબત જાણવી જરૂરી છે. આ સ્ટાઈલ તમારી લંબાઈ પર આધાર રાખે છે. દરેક લોકોને ક્રોપ જિન્સ સારૂ લાગતું નથી. સારૂ ક્રોપ જિન્સ એને જ કહેવાય જેની લંબાઇ ઘૂંટી પરથી થોડી ઉપર હોય.
Light-Wash For The નિઘટ
આપણે ગમે તે રીતે જિન્સ પહેરી લેતાં હોઇએ છીએ પરંતુ આમ કરવું તે ભૂલ છે. સામાન્ય રીતે ડાર્ક જિન્સ સાંજ માટે અને લાઈટર શેડના જિન્સ દિવસમાં સારો ઉઠાવ આપે છે. જિન્સ આ રીતે જ પહેરવા માટે બનાવાયાં છે. તો હવે નેક્સ્ટ ટાઇમ તમે જ્યારે જિન્સ પહેરવાનો વિચાર કરો તો આ બાબતને જરૂરથી ધ્યાનમાં રાખશો.
Layering up on the ફીટ
રેતીના ઢગલા મજૂર માટે અને પુસ્તકોના બંડલ લાઇબ્રેરિયન માટે જેમ અનૂકુળ હોય છે તે જ રીતે જિન્સ વ્યક્તિ માટે અનૂકુળ હોવું જોઇએ. જો તમે પહેરેલું જિન્સ શૂઝ પર આવતું હોય તો તમારે દરજીની મુલાકાત લેવી જોઇએ. ઉપરાંત જો તમને આ પ્રકારનું જિન્સ પહેરવું ગમતું હોય તો તમારે પર્સનાલિટીનું પણ ધ્યાન રાખવું જોઇએ.
સ્લિમ ફિટ પહેરતી વખતે ટાળો આ ભૂલ
સ્કિની જિન્સ અથવા સ્લિમ ફિટમાં નાનો એવો તફાવત રહેલો હોય છે. સ્લિમ ફિટ એટલે જિન્સ પર રહેલી કરચલીઓ સહેજ વળતી દેખાવી જોઇએ જ્યારે સ્કિની ફિટમાં કરચલીઓ જરાપણ દેખાવી ન જોઇએ. જ્યારે તમે જિન્સ પહેરો ત્યારે આ બાબત હંમેશા ચેક કરવી જોઇએ. જો તમારે પાતળા પગ હોય તો આ પ્રકારના જિન્સ પહેરવાથી બચવું જોઇએ.
બેલ્ટ પહેરવો જોઇએ
જો તમે વાઈડ અને સ્કિની જિન્સ પહેરવા ઇચ્છતાં હો તો તમારે બેલ્ટ પહેરવો જોઇએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે તમે મનગમતું જિન્સ ખરીદી લીધું અને તે ફિટ ન હોવા છતાં તમારે પહેરવું પડે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં જો તમે બેલ્ટ નહીં પહેરો તો વધું પડતું ઢીલું લાગી શકે છે. જે તમારી પર્સનાલિટીને ખરાબ કરી શકે છે.