દીકરીના મોઢામાં પડેલ દાગને જોઈ માં ચોંકી ઉઠી, પછી ડોક્ટરે કહ્યું…

દીકરીના મોંમાં કાળો ડાઘ જોઈને ડરી ગઈ મા, ડોક્ટરે તપાસ કરતાં ખબર પડી કે…

દીકરીની હરકતના કારણે પરેશાન માતા

માતા-પિતા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરતાં હોય છે અને તેઓ તેમને સહેજ પણ તકલીફમાં જોઈ શકતા નથી. જો બાળકને કંઈ થઈ જાય તો માતાનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. આવું જ કંઈક બન્યું એક દીકરીની માતા સાથે. એક માતા પોતાની દીકરીની નાની હરકતના કારણે એટલી પરેશાન થઈ ગઈ કે જાણીને તમને થોડું અજીબ લાગશે અને હસવું પણ આવશે. આ અજીબ કિસ્સો એક નાની બાળકીના કારનામા વિશેનો છે. જ્યારે માતા પોતાની દીકરી સાથે રમી રહી હતી ત્યારે તેની નજર અચાનક તેના મોંમાં ગઈ.

બાળકીના મોંમાં જોવા મળ્યું કાળું નિશાન

માતાએ જોયું કે દીકરીના મોંનો ઉપરનો ભાગ થોડો કાળો પડી ગયો છે. આ જોઈને તે ડરી ગઈ. નિશાન જોઈને બાળકીની માતા ડારિયન ડિપ્રેતાએ તે કાળું નિશાન હટાવવા માટે ઘણી મથામણ કરી. થોડીવાર બાદ તેણે ડરતા ડરતા ડોક્ટરને ફોન કર્યો.

ડોક્ટર પણ કંઈ કરી ન શક્યા!

બાળકીના મોંની અંદર કાળો ડાઘો જોઈને ડોક્ટરે કહ્યું કે તેમણે આ પહેલા આવો કેસ જોયો નથી. આ સાંભળીને બાળકીની માતા વધારે ડરી ગઈ. આ સાંભળીને બાળકીની માતા વધારે ડરી ગઈ. તપાસ બાદ ડોક્ટરે મહિલાને કહ્યું કે આ ડાઘ જન્મથી હોઈ શકે છે. આ વાતનો ઈનકાર કરતાં બાળકીની માતાએ કહ્યું કે એવું બની શકે નહીં કારણ કે તે રોજ તેનું મોઢું સાફ કરે છે.

બીજા ડોક્ટરે જણાવી ચોંકાવનારી વાત

જે બાદ બાળકીની માતા તેને બીજા ડોક્ટર પાસે લઈને ગઈ હતી. પરંતુ જ્યારે તે બીજા ડોક્ટર પાસે લઈને ગઈ તો ડાઘ થોડો સફેદ થઈ ગયો હતો. જ્યારે નર્સે તે નિશાન હટાવવાનો પ્રયાસ કર્યો તો તે સાફ થઈ ગયો. નર્સે જણાવ્યું કે કાળો ડાઘ બોક્સનો એક ટુકડો હતો, જેને બાળકી ચાવી ગઈ હતી અને તે ટુકડો મોંમા ફસાઈ ગયો હતો.

આ સાંભળીને આવી થઈ માતાની હાલત

આ સાંભળી પહેલા તો મહિલા રડવા લાગી અને બાદમાં હસી પડી હતી. આ ઘટનાને મહિલાએ સોશિયલ મીડિયા પર એક તસવીર દ્વારા શેર કરી છે. જેને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. મહિલાએ લખ્યું કે તેમની દીકરીને દાંત આવી રહ્યા છે જેના કારણે તે દરેક વસ્તુ ચાવવાનો પ્રયાસ કરે  છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. પોસ્ટને અત્યારસુધીમાં 15 હજાર કરતા વધારે લાઈક મળી ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here