અત્યાર ના સમય માં સૌથી ખરાબ સ્થિતિ હોય તો તે છે કોરોના. દરેક માણસ ની વાત માં કોરોના જ હોય છે. તેમાં પણ પુરા ભારત માં અત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે અને પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. દરેક લોકોને ઓક્સિજન ની જરૂર પડે છે અને હોસ્પિટલ માં જગ્યા નથી મળતી એવા સમાચાર સૌ કોઈ સાંભળતું હોય છે. કોરોના ની આ બીજી લહેર માં દરેક રાજ્ય માં દરેક શહેર અને ગામડા માં દરેક લોકોને અસર જોવા મળે છે. આવી પરિસ્થિતિ માં સૌ લોકોએ ધ્યાન રાખવું જોઈએ.
વિશ્વભરમાં જાણીતા અને સર્જન અને પદ્મશ્રી મેળવેલ ડૉ તેજસ પટેલ સોશિયલ મીડિયામાં અનેક મેસેજ મળી રહ્યા છે તે કહે છે કે ત્રીજી લહેર આવવાની જ નથી અને લોકો ડરવાનું બંધ કરી દે. તેજસ પટેલ એવું પણ કહે છે કે કોરોના ની બીજી રહે ખૂબ જ ઝડપથી પૂરી થઈ જવાની છે. અને ત્રીજી લહેર આંવવાની કોઈપણ વ્યક્તિ રાહ જોવી નહીં અને ત્રીજી લહેર આવશે નહીં. મીડિયા અને સમાજ માં ફરતા ખોટા સંદેશ થી ડરવાની જરૂર નથી.
તેજસ પટેલ એ જણાવ્યું કે તમામ મેસેજ ખોટા માનવાનું અને ખોટા હોવાનું જાહેર કર્યું હતું અને તેમણે એક વિડિયો મેસેજ દ્વારા તેમના નામના ફરતા તમામ સંદેશાઓ પર અને પોઝિટિવિટી ના નામે ચરી ખાનારા દરેક વ્યક્તિને ચેતવ્યા હતા ડોક્ટર તેજસ પટેલ ચેતવણી આપી હતી. તેમના નામે ખોટી પોસ્ટ મુકનાર બધા માણસને ચેતવ્યા હતા કે આ કોરોના મહામારીમાં લોકોને પોઝિટિવિટી ના નામે ખોટી અફવા ફેલાવો નહીં અને તેમણે આવા ખોટા સમાચાર અને વાયરલ ન્યુઝ કરતા દરેક વ્યક્તિને ખૂબ જ છેલ્લી ચેતવણી આપી હતી.
તેમના નામે વાયરલ થતી બધી પોસ્ટ માટે જણાવ્યું હતું કે તેમના નામે કોઈ પણ વ્યક્તિ મિસ ઇન્ફોર્મેશન આપવી નહિ અને ફેક પોસ્ટ મુકવી નહિ. અને તેમના નામનો ઉપયોગ કરી અને તે ખોટી અફવા ફેલાવે છે.
તેજસ પટેલે જણાવ્યું હતું કે આવનારા સમયમાં કોરોના ના કેસ ધીમે ધીમે ઘટે તેવી શક્યતાઓ છે. પરંતુ તે નિવેદનમાં અન્ય ફોટા વાક્ય ઉમેરી અને દેશભરમાં ત્રીજી લહેર આવશે નહીં તેવા દાવા કરતી પોસ્ટ વાઇરલ થઇ હતી અને જે વાત ખૂબ જ વાયરલ થઇ ગઇ હતી. ત્યારબાદ ડોક્ટર તેજસ પટેલ ધ્યાને આવ્યું કે તેમના નામે કોઈ પણ વ્યક્તિ ફોટો મેસેજ કરી રહ્યા છે. અને લોકોને ભ્રમિત કરી રહ્યા છે. આવી ત્રીજી લહેર આવવાની નથી.
ત્યારે તેમણે એક વીડિયો દ્વારા આ તમામ મેસેજ નો ખંડન કર્યું છે. આવા મેસેજ દ્વારા લોકોને ખોટા રસ્તે લઇ જવા નથી કરવાની પોસ્ટર વાયરલ કરનાર દરેક વ્યક્તિને સલાહ આપવામાં આવી છે. અને તે વીડિયોમાં જણાવ્યું છે. કે તેમના નામે નામ ઘણા વ્યક્તિઓ અનેક પ્રકારના પોસ્ટ વાઇરલ કરે છે.
તેમણે ફક્ત એટલું કહ્યું હતું કે આવનારા સમયમાં મહામારીમાં ગુજરાત રાજ્યમાં કેસ ઘટવાની શકયતા છે. પરંતુ તેજસ પટેલે એવું નથી કીધું ક્વ કોરોના ખતમ થઇ જશે. અને કોરોના ની ત્રીજી લહેર આવશે નહિં અને તેમને આ તમામ પોસ્ટનું ખંડન કર્યું છે. તેને અવળચંડા લોકો ને ચેતવણી પણ આપી છે. કોરોના ને કારણે કોઈને ડરાવવા નહિ. ગુજરાત માં હજી કોરોના રહેશે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. તેની સામે લડવાની જરૂર છે.
લોકોએ નિયમિત રીતે માસ્ક પહેરવા જોઈએ અને સામાજિક રીતે અંતર રાખવું પડશે. કોઈપણ પ્રકારના રાજકીય મેળાવડા માં જવા માટે ટાળવું જોઈએ. અને દરેક વ્યક્તિએ પોતાની તબિયતનું બોવ જ ધ્યાન રાખવું અને આ સમયગાળામાં દરેક વ્યક્તિએ પોતાની પ્રતિકારક શક્તિ માં વધારો કરવાની અપીલ કરી હતી. અને કોરોનાથી ડરવાનું બંધ કરવું જોઈએ.