જાણો તમારી મોંઘી સાડીની કાળજી રાખવા માટેની શ્રેષ્ઠ ટિપ્સ

તમારી મોંઘી સાડીને જાળવી રાખવા માટેની શ્રેષ્ઠ ટિપ્સ

આજકાલની તમામ ગૃહિણીઓ ની એક ફરિયાદ હોઈ છે. અમે લાખ મોંઘી સાડીઓ લાવીએ પણ એને સાચવવી મુશ્કેલ થઈ જાય છે,ત્યારે આજે અમેં આપને અમુક ટિપ્સ બતાવીશું જેનાથી આપની ખુબજ મોંઘી સાડી સચવાશે એક દમ નવા જેવી.

સાડીને સ્ત્રીઓના કબાટનું એક સુશોભિત ઘરેણું જ ગણવામાં આવે છે અને સાથે જ જો આ સાડીની યોગ્ય કાળજી રાખવામાં આવે નહીં તો તેની ચમક ઓછી થઈ જાય છે. અહીં કેટલીક ટિપ્સ અમે તમને આપી રહ્યા છીએ કે જેનાથી તમે તમારી મોંઘી સાડીઓની યોગ્ય કાળજી રાખી શકશો.

સમયાંતરે સાડીની ગડી બદલતા રહો

તમારી ઝરી ભરેલી અને સિલ્કની સાડીને જાળવી રાખવા માટેની આ ખૂબ જ અગત્યની પધ્ધતિ છે. સાડીને બહાર કાઢો અને તેને થોડા કલાક માટે ઓછા સૂર્યપ્રકાશવાળા વિસ્તારમાં રહેવા દો. સાડીને વધુ સૂર્ય પ્રકાશમાં રાખવી નહીં. કારણકે તેનાથી સાડીના કલર અને ઝરીની ચમકને નુક્સાન થાય છે. જ્યારે બાદમાં સાડીને કબાટમાં પાછી મૂકો ત્યારે તેની ગડી વાળવાની પધ્ધતિ બદલવાની ભૂલવી નહીં.

સાડીને જાળવવા માટેનો ઉકેલ ઘરમાં જ શોધો

જો તમારી પ્રિય સિલ્ક સાડી તેની ચમક ગુમાવી રહી છે તો તેનો ઉકેલ તમે તમારા ઘરમાં જ શોધી શકો છો. તમે તમારી સાડીનો ધોવા માટે સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકો છો પણ ત્યારબાદ સાડીને ચોખ્ખી રીતે સાફ કરી દો કારણકે જો વિનેગર થોડું પણ સાડી પર રહી જશે તો તેનાથી સાડીને નુક્સાન થવાની સંભાવના છે.

હેન્ગરનો ઉપયોગ કરવો નહીં

સાડીને ટાંગવા માટે મેટલના હેન્ગરનો ઉપયોગ કરવો નહીં. કારણકે મેટલના કારણે ઝરી અથવા સિલ્કની સાડીને નુક્સાન પહોંચી શકે છે. માટે સાડીને ટાંગવા માટે કપડાં અથવા લાકડાના હેન્ગરનો ઉપયોગ કરવો જોઈએ. તમે આ સિવાય સ્ફટિકની થેલીનો પણ સાડી મૂકવા માટે ઉપયોગ કરી શકો છો કારણકે તેનાથી ભેજ અને ફંગલનો વિકાસ અટકી શકે છે.

સાડીના ડાઘ દૂર કરવા માટે

જો તમારી સાડી પર કોઈ ડાઘો પડ્યો હોય તો સાડીને ઠંડા પાણીથી સાફ કરો અને જો જરૂર પડે તો તમે થોડો શરીર સાફ કરવાના સાબુનો પણ ઉપયોગ કરી શકો છો. તેલના ડાઘ પડ્યા હોય તો તમે પાઉડર અથવા ગ્લિસરીનનો પણ ડાઘને સૂકવવા માટે ઉપયોગ કરી શકો છો.

નેફ્થલીન બોલ્સનો ઉપયોગ કરવો

તમારી મોંઘી સાડીઓ પર ઘણી વખત ઉધઈ અને અન્ય જીવાણુઓ ઘર કરી જતા હોય છે. માટે આ પ્રકારના ઉધઈ અને અન્ય જીવાણુઓને દૂર રાખવા માટે નેફ્થલીન બોલ્સનો ઉપયોગ કરવો. પણ આ નેફ્થલીન બોલ્સને સીધા જ તમારી સાડી પાસે રાખો નહીં કારણકે તેનાથી સાડીના ઝરીકામને નુક્સાન થવાની સંભાવના છે. માટે તમે આ માટે સૂકા લીમડાના પાંદડાનો વપરાશ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here