શું તમને પણ ગેસ ના લીધે છાતી માં દુખાવો થાય છે તો અપનાવો આ ઘરેલું ઉપાય, ચુટકી માં થઇ જશે ગાયબ

અત્યારે ફાસ્ટ અને વ્યસ્ત જીંદગીમાં દરેક લોકો ફાસ્ટ ફૂડ ખાતા હોય છે. અને બજારુ ખાણીપીણી ના કારણે પેટ ના પ્રોબ્લેમ થઇ શકે છે. અને ધીમે ધીમે પેટ માં ગેસ થવાનું શરુ થાય છે. અને જો ગેસનું પ્રમાણ વધી જાય તો પેટ માં ગેસ ની સાથે સાથે છાતી માં પણ દુખાવો અને બળતરા થાય છે. અને ધીમે ધીમે વધતું જાય છે.અને ચાલતા કામ કરતા કરતા છાતી માં ખુબ જ દુખાવો થાય છે. તો ચાલો આજે તમને જણાવી એ કે ઘરેલું ઉપાય થી કેવી રીતે છાતી માં રહેલો ગેસ કેમ બહાર કાઢી શકાય.

મળદ્વારેથી વારંવાર  વા છૂટ અવાજ સાથે થાય અથવા તો અવાજ વગર થાય છે. ક્યારેક તો તેમાં ખુબ જ વાસ પણ આવે છે. ઉપરના માર્ગેથી એટલે કે મોઢેથી ઓડકાર ન આવે અથવા તો મળદ્વારેથી પણ વાછૂટ ન થાય તો ગેસ વાયુની ત્રીજી ગતિને તિર્યંકગતિ કહેવામાં આવે છે. વાયુની આ તિર્યંકગતિ ક્યારેક મોટી સમસ્યાઓ પણ પેદા કરે છે જેમ કે છાતીમાં ભરાય તો ગભરામણ મૂંઝવણ પેદા થાય અને છાતી માં ભારે દુખાવો થાય અથવા તો છાતી માં ભારે લાગે. જો ગેસ માથા તરફ ગતિ કરે તો માથું ડોક જકડાઈ જાય અને ભારે દુખાવો થાય.

શંખવટીના શંખભસ્મ પિત્ત વાયુની સમસ્યાને મટાડે છે. એકોનાઈટ વચ્છનાગની પ્રમાણસર માત્ર શંખવટીમાં છે જે વાયુનું શીઘ્ર અનુલોમન કરે છે ઉપરાંત તેમાં ઘણાં પાચન ઔષધો છે જે વાયુ ગેસ સમસ્યાનું નિવારણ કરે છે પેટ સાફ રહે તે માટે અજમો, સીંધાલૂણ, હરડે મીંઢી આવળની ફાકી રોજ રાત્રે સૂતી વખતે એક ચમચી જેટલી લેવાથી સવારે પેટ સાફ આવશે અને ગેસ થશે નહીં.

ઘણાં દર્દીઓને ખુબ જ લાંબા સમયથી ગેસ ભયંકર રીતે માથામાં ફસાઈ જાય છે અને તેનાથી ખુબ જ ઉલટી થાય છે. જો તમને પણ ખતરનાક રીતે ગેસ થાય છે,તો તમે ઘરેલું ઉપચારની મદદથી ઘરે બેઠા જ આ રોગને દૂર કરી શકો છો બેકિંગ સોડા એ પેટનો ગેસ મૂળમાંથી દૂર કરવા માટેનો સૌથી સચોટ ઉપાય છે,જો તમને પણ ગેસની તકલીફ હોય,તો તમારે ખાલી પેટ પર એક ચમચી બેકિંગ સોડા સાથે લીંબુનો રસ પીવાથી ગેસની સમસ્યા ખુબ જ ઓછા સમયમાં ગેસ ખતમ થઇ જશે.

ગેસ માં હીંગનો ઉપયોગ ખુબ જ સચોટ થાય છે. હિંગ નો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે પણ થાય છે. જો તમે પણ  ગેસની સમસ્યાથી પીડાવ છો,તો આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં હીંગ નાખી પીવો. દિવસમાં બે કે ત્રણ વાર આ હિંગવાળું પાણી પીવાથી ગેસની સમસ્યા દૂર થઈ જશે.

કાળા મરી ગેસની સમસ્યામાં ખુબ જ રાહત આપે છે. ગેસની સમસ્યા સિવાય કાળા મરી હજમાને પણ મટાડે છે. દૂધમાં કાળા મરી નાખીને પીવાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે. છાતીનો ગેસ ઘટાડવા સરસવના દાણા ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અજમા અને જીરું ને ચાવી ચાવી ને ખાવાથી પણ છાતીમાં રહેલો ગેસ દુર થાય છે. અને તરબૂચ ખાવાથી પેટ મા ગેસ નથી થતો. તરબૂચની અંદર વધારે પ્રમાણમાં પાણી મળી આવે છે અને પાણી યુક્ત વસ્તુઓ ખાવાથી પેટમાં ગેસ નથી થતો.

પપૈયામાં ઉચ્ચ ફાઇબર ગુણધર્મો છે જે ગેસ અને કબજિયાતને દૂર કરવા અને પેટને યોગ્ય રાખવા માટે કામ કરી શકે છે. ગેસની સમસ્યા માં પપૈયા ખુબ જ ફાયદાકારક છે. જે લોકો ને અપચો ની સમસ્યા છે એ લોકો લીંબુ પાણી પીવાથી ખુબ જ રાહત મળે છે. જો સરખી રીતે પાચન ના થતું હોય તો દહીં ખાવાથી પાચન સરળ થાય છે.

જે લોકો કબજીયાત થી પીડાય છે તે લોકોએ રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ દૂધ પીવું જોઇએ. દૂધ પીવાથી સવારે પેટ સરળતાથી સાફ થઈ જશે. અને વધારે પાણી પીવું જોઈએ. ઓછું પાણી પીવાના લીધે ઘણીવાર પેટમાં કબજિયાત થાય છે અને ગેસની સમસ્યા પણ થાય છે. ફુદીનો પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે જો પેટમાં ગેસ થયો હોય અને છાતીમાં દુખાવો થતો હોય તો મગના દાણા જેટલું કપૂર અને એક ચમચી ફુદીનાનો રસ પીવો તેનાથી તરત જ ગેસ માં રાહત થશે.

જીરું અને મેથી વાયુ રોગોમાં ખુબ જ લાભદાયી છે. બંનેને સપ્રમાણ મા લય ગરમ પાણી સાથે પી જવું તેનાથી રાહત થશે. ગેસ માટે ખૂબ જ લાભદાયી છે વરિયાળી ઠંડી હોય છે. 1 મોટી ચમચી વરીયાળી બે કપ પાણીમાં ઉકાળો આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણ વખત લેવાથી રાહત થાય છે અથવા તો જમવાના 10-15 મિનિટ પહેલા ચપટી વરિયાળી ચાવવાથી પણ ગેસ રહેશે નહીં.

જો છાતીમાં ખૂબ જ દુખાવો થતો હોય તો પંજરી ખૂબ જ લાભદાયક છે પંજરી ખાવાથી માત્ર પાંચ જ મીનીટમાં ગેસ થતો બંધ થઈ જશે. અને છાતીમાં દુખાવો પણ ઓછો થઈ જશે. પંજરી બનાવવા માટે બે ચમચી શેકેલું જીરું, બે ચમચી શેકેલી વરિયાળી, ૨ ચમચી ધાણા, ચાર ચમચી સાકર, એક ચમચી સુંઠ દરેક વસ્તુને સરખી મિક્સ કરીને એક ચમચી જ્યારે ગેસ થાય ત્યારે ખાવી તેનાથી છાતીમાં થતી બળતરા તરત જ મટી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here