પુત્રીએ કર્યો લવર માટે આપઘાત, તો બાપ એ લખ્યો પુત્રીની યાદ માં પત્ર

એક ની એક સંતાન, લગ્ન ન 9 વર્ષ બાદ જ્યારે કોઈ સંતાન ના આવ્યું ત્યારે રમીલાબેન અને રમેશલાલ એ હજારો બાધા અને આખડી રાખી કરોડો રૂપિયા દવાખાને ખર્ચ્યા.

ત્યાર બાદ એક દિવસ તેમના જીવન માં સુખ નો સૂરજ ઉગ્યો અને લગ્ન ન 10 વર્ષે તેમને એક બાળકી આવી. હવે આવી બાળકી જ્યારે એક પ્રેમ માટે આપઘાત કરે ત્યારે એક બાપ ના જીવને કયી રીતે આ દુનિયા ગમે ?

ત્યારે એક બાપ પોતાની બેટીના યાદ માં પત્ર લખે છે એ આપ હવે વાંચો..

પ્રિય મારી લાડકી, આજે હું તને મારા દિલ ની વાત કરું. કદાચ તું દુનિયામાં જ્યાં હોઈ ત્યાં તું આ વાંચજે મેં હજારો બાધા કરી અને કરોડો રૂપિયા ખર્ચ્યા ત્યારે મને એક બાળકી રૂપે તું મળી. કેહવાય છે બાળકી બોવ ઓછા લોકો ને મળે છે.

તમામ બાપ ના કિસ્મતમાં “દીકરીનો બાપ” બનવાનું કિસ્મત નથી હોતું. પણ હું નસીબદાર હતો. જ્યારે તારો જન્મ થયો અને તારી માં દવાખાનામાં બેભાન હતી અને નર્ષ તને નવડાવીને બહાર લાવી ત્યારે તું દુનિયામાં પેહલી વાર મારા હાથમાં રડી હતી પણ બેટા તું ભલે રડતી હતી પણ હું ખુશ હતો કેમ કે આજે મેં તને પહેલીવાર જોઈ હતી.

બેટા મને તો તારી સાર સંભાળ લેતા પણ નહોતું આવડતું, પણ હું તે વખતે તને કોઈને આપતો નહીં કેમ કે એક બાપ અને દીકરી નું બંધન આ દુનિયામાં એક બાપ અને દીકરીજ સમજી શકે.

જ્યારે તારા માં ના શરીરમાં થી દૂધ નહોતું નીકળતું ત્યારે હું પણ બેટા તારી જોડ જોડ રડ્યા કરતો હતો. જ્યારે તું 2 મહિનાની થઈ અને કદાચ તે વખતે તને કોઈ રસી નું ઇન્જેક્શન આપ્યું ત્યારે મારા થી વધુ નિરાશ આ દુનિયામાં કોઈ નહોતું કેમ કે તું બોવજ રડી હતી બેટા ત્યારે જ્યારે તું પેહલી વખત પોતાના પગે ચાલતા થઈ ત્યારે હું મારા બાળપણમાં ખોવાઈ જતો.

2 વર્ષ તને થયા અને મને બાપ બને 2 વર્ષ થયાં તું 2 વર્ષ ની થતા સુધી રોજ રાત્રે જાગતી અને સાથે સાથે હું પણ જાગતો. તું તો દિવસે આરામથી સુઈ જતી પણ મારે તો નોકરી હતી હું ક્યાંથી સુવ ???

તું પેહલી વાર જ્યાર સ્કૂલમાં જતી થઈ તો મેં આખા ઘરની વિરુદ્ધ જઇ ને તારા માટે અંગ્રેજી માધ્યમ ની સ્કૂલ પસંદ કરી મને થોડુંક આવડતું હતું અંગ્રેજી પણ આપણા ઘર ના ને તો એબીસીડી પણ નહોતી આવડતી.

તું જ્યારે તારા સ્કૂલ થી ઘરે આવતી અને મેડમની શિખવાડેલી પોયમ ગાતી “ટ્વીકલ ટ્વિનકલ લિટ્સ સ્ટાર” માય ડેડ ઇસ માય સ્ટાર. ત્યારે મારા આખા દિવસ નો થાક આ તારા 2 લાઈન થી દુર થઇ જતો.

જ્યારે તું 7 માં ધોરણ માં આવી અને તને ટાયફોડ થયો ત્યારે મેં લાખો રૂપિયા વ્યાજ ના લાવી ને તને સેવા કરી.

જ્યારે તું 10 માં ધોરણમાં આવી ત્યારે તારે બોર્ડ ની પરીક્ષા હતી અને તને રાત્રે જગાડવા માટે હું જિંદગીમાં પહેલીવાર કોફી બનાવતો. આ પેહલા મેં ક્યારેય કોફી નથી બનાવી પણ મેં તો પાણી પણ ગરમ નથી કર્યો

જ્યારે તું 10 માં 87% લાવી ત્યારે મેં આપણા ગામ ના તમામ ઘરો માં 5-5 પેડા વ્હેચ્યા હતા. અને આપના ફરિયાને સાંજે જમાડયું હતું. ત્યારે તું કેટલી ખુશ હતી મારા કાળજા ના કટકા.

જ્યારે તું 11 સાયન્સ માં જોઈન થઈ ત્યારે મેં તને આખા ઘર ના વિરોધ વચ્ચે એક્ટિવા અપવાયું જેથી તું ભણી શકે અને ટાઇન બચાવી શકે.

12 માં સાયન્સ ના પણ તે બેટા મારું નામ રોશન કર્યું. અને ફરીવાર તે 82% લાવી હવે મોટો પ્રશ્ન મારા માટે હતો કેમ કે તારે ડોકટર બનવું હતું માટે MBBS કરવું હતું આ માટે મારે પૈસા ની સગવડ કરવાની બાકી હતી.

જેથી મેં આપણા 10વિઘા ની જમીન માં 2 ભાગ પાડી ને 5 વિઘા વેચી દીધા. અને તને ફી તથા ડોનેશન ભર્યું.

જ્યારે તારા તમામ ખર્ચા આવતા ત્યારે બાપ ખુશી ખુશી થી ભરી દેતો અને આખા ગામ ને કહેતો મારી વનિતા ડોકટર બની જશે પછી હું ક્યાંય કામ નહીં કરું બસ આરામ કરીશ ખાલી .અને મારી વનિતા સાથે બેસી ને વાતો કરીશ. ત્યારે આખું ગામ મારી વાત સાંભળી ને વાહ વાહ કેહતું કોઈ કહેતું કે રમેશલાલ વનિતા પરણી ને જશે તો તમે ક્યાંથી આરામ કરવાના.

આ વખાતે મને ગુસ્સો આવતો કેમ કે બાપ પોતાની દીકરી થી દુર કેમનો થાય. આ જગત માં ક્યાં બાપ ને પોતાની દીકરી ને બીજા ને સોંપવી ગમે પણ આ તો મજબૂરી છે સંસાર ની.

આ સમય માં તારી માં બીમાર પડી મેં આ શહેર ના શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ ડોકટર ને બતાવ્યું. અરે મેં તો આ દુનિયામાં થનારા શ્રેષ્ઠ ડોકટર એટલે તને પણ બતાવ્યું પણ હું તારી માં ને ના બચાવી શક્યો હવે આપણા ઘરમાં આપણે બેજ હતા બાપ દીકરી બેજ.

તારું ડોકટર નું છેલ્લી વર્ષ માં હું આખા ગામ ને કહેતો કે હવે વનિતા ને એક જ વર્ષ બાકી છે ડોકટર બનવાનાં. ત્યારે ગામ કેહતું રમેશ લાલ ગરીબો માટે હોસ્પિટલ માં જગ્યા રાખજો.

ત્યારે હું કહેતો મારી વનિતા ક્યારેય કોઈ ગરીબ જોડ ડોકટર તરીકે ફી નહિ લે અને આપણા ગામ ના ને તો મફત દવા આપશે.

એવીજ એક રાત્રી એ હું જમવાનું જમી ને હજી સુવાની તૈયારી કરતો હતો ત્યારે જોડે વાળા ને ત્યાં એક ફોન આવ્યો જે તારી હોસ્ટેલમાં થી હતો. અને કહ્યું તમારી વનિતા ને કૈક થયું છે જલ્દી આવો.

હું તરત આજુ બાજુ વાળા ના બાઈક પર બેસી ને આવ્યો પણ અફસોસ કે તે એક વાર વાત કરવા પણ ના રોકાઈ હું આવ્યો ત્યારે તારું શરીર તારા રૂમ ના પંખા સાથે લટકતું હતું.

આ જોઈને હું અર્ધો મરી ગયો, હું વિચારી જ નહોતો શકતો કે તું આવું પગલું ભરસે. હું કઈ બોલી નહોતો શકતો કેમ કે કયા બાપ ની ત્યારે જીભ ચાલે ? પણ બેટા હવે શું કહું હું ???

તારે કોઈ જોડ પ્રેમ હતો એ પણ મને તારા ગયા પછી ખબર પડી કેમ કે મેં તારી ઉપર ક્યારેય શક નહોતું કર્યું. હું તો તને આ દુનિયા ની સૌથી સુખી વ્યક્તિ જોવા માંગતો હતો. બેટા તારે એક વાર તો મને કહેવું હતું કે મારે આ છોકરા જોડ પરણવું છે.

કયા બાપ ની ખુશી દીકરી થી મોટી હોઈ ?? બધા ની જેમ મને પણ દીકરી વળાવવી ગમતી પણ તે તો આ મોકો પણ ના આપ્યો તારી માં ગઈ ત્યારે મને જેટલુ દુખ નહોતું થયું તેટલું આજે છે. કેમ કે માં ગઈ ત્યારે તું હતી.

આજે તો તમે બેવ નથી આજે હું ગામ માં ક્યાંક 10 રૂપિયા ના ભજીયા ખાઈ ને જીવન ગુઝારી લવ છું કેમ કે મને ક્યાં બનાવતા આવડે છે.

હવે ક્યાં એ શક્તિ રહી, વધેલા 5 વિઘા જમીન મેં દાણે આપી છે જેથી હું 1 વખત તો કશું ખાઈ શકું. મારા સપના ક્યાંથી ક્યાં આવી ગયા બસ દીકરી આટલી જ હતી તારી વાતો હવે આને લઈ ને હું જીવીશ.

હું પેહલા વિચારતો કે હું મરીશ ત્યાર મારી વનિતા નો પુત્ર મને મુખઅગ્નિ આપશે. હવે વિચારું છું કે મને કોણ આપશે. મને 4 કાંધ ???

ચાલ દીકરા હવે તું જે દુનિયામાં હોઈ ત્યાં ખુશ રહેજે, હું પણ હવે થોડો સમયમાં તારી જોડ આવતો રહીશ, ઉપર તું તારા માં ને મળજે. અને આવા કામ માટે તું તારા માં જોડ માફી માગજે.

જો તમને આ પત્ર ગમ્યો હોઈ તો ફરજીયાત શેર કરો જેથી કોઈ બાપ અને દીકરી જુદા ના થાય.

તમામ ફોટા ફેસબુક ઉપરથી લેવામાં આવ્યા છે. તો માલિકી હક્ક તેમનો જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here