ગાયના લીધે બની એક પુત્રની માતા, પેહલા 4-4 વાર રહી હતી પ્રેગ્નન્સી ફેલ – વાંચો

4 વાર પ્રેગ્નેન્ટ થયેલી મહિલાને દરેક વખતે મળી નિરાશા, ટ્વિન્સ સહિત 5 બાળકોને મિસકેરેજમાં ગુમાવ્યાં, તૂટી રહ્યું હતું માં બનવાનું સપનું.

ભારતીય સંસ્કૃતિ માં ગાય ને વિશેષ દરજ્જો આપેલ છે. હિન્દૂ સંસ્કૃતિ માં કેહવાય છે ગાયમાં 33 કરોડ દેવિદેવતાઓનો વાસ છે. પરંતુ ગાય ના લીધે એક દુનિયામાં એક મહિલા પ્રેગ્નટ થઈ એ વાત એક ચમત્કાર થી ઓછી નથી. આ કહાની આખી દુનિયામાં વાઇરલ થાય છે જે આપ વાંચો.

એક દિવસ મહિલાને પ્રેગ્નેન્ટ ગાય પાસેથી મળ્યો એવો આઇડિયા કે જીવનમાં ફરી આવ્યું સુખ.

વેલ્સમાં રહેતી એક મહિલાએ તેની પ્રેગ્નેન્સીને લઇને એક મોટું રહસ્ય જણાવ્યું છે. મહિલાએ કહ્યું કે, સતત ચારવાર મિસકેરેજ બાદ તેને થયું હતું કે તે ફરી માતા બની શકશે નહીં. પરંતુ એક પ્રેગ્નેન્ટ ગાય પર એક ફાર્મિંગ પ્રોગ્રામે તેની બધી જ ચિંતા દૂર કરી દીધી હતી. ત્યાર બાદ તેણે 2015માં એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો હતો. તે પણ કોઇ પરેશાની વિના સંભવ થઇ શક્યું.

પ્રેગ્નેન્ટ ગાય પાસેથી મળ્યો સમસ્યાનો ઉકેલ

આ મામલો કોન્વી ટાઉનનો છે. જ્યાં રહેતી લોરીએ પહેલીવાર 2011માં તેના એક દીકરાને જન્મ આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ તેની માટે પ્રેગ્નેન્સીને અટકાવવી મુશ્કેલ થઇ રહી હતી.

લોરી પ્રમાણે, ત્યાર બાદ જ્યારે તેણે ફરી કંસીવ કર્યું, ત્યારે તે પોતાનામાં ખૂબ જ નબળાઈ અનુભવ કરવા લાગતી અને બીમાર પડી જતી હતી. તમામ ટેસ્ટ અને ઇલાજ પણ કામ આવ્યાં નહીં.

આવી જ રીતે એક નહીં પરંતુ 4 મિસકેરેજમાં ટ્વિન્સ બાળકો સહિત તેણે 5 બાળકો ગુમાવ્યાં હતાં. લોરીએ કહ્યું, ફરી માતા બનવા માટે તેની હિંમત ભાંગી ગઇ હતી, પરંતુ તેને ભગવાન પર વિશ્વાસ હતો.

તેણે જણાવ્યું કે, એક રાતે તે સોફા પર બેસીને ટીવી જોઇ રહી હતી અને વેલ્સ ફાર્મિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, જેમાં ગાયની પ્રેગ્નેન્સી અને ડિલિવરીને લઇને ચર્ચા ચાલી રહી હતી.

આ દરમિયાન તેને જાણવા મળ્યું કે, ગાયના સ્વસ્થ બાળક માટે આયોડીન અને થાયોરોક્સિન કેટલું જરૂરી છે. જો આ બે વસ્તુની ઉણપના કારણે કેટલાં પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે.

તેને પોતાની પરેશાની સમજાઇ ગઇ

આ વાત લોરીને ક્લિક કરી ગઇ અને તેને સમજાઇ ગયું કે, આખરે તેની સાથે શું ખોટું થઇ રહ્યું છે. તેને હવે ફરીથી મેડિકલ હેલ્પ અને ટેસ્ટની જરૂરિયાત છે.

તેણે જાતે પણ ઇન્ટરનેટ પર આ વિશે રિસર્ચ શરૂ કર્યું કે, વધારે આયોડીનવાળા મીઠામાં ભોજન બનાવવાનું શરૂ કર્યું. પછી તેણે થાયરોઇડ સ્પેશિયાલિસ્ટ સાથે મુલાકાત લીધી.

એટલું જ નહીં, આ વખતે કંસીવ કર્યા બાદ તેને દર બે વીક પર અલગથી થાયરોક્સિન પણ આપવામાં આવી હતી. આ બધી જ રીત કારગર સાબિત થઇ અને તેણે 2015માં સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો.

પ્રેગ્નેન્સીને લઇને આ ચેલેન્જ હતીઃ

લોરીએ કહ્યું કે, તેની માટે કંસીવ કરવું સરળ કામ નહોતું. બાળકને 9 મહિના સુધી કોઇ પરેશાની વિના ગર્ભમાં રાખવું તેની માટે ચેલેન્જ હતું.

તેના પ્રમાણે, આ પ્રયોગ બાદ આ વસ્તુમાં પણ સુધાર થઇ ગયો. તે પહેલાંથી વધારે સારું અનુભવ કરવા લાગી અને વિશ્વાસ થઇ ગયો કે, પ્રેગ્નેન્સીનો સંપૂર્ણ સમયગાળો તે સરળતાથી પૂર્ણ કરી લેશે.

લોરી પ્રમાણે, હું પ્રામાણિકતાથી કહી શકું છું કે, જો મેં તે પ્રોગ્રામ જોયો નહોતો તો આજે મને બીજો દીકરો હોત નહીં. ભગવાન જાણે છે કે, મારે અન્ય કેટલાં મિસકેરેજ જોવા પડતાં.

હવે તે વેલ્સ સરકારનો સપોર્ટ ઇચ્છે છે, જેથી તેના જેવી મિસકેરેજની સમસ્યાથી પીડાતા અન્ય કપલની વધારેમાં વધારે મદદ કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here