કોંગ્રેસમાં આવ્યો જબરદસ્ત મોટો રાજકીય ટ્વિસ્ટ, આ રીતે બનાવશે સરકાર

લોકસભા ચૂંટણીમાં ભલે હજુ એક તબક્કાનું મતદાન બાકી છે, પરંતુ કોંગ્રેસે બહુમતી ના મળવાની સ્થિતિમાં ગઠબંધનના સંકેત આપી દીધા છે. એટલું જ નહીં કોંગ્રેસનું કહેવું છે કે જો તેને ગઠબંધનમાં પીએમનું પદ નહીં મળે તો પણ તેમને કોઇ સમસ્યા નથી. કોંગ્રેસના સિનિયર લીડર ગુલામ નબી આઝાદે કહ્યું કે પાર્ટીનો એકમાત્ર ઉદ્દેશ્ય એનડીએને કેન્દ્રમાં ફરી એકવખતથી સરકાર બનાવતા રોકવાનું છે.

આઝાદે કહ્યું કે અમે પહેલાં જ અમારું સ્ટેન્ડ ક્લિયર કરી ચૂકયા છીએ. જો કોંગ્રેસના પક્ષમાં સહમતિ બને છે તો અમે નેતૃત્વ સ્વીકારીશું. પરંતુ અમારું લક્ષ્ય હંમેશા એ રહ્યું છે કે એનડીએની સરકાર સત્તામાં પાછી ફરવી જોઇએ નહીં. અમે સર્વસહમતિથી લેવાયેલા નિર્ણયની સાથે જઇશું. કોંગ્રેસ લીડરની આ વાત પરથી સંકેત જાય છે કે પાર્ટી લોકસભા ચૂંટણીના પરિણામોને લઇ ખાસ ઉત્સાહિત દેખાઇ રહ્યા નથી અને ભાજપને રોકવાની કિંમત પર ગઠબંધનમાં મોટો ત્યાગ આપવા માટે પણ તૈયાર છે.

કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે જ્યાં સુધી અમને પીએમનું પદ ઓફર કરાતું નથી ત્યાં સુધી અમે કંઇપણ કહીશું અને કોઇપણ જવાબદારી સંભાળવા પર અમને કોઇ વાંધો નહીં હોય. આપને જણાવી દઇએ કે ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારના રોજ વિપક્ષને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો તેને સામાન્ય ચૂંટણીમાં જીતનો વિશ્વાસ છે તો પીએમ પદના પોતાના ઉમેદવારની જાહેરાત કરે.

કપિલ સિબ્બલે કહ્યું હતું, કોંગ્રેસને બહુમતી મળશે નહીં

કોંગ્રેસના સિનિયર લીડર કપિલ સિબ્બલે થોડાંક દિવસ પહેલાં કહ્યું હતું કે તેમની પાર્ટીને બહુમતી મળવાના ચાન્સ નથી. એક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતા એ કહ્યું હતું કે કોંગ્રેસને પોતાના દમ પર બહુમતી મળવાના ચાન્સ નથી. પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ ગઠબંધનની સરકાર બની શકે છે. એટલું જ નહીં કપિલ સિબ્બલે કહ્યું કે જો કોંગ્રેસને સામાન્ય ચૂંટણીમાં 272 સીટો મળી તો રાહુલ ગાંધીને પીએમ પદ માટે નોમિનેટ કરવા જોઇએ.

રાહુલ ગાંધીએ PM મોદીને લઇ કહ્યું- ડિકશનરીમાં આવ્યો નવો શબ્દ, અર્થ પણ જણાવ્યો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં દાવો કર્યો છે કે અંગ્રેજી ડિક્શનરીમાં એક નવો શબ્દ ‘મોદીલાઇ (Modilie)’ આવ્યો છે. તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સ્ક્રીન શોટ શેર કર્યો છે, જેમાં આ શબ્દનો અર્થ ‘સતત સત્ય સાથે છેડછાડ’ અને ‘આદત મુજબ ખોટું બોલનાર’ જણાવ્યો છે. આ શબ્દોને રાહુલ દ્વારા વડાપ્રધાન મોદી પરનો કટાક્ષ માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં જે સ્ક્રીન શોટ લગાવ્યો છે તેમાં જમણી બાજુ કોંગ્રેસની જાહેરાત પણ નજરે પડે છે.

રાહુલે જે સ્ક્રીન શોટ શેર કર્યો છે તેનાથી ખ્યાલ આવે છે કે તેઓએ ઓક્સફોર્ડ ડિક્શનરીના લાઈવ સેક્શનમાં સર્ચ કર્યુ છે. પરંતુ તે સેક્શનમાં સર્ચ કરવાથી ડિક્શનરી જણાવે છે કે આવો કોઈ જ શબ્દ નથી. ગૂગલ સર્ચ એન્જિનમાં પણ શોધવામાં આવતા આવો કોઈ જ શબ્દ નથી મળતો, પરંતુ તેની જગ્યાએ Modilie શબ્દ સાથે જોડાયેલા સમચારો મળી આવે છે.

રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીના મુદ્દા પર બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડા હાથે લીધા અને કહ્યું કે મોદી, મનમોહન સિંહની મજાક ઉડાવ્યા કરતા હતા, પરંતુ પાંચ વર્ષ બાદ આજે દેશ મોદીની મજાક ઉડાડી રહ્યું છે. એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું કે મોદી, મનમોહન સિંહની મજાક ઉડાવતા રહેતા હતા પરંતુ હવે પાંચ વર્ષ બાદ મોદીજી મનમોહનજી ની મજાક ઉડાવતા નથી. આજે દેશ મોદીજીની મજાક ઉડાવી રહ્યું છે.

જેટલીને પણ કહ્યું હતું Jaitlie: રાહુલ ગાંધીએ આ પહેલાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને Mr. Jaitlie કહી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here