કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર હોય. જો પથ્થરને પણ દેવ માનીને પૂજવામાં આવે તો તે આપણી દરેક મનોકામના પૂરી થાય છે, તેમાં ખાસ કરીને ભારતમાં દરેક લોકો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે. અને તે ખૂબ જ આદર થી અને ભાવથીને પ્રાર્થના કરે તો તેની દરેક મનોકામના ફળે છે. આપણે અત્યાર સુધી ઘણા બધા માતાજી વિશે સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને એક એવા છે માતાજી વિશે જણાવવાના છીએ જે લોકો માનતા રાખવાથી સંતાન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે લોકો ના લગ્ન નથી થતાં તે લોકો પણ અહીંયા માનતા રાખે છે, તો ચાલો જાણીએ આ એક એવા અનોખા માતાજી અને અનોખો માતાજીના મંદિર વિશે.
આપણે ઘણી વખત ઘણા બધા માતાજીના નામ સાંભળ્યા હશે પરંતુ ચુડેલ માતાજી વિશે કોઈએ ભાગ્ય સાંભળ્યું હશે. ચુડેલ માતાજી નું મંદિર ગુજરાતના પાટણમાં આવેલું છે. પાટણ થી ૧૦ કિલોમીટર દૂર અને અમદાવાદ થી ૧૮ કિલોમીટર દૂર આવેલું છે. આ આ મંદિર સાણંદ તાલુકાના જાપા ગામ માં આવેલું છે. આ ગામમાં પહેલા લોકો દિવસે પણ ડરતા હતા કહેતા હતા કે, આ જગ્યા પર ભૂત થાય છે. અને ગામમાં એક વ્યક્તિ આત્મારામ અહીં આવ્યા. ત્યારબાદ તે ચુડેલ ને બહેન બનાવી. અને ગામમાં તેનું મંદિર બનાવ્યું. અને તેને ગામ લોકો ચુડેલ ફઈબા તરીકે ઓળખવા લાગ્યા હતા.
અને તેનાથી કોઈ ડરતું હતું નહિ. ત્યારબાદ જે લોકો સંતાન નથી થતા તે સંતાન પ્રાપ્તિ માટે આ મંદિરે માનતા રાખે છે. આ ઉપરાંત છે લોકો લગ્ન માટે જીવનસાથીની શોધમાં હોય છે. તે લોકો પણ આ મંદિરે માનતા રાખે છે. અને માનતા પૂરી થતા જ સાડી અને બંગડીઓ ચડાવે છે. આ ઉપરાંત આ મંદિરમાં કોઇપણ મૂર્તિ નથી. માત્ર એક અખંડ ધૂપ રહે છે. અને મંદિર એટલું નાનું એવું છે અને તેની આજુબાજુ ફોટા, સાડી અને શણગાર માટે ની બંગડીઓ દરેક ભક્ત લગાવે છે.
જ્યારે કોઈ વ્યક્તિને સંતાન પ્રાપ્તિ અથવા તો જીવનસાથીની શોધમાં માનતા રાખી હોય અને માનતા ફળે એટલે તે લોકો ફોટો લગાવે છે. સંતાન પ્રાપ્તિ બાદ તેના બાળકનો ફોટો અને જીવનસાથી મળી ગયા બાદ બંને નો ફોટો લગાવે છે. ત્યારે ચૂંદડી ઓઢે છે. અને બંગડી પણ ચઢાવવામાં આવે છે. આ મંદિરની પાછળ એક ઇતિહાસ છે, માતાજી નું મૂળ વતન જુના જામફળ હતું. તેઓ વાઘેલા કુળ ની દીકરી હતા. ચુડેલ ફઈબા નું મૂળ નામ દેવળબા હતું અને તેના પિતાના એક માત્ર સંતાન હતા.
જ્યારે 15 વર્ષના હતા ત્યારે વરસાદ ન પડતા ખૂબ જ દુકાળ પડ્યો અને ત્યારે તેને જલોત્રા કરવાનું કહ્યું. તેને કંકુ લાવવાનું કહ્યું પરંતુ દેવળબ ઊંઘી ગયા અને જ્યારે તેને જાગીને જોયું તો એક કાળો નાગ આવીને ઊભો રહે છે. એટલે દેવળબા કંકુ ચોખા લેવા ન જઈ શક્યા. અને સાપને પોતાના પગ નીચે દબાવી દીધો તેના પિતાને બહુ નાની ઉંમરે આવું કરનાર કોઈ અવતાર છે. તેવો આભાસ થાય છે.
આ ઉપરાંત એકવાર જ્યારે બા ગામના પાદરે રમતા હતા ત્યારે બે આખલા ખૂબ જ લડતા હતા. અને તેનાથી ડરીને લોકો આમ-તેમ ભાગવા લાગ્યા હતા. પરંતુ જ્યારે દેવળબા ત્યાં જઈને ઉભા રહી ગયા ત્યારે બે આખલા માંથી એક પાસે આવ્યો અને દેવળબા એ તેના શીંગડા પકડીને ધરાશાયી કરી દીધો એટલે ગામના લોકો આ દ્રશ્ય જોઈને હેરાન થઈ ગયા. ત્યારબાદ તે ચુડેલમાં તરીકે ઓળખાણ થઇ. ચુડેલ માં દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે.