મળ્યું નહીં ચાર ગજ કપડું, કપડાં ના શહેર માં, ઝીલવા માટે જીવને, ઝીલ્યા તમે મોબાઈલ માં, માનસાઈ રહી નથી હવે આ જગતમાં.
જ્યારે આ બાળકીઓ સુરતમાં થી સિદ્ધિ સ્વર્ગ માં જઇ પહોંચી ત્યારે ખુદ ભગવાન પણ રડી પડ્યા હશે કે તમે કોની ભૂલ થી અહીં પહોંચી ગયા ?
વાંચો એ દીકરીઓ-દીકરાઓ જ્યારે સ્વર્ગ પહોંચી ને માતા-પિતા ને શુ કેહતા હશે..
પૂજ્ય માં-બાપુ..
અમે અહીં તમારા થી દુર ભગવાનની પાસે પહોચી ગયા છે, પરંતુ તમને અમારા વિના નહીં ગમે એમ અમને પણ તમારા વિના નથી ગમતું, ભગવાન પણ કાલે અમને જોઈને રડતા હતા કે તમે કોના વાંકે અહીં આવ્યા ?
અમે ખુદ તમને વંદન કરીને રોજ પગે લાગતા અને અમારું ભણતર સુધારવા જતા, અમને પણ મન માં આશા હતી કે મોટાં થઇ ને અમે પણ અમારા માતા-પિતા જે કામ કરે છે તેમને આરામ આપીશું, અમે આખી દુનિયામાં મેહનત કરીશું પણ તમને તમારી જિંદગીમાં આરામ જે તમે આજસુધી જોયો નથી તે આપીશું.
અમને ખબર છે કે મારા માતા બોવજ જલ્દી ઉઠી ને ઘરનુ કામ પતાવતા અને મારા વહાલા પિતા મને સારું શિક્ષણ મળે એની ફી ની ચિંતા માં એ આંખો દિવસ કામ કરતા, કે મારી દીકરી આર્કિટેક્ચર બને.
હું પણ રોજ સપના જોતી કે હું એક દિવસ આખી સોસાયટીનો નકશો બનાવતી હોઈશ અને એના આવેલ રૂપિયા થી હું મારા માતા-પિતાને એમનું ગમતું ઘર બનાવી આપીશ.
પણ અમને ક્યાં ખબર હતી કે આ ટ્યુશન-ક્લાસીસ જ અમારો કાળ બનશે ?
જ્યારે આગ લાગી ત્યારે અમે ગભરાઈ ગયા હતા, આવા સમયે મેડમ અમને મૂકીને ક્યાં ચાલ્યા ગયા ?
જીવ અમારે પણ બચાવવો હતો, અમે પણ વિચારતાં કે હમણાં નીચે ઉતરી જઈશું, પણ ત્યાં દાદરો જ લાકડાનો હોઇ એ સૌથી પહેલો સળગી ઉઠ્યો સાથે અમારા અરમાનો ને પણ એ દાદરો સળગાવતો ગયો.
અમે ત્યાં સુધી મક્કમ હતા કે અમને ફાયર બિગ્રેડ આવીને બચાવશે એ માટે અમે છેલ્લે સુધી જિંદગી સાથે ઝઝૂમતા રહ્યા,પણ ફાયર બિગ્રેડ પણ નિઃસહાય નીકળી ત્યારે અમે બે માંથી એક રસ્તો પસંદ કર્યો, કે નીચે પડીશુ તો હાથ-પગ તૂટશે અથવા અમે તમને ક્યારેય જોઈ નહીં શકીયે નીચે પડી ને, અને બીજો રસ્તો અહીં જ રાહ જોઈ ને જીવતા મરી.
પણ અમે હજુ બહાર નીકળી શકીયે ત્યાં સુધી ધુમાડા એ અમને બેભાન બનાવી દીધા,જેટલા ને ધુમાડો અસર ના કર્યો તેટલા કૂદી કૂદી ને નીચે પડી રહ્યા હતા કે અમારો જીવ કદાચ બચી જાય.
અમે પણ વિચારતા કે અમે નીચે કૂદી જઈશું, પણ એ અફરા-તફરી અને ઉતાવળે ક્યાંય અમને રસ્તો ન મળ્યો, અમે આગ થી બચવા તમામ પ્રયત્ન કરતા રહ્યા, અમે તો એક બીજાને બાથ ફરી લીધી કે આગ આ રીતે તો અમને બહુ નહીં બાળી શકે, પણ અફસોસ કે અમે ખોટા પડ્યા.
અમે તમને ફોન કર્યા કે હવે પપ્પા મને ભૂલી જાજો, પણ કયો બાપ આ દુનિયામાં ભૂલે એની દીકરી-દિકરા ને ?
પણ આ શું કામ થયુ ? થોડાક રૂપિયા કમાવવા શરૂ થયેલ કલાસીસ ના લીધે ? કે વધુ રૂપિયા કમાવવા બે-નંબર માં બાંધેલ બિલ્ડર ના લીધે ? કે સેફટી- વગર આવડી ઊંચી 4 માળ ની ઇમારતની પરમીશન આપનાર અધિકારી ના લીધે ?
ખેર હવે અમે તો ના બચી શક્યા, પણ હવે આવા કોઈ કારણ થી કોઈ બાપ ની દીકરી દૂર ના થાય એનું જવાબદારી તમામ બાપ એ સમજીને આ લડત ચાલુ રાખવી પડશે.
ક્યાંક તમે ગુસ્સો ઓછો કરશો તો સરકાર પાછી આળસ ના કરે એ જોવાનું ધ્યાન તમામ વિદ્યાર્થીઓ ને કહેજો.
અને ખાસ માં-બાપુ તમે ખ્યાલ રાખજો, ફરીવાર નવા જીવન મળશે ત્યારે અમે પણ સાચવીશું.
નોંધ- આ પત્ર કાલ્પનિક છે, પણ આ પત્ર એ સુતેલા લોકોને જગાડવા માટે લખ્યો છે, જે હજુ એક મોટી દુર્ઘટના થાય ફરી જાગશે, આભાર.