દરરોજ સેક્સ કરવાના આ છે ફાયદા, જાણીને તમે દંગ રહી જશો

શા માટે દરરોજ સેક્સ કરવું જોઈએ?

જો તમને લાગે છે કે સેક્સ ફક્ત મજા માટે કરવામાં આવે છે તો તમારી ભૂલ છે. દરરોજ સેક્સ કરવાથી થાય છે અનેક ફાયદા. આજે અમે તમને કેટલાક ફાયદા વિશે જાણકારી આપીશું. આ ફાયદા જાણીને તમે સેક્સલાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરી શકો છો.

તણાવમાં રાહત

શું તમે કામ અને પારિવારિક સમસ્યાઓને કારણે તણાવમાં રહો છો?

તો તેને દૂર કરવા માટે સેક્સ મદદરૂપ થઈ શકે છે. સ્ટડી મુજબ બેડરૂમમાં એક્ટિવ રહેતા લોકો કોઈ પણ પ્રકારના દબાણ સામે લડવા સક્ષમ હોય છે.

માથાના દુખાવામાં રાહત

જો તમને માથાના દુખાવાને કારણે લવમેકિંગથી દૂર ભાગો છો તે તેને બંધ કરી દો. એવું એટલા માટે કેમ કે જ્યારે ઓર્ગેઝમ પર પહોંચીએ છીએ ત્યારે શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્તર 5 ટકા સુધી વધી જાય છે. જે શરીરના અનેક પ્રકરાના દુખાવાને દૂર કરે છે.

ઊંઘ સારી આવે છે

સેક્સ પછી ઊંઘ સારી આવે છે. એટલા માટે બીજા દિવસે તમે રિલેક્સ થઈને ઊઠી શકો છો અને તમે સારી રીતે કામ કરી શકો છો. આ ઉપરાંત તમે પોઝિટવ ફીલ કરી શકો છો.

ઈમ્યુનિટી સારી રહે છે

નિયમિત રીતે સેક્સ કરવાથી બોડીની ઈમ્યૂન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા મજબૂત રહે છે. જેનાથી તમારા શરીર સામાન્ય બીમારીઓ સામે લડવા વધારે સક્ષમ બને છે. જેવી રીતે સામાન્ય શરદી-ખાંસી અને તાવ વગેરે.

હાર્ટ અટેકના જોખમમાં ઘટાડો

એક સ્ટડી મુજબ સેકસને કારણે પુરુષોમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું રહે છે. સપ્તાહમાં બેથી વધુ વખત સેકસ કરતા લોકોમાં મહીને એક વખત સેક્સ કરતા લોકોની સરખામણીમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું જોવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here