દરેક ઉંમરની મહિલાને સૌથી વધુ પ્રિય હોય છે કોસ્મેટિક. હા, હાલમાં દરેક મહિલાઓ સુંદર દેખાવ માટે વિવિધ પ્રકારના કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતું જો કોસ્મેટિક પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો આરોગ્યની દ્રષ્ટીએ હેરાન થવાનો વારો આવી શકે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા કોસ્મેટિક પ્રોડક્ટ્સ પણ તમને બીમાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરના અભ્યાસમાં આની પુષ્ટિ કરવામાં આવી છે.
એક રિપોર્ટ્સ અનુસાર કોસ્મેટિક પ્રોડક્ટ્સમાંના રસાયણો મહિલાના પ્રજનન હોર્મોન્સ પર ખરાબ અસર કરે છે.
આ અભ્યાસમાં એવું સલાહ આપવામાં આવી છે કે જો સ્ત્રીઓ ઓછી માત્રામાં કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે તો પણ તે સ્ત્રીઓના પ્રજનન હોર્મોન સ્તરોને અસર કરે છે માટે મહિલાઓએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
સંશોધકો કહે છે કે કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી વખતે આપણે તેમાં રહેલા રસાયણો વિશેની માહિતી રાખવી જોઈએ. અહેવાલ મુજબ પરેબન રસાયણો મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર વધારે છે.
સ્ટડીની રિપોર્ટ્સમાં એવું પણ જાણવા મળ્યું છે કે ચામડી પરની સૌથી ખરાબ અસર પ્રદૂષણની અસર છે, કોસ્મેટિકમાં રાસાયણિક ઉપસ્થિતિથી વધુ ખરાબ અસર થાય છે. આ સિવાય, કેટલાક રસાયણો પણ છે જે પ્રજનન હોર્મોન્સ ઘટાડે છે.
“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.