જાણો સેક્સના અતૂટ ફાયદાઓ, જાણી ને રોજ કરશો તમે આ કામ

1. હૃદયનું આરોગ્યસુધરે છે.

સેક્સ તમારા દિલને સારી રીતે ધબકતુ રાખવામાં સારો ભાગ ભજવે છે. એક સંશોધનમાં એક વાત સાફ થઈ છે કે, અઠવાડિયામાં બે થી વધારે વખત સેક્સ કરનાર લોકો કરતાં મહિનામાં એક વખત સેક્સ કરતાં લોકો કરતાં હાર્ડ અટૈકનો ખતરો ઓછો રહે છે.

2. સ્ટ્રેસ ઘટે છે

કામનો ભાર અથવા ફેમિલિ પ્રૉબ્લેમ્સથી સ્ટ્રેસમાં છો ? તો તેનાં કારણે બેડરૂમમાં પોતનું પરફૉર્મન્સ ઓછુ ન થવા દેવું જોઈએ. સેક્સ કરવાથી તમારો મૂડ તો સુધરશે પણ તેની સાથે તમે સ્ટ્રેસનો મુકાબલો પણ સારી રીતે કરી શકશો. સ્ટ્રેસમાં અવનવા ખરાબ વિચારો મગજમાં દોડયા કરતાં હોય છે અને તેનાં કારણે ઘણા લોકો સ્ટ્રેસમાં આવીને જીવન ટૂંકાવી દેતા હોય છે. તેથી સેક્સ તમારા સ્ટ્રેસને ઓછુ કરવામાં તમને મદદ કરશે.

3. દુખાવો ઓછો થાય છે.

જો તમે સેક્સ ન કરવા માટે માથાનાં દુખાવાનો બહાનું બનાવો છો તો તમે તે ખોટુ કરી રહ્યાં છો કેમ કે, સેક્સ કરવાથી તમારા માથાનો દુખાવો આપોઆપ ઘાયબ થઈ જશે. સેક્સનાં સમયે જ્યારે તમે ઉગ્ર ઉત્તેજનાના અતિરેકે પહોંચશો ત્યારે શરીરમાં ઑક્સિટૉસિન હારમોનનું લેવલ પાંચ ઘણુ વધી જાય છે જેનાં કારણે તણાવ અને માથાનો દુખાવો ઓછો થઈ જાય છે.

4. રક્ત પરિભ્રમણા વધે છે.

જ્યારે તમે સેક્સ કરો છો ત્યારે શરીરનાં દરેક અંગ અને સેલ સુધી ફ્રેશ બ્લડ સપ્લાય થતો હોય છે. સેક્સ દરમિયાન યૂજ્ડ બ્લડ હટી જાય છે અને તેની સાથે સાથે શરીરમાં રહેલ ઝેરીલી વસ્તુઓ પણ હટી જાય છે. જેનાથી તમે તાજગી અનુભવો છો.

5. ઊંઘ સારી આવે છે.

લવ મેકિંગ બાદ જેવા તમે ઊંઘો છો ત્યારે તમે રિલેક્સ અનુભવો છે. જેથી તમે સારી ઊંઘ લઈ શકશો અને ઊંઘ સારી આવે તો તમે ફ્રેશ અને ફિટ રહેશો.

6. ફિટનેસ સારી રહે છે.

તમારા પાસે જિમ જવાનો અને ઘરે જિમ કરવાનો સમય નથી તો સારૂ રહેશે કે તમે રેગ્યુલર સેક્સ કરો જેનાથી 80 થી વધારે કેલરીનો વપરાશ થાય છે. જેથી શરીરની ફિટનેસ બની રહેશે.

પુરુષોને સેક્સ કર્યા પછી ભરપૂર ઊંઘ આવે છે.

સામાન્ય રીતે પત્નીઓ એવી ફરિયાદ કરતી હોય છે કે, પતિ સેક્સ કર્યા પછી નસકોરા બોલાવવા લાગે છે પરંતુ તેની પાછળનુ કારણ હવે સમજાઇ ગયુ છે. તેની પાછળ તેમના શરીરમાં થનારા રાસાયણિક બદલાવો જવાબદાર હોય છે. જો પુરુષ કોશિશ કરે તો તેની પર પણ નિયંત્રણ લાવી શકે છે.

100 પુરુષો પર કરવામાં આવેલા એક સર્વેના આધારે પુરુષોએ સ્વીકારી લીધુ છે કે, સેક્સ કર્યા પછી તરત જ તેમને ઊંઘ આવી જાય છે પરંતુ તેની પાછળ કયુ કારણ છે તે સ્પષ્ટપણે જાણી શકાયુ ન હતુ. માનવામાં આવી રહ્યુ છે કે, સેક્સ દરમિયાન પુરુષના શરીરમાં ઓક્સિટોસીન હોર્મોનનો સ્ત્રાવ વધી જાય છે જે આરામનો અનુભવ કરે છે અને પછી પ્રોલેક્ટિનનુ સ્ત્રાવ તેમને ઊંઘ લાવી દે છે.

જો કે, હવે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓ સત્યને જાણી ગયા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ક્લાઇમેક્સ દરમિયાન તેમના સરબેરલ કોર્ટેક્સ બંધ થઇ જાય છે. ફાંન્સના વૈજ્ઞાનિક સ્ટોલેરુએ જણાવ્યુ હતુ કે, તેમની વિચારવાની ક્ષમતા બંધ થઇ જાય અને મગજ તરત જ એવો સંકેત આપે છે કે, સુઇ જાઓ. બીજી મહિલાઓ.

જો તમે તમારી રુટિન સેક્સ લાઈફથી કંટાળી ગયા હો અને કંઈ નવું કરવાનું વિચારતા હો તો તમે એકદમ યોગ્ય વિચારો છો, પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે નવું શું કરી શકાય? આ પ્રશ્નને લઈને વધારે મૂંઝાવાની જરૂર નથી. એવી કેટલીયે બાબતો છે જે તમારી રુટિન સેક્સ લાઈફને અનેક ગણી રોમાંચક બનાવી શકે છે.

રુટિન સેક્સ લાઈફમાં નવું શુ કરવું તે જાણીએ

કામુક વાતચીત

તમારી રાતોને ચટપટી બનાવવા માટે સૌથી સરળ ઉપાય કામુક વાતચીત છે. રોજિંદા જીવનમાં કરતાં હોઈએ તેવી રેકર્ડની જેમ ઘસાઈ ગયેલી વાતોને બાજુ પર મૂકી દો. તેના બદલે આ પ્રકારની વાતચીત કરો અને જુઓ કે તમારી વાતચીતથી તમારો પાર્ટનર કેટલો રોમાંચક બની શકે છે. વાતચીત શું કરવી તે શોધવાની કે વિચારવાની બાબત નથી. એક વાત ખૂલ્યા પછી તેની મેળે જ બીજી, પછી ત્રીજી એમ એક પછી એક વાતો ખૂલતી જ જશે.

કામોત્તેજક વાર્તા સાંભળવી

જો તમે ઇચ્છો તો સાથે બેસીને કોઈ ઈરોટિક (કામોત્તેજક) સ્ટોરીનો આનંદ લઈ શકો છો. આ સમયે તમે તમારી કલ્પનાશક્તિને જગાડી શકો છો. તમારા પાર્ટનરને એક રોમાંચથી ભરેલી એક સ્ટોરી કહો. તેમાં ક્યાંક ક્યાંક થોડી રિયાલિટી પણ ઉમેરતા રહો. તેમાં કાલ્પનિક રોમાન્સ અથવા સેક્સ કરવાની વાત કરવી. તેનાથી તમે અને તમારો પાર્ટનર બંને રોમાંચનો અનુભવ કરશો.

માત્ર ચુંબન

વિશેષજ્ઞાનું કહેવું છે કે ચુંબન પોતે જ સમાગમની અન્ય ક્રિયાઓ જેટલાં જ ઉન્માદથી ભરેલું હોય છે. ચુંબન તમારા માટે એક-બીજાના શરીર સાથે રમત કરવાની અંતહીન શરૂઆત હોઈ શકે છે. હોઠ, કાન અને ગળાથી શરૂ કરીને તમે ધીરે-ધીરે આગળ વધી શકો છો. આ તમારા માટે ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ સાબિત થઈ શકે છે. ચુંબન એ કોઈ એક પાર્ટનર માટે નથી. ચુંબનમાં સ્ત્રી-પુરુષ એમ બંને પાર્ટનરે સરખા સહભાગી બનવું જોઈએ.

ઈરોટિક મસાજ

તેના માટે તમારે મસાજના એક્સપર્ટ હોવાની જરૂર નથી, પરંતુ તમારા બંને હાથનો સંવેદનસભર સ્પર્શ તમારા પાર્ટનરના સંવેદન તંત્રમાં પ્રેમના તણખા પેદા કરવા માટે પૂરતો છે. મસાજનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે મસાજ દરમિયાન બંને પાર્ટનર એકબીજાનાં શરીરના દરેક અંગથી સારી રીતે પરિચિત થઈ શકે છે. સ્ત્રી-પુરુષના શરીરમાં એવાં કેટલાંય અંગ છે જે ખૂબ જ કામોત્તેજક હોય છે. શક્ય છે માલિસ કરવાથી તમને આવું એકાદું અજાણ્યું અંગ મળી જાય. માલિસથી તમે એ પણ જાણી શકો છો કે તમારો સ્પર્શ તેનામાં ક્યારે અને કેટલો ગાઢ ઉન્માદ પેદા કરી શકે છે.

ઉત્તેજક કપડાં કે આંતઃવસ્ત્રો

તેના માટે તમારે જરૂર છે માત્ર એકાંતની થોડીક ક્ષણો અને સાથે મધુર સંગીત. તમારી એકસરતાથી ભરેલી દિનચર્યાને બાજુ પર મૂકી દો. તમારા પાર્ટનરને કહો કે તે એવા ઉત્તેજક કપડાં પહેરીને આવે, જેમાં તમે તેને જોવાની કલ્પના કરો છે. એ તમારા માટે રોમાંચક રહેશે કે તમારી પાર્ટનર તે કપડાંમાં કેવી લાગશે અથવા તે સમયે જ્યારે તે તમારી સામે એક-એક કરીને કપડાં ઉતારે.

હસ્તમૈથુન

તે માત્ર એકલા હોઈએ ત્યારે પોતાની સંતુષ્ટિનું માધ્યમ નથી. તમે તમારા પાર્ટનરની સાથે તેને અજમાવી શકો છે. તે વધારે ઉત્તેજક અને આનંદદાયક અનુભવ બની શકે છે. તેને તમે એકબીજાનાં શરીરની માલિશ કરી રહ્યાં હો તે દરમિયાન પણ અજમાવી શકો છો.

સ્નાન

ઠંડું પાણી પણ તમારી ભાવનાઓને ભડકાવી શકે છે. તેના માટે બંને પાર્ટનરે બાથરૂમના શાવર નીચે એકબીજાની સામે કપડાં વગર ઊભા રહી જવું. ઠંડા પાણીની સાથે એકબીજાનાં શરીરનો સ્પર્શ તમારા માટે ખૂબ જ ઉત્તેજક અને અવિસ્મરણીય રહેશે.

અહીં જણાવેલી બધી જ બાબતો એવા લોકો માટે રસપ્રદ છે, જેઓ સુરક્ષિત સમાગમ ઇચ્છે છે. આ સિવાય જે કપલ્સ કે પાર્ટનર્સ પોતાની રુટિન સેક્સ લાઈફથી ઉબી ગયા હોય કે કંટાળી ગયા હોય તેમના માટે એક નવો આનંદદાયક અનુભવ સાબિત થઈ શકે છે. આ વાંચીને તમને પણ ખ્યાલ આવ્યો હશે કે કઈ બાબત તમારા માટે રસપ્રદ રહેશે. તો લેટ્સ ટ્રાય!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here