આજની વ્યસ્ત અને ફાસ્ટ જિંદગી માં ઘણા બધા લોકો ડાયાબીટીસ નો ભોગ બન્યા છે. સુગર ને કંટ્રોલ કરવા માટે જેટલું મહત્વ દવાનું છે એટલું જ કસરત અને ખાણીપીણીનું છે. ડાયાબીટીસ એક ધીમી ગતી એ શરીર માં પ્રવેશ તો એક ગંભીર રોગ છે. તો ચાલો આજે આપણે જાણીએ કેવીરીતે રસોડાની વસ્તુ નો ઉપયોગ કરીને ડાયાબીટીસ ને કંટ્રોલ માં રાખી શકાય.
કડવા કરેલાનો રસ ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ચરાન્ટીન નામનું તત્વ હોય છે જે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. સવારે તેનો રસ ખાલી પેટ પીવાથી ફાયદો થાય છે. બીલીપત્ર ના પણ ડાયાબિટીઝથી રાહત મેળવવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. તેનું સેવન કરવા માટે, સરકો પીસીને તેનો રસ કાઢો. હવે એક ચપટી મીઠું અને મરી નાખીને 20 મિલીલીટર પીવો. રોજ આમ કરવાથી ફાયદો થશે.
પાણીનો પીવાથી શરીર માં સ્ફૂર્તિનો અનુભવ થાય છે. અને શરીરમાં રહેલ ગ્લુકોઝ ને શરીર ની બહાર કરવામાં કિડનીને મદદ કરે છે. પાણીનું કેલોરીક મૂલ્ય શૂન્ય હોઈ વધુ પ્રમાણ મા પાણી પીવાથી બ્લડ સુગર વધારો થતો નથી. જ્યારે અન્ય પીણાંઓ વધુ પીવાથી બ્લડ સુગર વધી જવાની શક્યતા રહેલી હોય છે. એક પીણાં તરીકે પાણી ડાયાબિટીસ ના દર્દી માટે આદર્શ છે.
આમલીના કચૂકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે. લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. કૂમળાં કારેલાંના નાના કડકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
ડાયાબિટીસના દર્દી ઘણી વાર કંટાળીને પોતાની બંધ કરી દે છે. જેના કારણે સ્વાસ્થય ઉપર ગંભીર અસર થાય છે. અને વધુ પડતી દવાઓ ની રીતે શરીરમાં આડ અસર થાય છે. અને બીજી બીમારીઓ શરીરમાં પ્રવેશે છે. આયુર્વેદ પ્રમાણે ડાયાબિટીસને કંટ્રોલ માં કહી શકાય છે અને મટાડી પણ શકાય છે.
એક ચમચી જેટલી મેથી ને અથવા ૧૦ થી ૧૨ મેથીને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણાં કોઠે પાણી પી જવાનું અને પલાળેલી મેથી ચાવી જવાની આ પ્રયોગ ત્રણ મહિના સુધી કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે.
૫૦ ગ્રામ લીલી હળદર તુલસીના પાન 10, 30 બીલીપત્રના પાન વાટીને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળવા અને સવારે બધી વસ્તુને મસળીને કપડાથી ગળી નરણા કોઠે પી જવું એક કલાક સુધી કંઈ ખાવું પીવું નહીં. આ પ્રયોગ ૨૧ દિવસ સુધી કરવાથી ડાયાબિટીસ સાવ મટી જાય છે.
એક ચમચી હળદર અને આંબળાનું ચૂર્ણ ભેગા કરી રોજ સવાર-સાંજ પીવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. હરડે, બહેડા, કડવા લીમડાની અંતરછાલ, મામેજવો, જાંબુડાના ઠળિયા સરખે ભાગે લઈ તેની ફાકી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર ખૂબ જ ફાયદાકારક છે. ગાજર શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જાળવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ડાયાબિટીસના દર્દીને પાલક ખૂબ જ ફાયદાકારક છે પાલક સરળતાથી પચી જાય છે. અને બ્લડ સુગરને વધવા દેતું નથી. એટલે પાલક ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ શરીરના તાપમાનને ઠંડક આપવા અને આરોગ્ય સુધારવામાં પણ મદદ કરે છે.
ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓએ તજનું રોજ સેવન કરવું જોઈએ. સામાન્ય સુગર ના દર્દી ને થોડી થોડી વારે કંઈ ખાતા રહેવું જોઈએ. એકસાથે વધારે પડતું ના ખાવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા પોતાની સાથે કોઈ ગળી વસ્તુ જેવી કે ગ્લુકોઝ સાકર કે ચોકલેટ રાખવી જોઈએ.
ડાયાબીટીસ ના દર્દી માટે બારમાસી ખુબ જ ફાયદાકારક છે. બારમાસી ના ફૂલ ૪-૫ અને ૪-૫ બારમાસી ના પાન ને સાંજે પલાળી સવારે નરણા કોઠે લેવાથી ડાયાબીટીસ માં ખુબ જ રાહત થાય છે. આવું ૩ મહિના સુધી લેવાથી ડાયાબીટીસ સાવ જ મટી જાય છે.