શું તમે પણ વારંવાર સીટીસ્કેન કરાવી રહ્યા છો તો થઈ જાવ સાવધાન, થઇ શકે છે આ ગંભીર નુકશાન

અત્યાર ના આ કોરોનાકાળ ની બીજા વેવ ની સ્થિતિ માં આખી દુનિયા માં અસર જોવા મળી છે.દરેક લોકો ડરી રહ્યા છે. અને પહેલા વેવ કરતા પણ કેસ વધતા ઘણીબધી જગ્યા એ લોકડાઉન કરવામાં આવ્યું છે. આવા સમયે દરેક લોકોએ જાતે જ કાળજી લેવાની ખુબ જ જરૂર છે. વારંવાર હાથ ધોવા જોઈએ અને ઘર ની બહાર કામકાજ વગર નીકળવું નહિ. અને જરૂરી કામ હોય તો માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ. અને સામાજિક અંતર પણ રાખવું જોઈએ.

દરેક લોકોએ પોતાના સ્વાથ્ય નું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. પોતાની શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા ખોરાક લેવા જોઈએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણા બધા ફળ ના જ્યુસ આ સિવાય અનેક એવા ખોરાક પણ છે જેના લીધે આપણી શક્તિ વધારી શકાય છે. ખરેખર આ કોરોના ના સમયે આપણા આરોગ્યની વિશેષ કાળજી લેવી ખૂબ જ વધારે મહત્વપૂર્ણ સાબિત થાય છે.

કોરોનાકાળ માં દરેક લોકોને પોતાના સ્વાસ્થ્ય ની સંભાળ લેવા અને કોરોના થયો છે કે નહિ તેની તપાસ કરવા માટે લોકો વારંવાર સીટી સ્કેન કરાવે છે. વારંવાર સીટી સ્કેન કરાવવાથી માણસના શરીર માટે ખૂબ જ વધારે ગંભીર થઈ શકે છે. અને નુકશાન પણ થઇ શકે છે.

ડોક્ટર જણાવે છે કે સીટી સ્કેન ના કારણે કોરોના ના દર્દી માં કેન્સર થવાનું જોખમ વધી જાય છે. અને રેડિયેશનના ડેટાનું એનાલિસીસ કર્યા પછી એવું જાણવા મળ્યું છે. કે જે લોકો ત્રણ દિવસે એકવાર સીટીસ્કેન કરાવે છે. તો તેને તેના સ્વાસ્થ્ય પર ખુબ જ ગંભીર અસર થાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે સીટી સ્કેન કેવી રીતે કરવામાં આવે છે અને તેનાથી શું નુકશાન થાય છે.

સીટી સ્કેન ના ફાયદા અને નુકશાન:

સીટી સ્કેન કરાવતી વખતે લેબમાં તમામ પ્રકારના મિટિંગમાં રેડિએશનથી થતા હોય છે. આ રેડીએશન માનવ શરીર માં ખુબ જ નુકશાન કરે છે. તે માણસના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ વધારે જોખમી સાબિત થઇ શકે છે. અને તે રેડીએશન નો સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ વધારે અને ગંભીર પ્રમાણમાં અસર થઈ શકે છે. અને કેટલીકવાર આ કિરણો શરીરના બીજા ભાગમાં પણ નુકશાન કરી શકે છે.

ડોક્ટરોનું એવું કહેવું છે કે બાળકોનું સીટી સ્કેન કરાવતી વખતે માતા-પિતા ને ખુબ જ સારા પ્રમાણમાં કાળજી રાખવી જોઈએ. બાળકો ખબર નથી હોતી કે તેમણે સીટીસ્કેન ની અંદર શરીરને જરાપણ હલાવવાનું નથી હોતું એટલા માટે બાળકો અજાણતાં તેમનું શરીર હલાવતા રહેશે આવી પરિસ્થિતિમાં ઘણી વખત રોગને શોધવા માટે વધારે તપાસ કરવી પડે છે. અને વારંવાર બાળકોનું સીટી સ્કેન કરવામાં આવતા બાળકના શારીરિક વિકાસને પણ ખુબ જ ગંભીર તેમની અસર થતી હોય છે.

સીટી સ્કેન કરાવ્યા પછી ઘણા લોકોને એલર્જી ઉત્પન્ન થતી હોય છે. તેમના શરીરમાં ઘણીવાર ખંજવાળ આવતી હોય છે. પરંતુ કેટલીક વાર ચેપગ્રસ્ત રોગમાં પરિણામ પણ થાય છે. એટલા માટે તે આવનારા સમયમાં જોખમી બની શકે છે. જો કોઈપણ વ્યક્તિને ડાયાબિટીસ ની દવા લઈ રહ્યા હોય તો તમારે સીટી સ્કેન કરતાં પહેલાં અને પછી બે દિવસ દવા લેવાનું સાવ બંધ કરવું જોઈએ તે ઉપરાંત વારંવાર સીટીસ્કેન કરવાથી કિડનીમાં સોજો અને કિડનીમાં સમસ્યા થઈ શકે છે. એટલા માટે કે સીટી સ્કેન કરાવતા પહેલા જો કોઈપણ વ્યક્તિને કિડનીની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ અવશ્ય રીતે લેવી જોઈએ.

સીટી સ્કેન કેવી રીતે કરવામાં આવે છે?

સીટી સ્કેન અને એક પ્રકારની કોમ્પ્યુટરાઈઝ ટોમોગ્રાફી સ્કેન એનાલિસિસ છે. આ પ્રકારનું એક 3d x ray ઉપલબ્ધ છે. અને તેમાં ટોમોગ્રાફી એટલે કે કોઈ પણ વસ્તુને નાના ભાગમાં કાપી અને તેનું એનાલિસિસ કરવામાં આવે છે. અને તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે.

કોરોના ના કેસમાં ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા સીટી સ્કેન એટલે કે એચઆરટીસી એટલે કે હાઈ રિઝોલ્યુશન કોમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી સ્કેન છે. આ પ્રકારે આ અભ્યાસમાં તેમનાં ફેફસાં થ્રીડીમાં જોવા મળતા હોય છે. અને આ ફેફસામાં લાગેલા ઇન્ફેક્શન જોઈ શકાય છે. અને તેનો ઈલાજ થઇ શકે છે.

કોઈપણ દર્દીને જરૂરિયાત વગર સીટી સ્કેન કરવું જોઈએ નહીં અને કોરોના ના લક્ષણો અથવા ખૂબ જ ગંભીર ન હોય તો જ સીટી સ્કેન કરવું જોઈએ નહીં તો સામાન્ય એક્સ રે નો ઉપયોગ કરવો જોઈએ. કોરોના ના કિસ્સામાં બીજા કે ત્રીજા દિવસે સીટી સ્કેન કરવું જોઈએ નહીં. જો ડોક્ટર સલાહ આપે તો જ સીટી સ્કેન કરાવવું જોઈએ.સીટી સ્કેન શરીર માટે અતિશય નુકસાનકારક સાબિત થઇ શકે છે.

કોરોના ના એકદમ હળવા લક્ષણોવાળા દર્દીઓએ જેવો આઈસોલેશનમાં અને ઘર માં જ કોરોન્ટાઈન માં રહી ને ઈલાજ કરી રહ્યા છે. તેઓએ ડોક્ટરની સલાહ વગર કોઈપણ પ્રકારનો સીટી સ્કેન કરવું જોઈએ નહીં અને તેમને એ વાતની જાણકારી આપી દઈએ કે સીટી સ્કેન થી લગભગ છાતી ઉપરના ૩૦૦ x ray પડતા હોય તેટલું રેડીએશન છાતી ઉપર પડે છે. અને વારંવાર સીટીસ્કેન કરાવવામાં આવે તો શરીરને ઘણું બધું નુકસાન થતું હોય છે.

સીટી સ્કોર અને સીટી વેલ્યુ એટલે શું?

ડોક્ટરોના મતે સીટી વેલ્યુ સામાન્યથી જેટલું હોય તેટલો જ જે ખૂબ જ વધારે લાગ્યો હોય અને જેટલું વધારે હોય તેટલો ઇન્ફેકશન ઓછો હોય અને ICMRA એ હાલમાં કોરોના શોધવા માટે સીટી વેલ્યુ કે તેમની વેલ્યુ અને તેમની કિંમત ૩૫ નક્કી કરવામાં આવી છે.

તેનો અર્થ થાય છે કે ૩૫ અને તેની નીચે ની કિંમત ઉપર અને પોઝિટિવ ગણવામાં આવે છે. જો સીટી વેલ્યુ ની કિંમત ૩૫ થી વધારે હોય તો દર્દીને કોરોના નેગેટિવ ગણવામાં આવે છે. તે જ સમયે સીટી સ્કોર એ બતાવે છે કે જે સીટી વેલ્યુ ફેફસામાં ચેક નું ઇન્ફેકશન કેટલું છે. અને કેટલા ટકા ફેફસાંને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

આ નંબરને ૧ તરીકે ઓળખવામાં આવે છે. સીટી વેલ્યુનો આંકડો એક છે. પરંતુ તે અત્યંત સામાન્ય વ્યક્તિ માટે તેમનો આંકડો એક છે. જો તેમનું કિંમત ૨ થી ૪ માં આવે છે. તો માણસ થોડું ઇન્ફેકશનછે. અને જો તેમની કિંમત પાંચ થી છ માં આવે છે. તો તે દર્દીને કોરોના પોઝિટિવ દર્દી ગણવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here