માં દુર્ગા કેવી રીતે ચંડી ચામુંડા કહેવાયા? જાણો તેની પાછળ નો ઈતિહાસ અને દંતકથા. એક શેર કરો ચોટીલાવાળી દરેકની ઈચ્છા પૂરી કરશે.

ભારતની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ. દરેક લોકો ભગવાન અને દેવતાઓને ખૂબ જ શ્રદ્ધા પૂર્વક પૂજા કરે છે. દરેક લોકોને પોતાના કુળદેવી હોય છે. શ્રદ્ધા અને ભાવપૂર્વક -ભક્તિપૂર્વક ભગવાનની સેવા કરે તેને ભગવાન હંમેશા ફળ આપે છે. આજે તમને હિન્દુ ધર્મમાં ચામુંડા માતાજી નું નામ કેવી રીતે પડ્યું તેના વિશે જણાવવાના છીએ. ચામુંડા માતા ને સાત માતા ની માતા તરીકે ઓળખવામાં આવે છે. અને જોગણી માંની એક માતા તરીકે ગણે છે. આ ઉપરાંત ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ પણ કહેવામાં આવ્યું છે.

માતા ચામુંડાને ચંડી કે ચામુંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંડ અને મુંડ નામના રાક્ષસ ને માર્યા એટલે માતા પાર્વતી ને કાલી અને ચામુંડાનું સ્વરૂપ માનવામાં આવે છે. માતા ચામુંડા મોટાભાગે વડના વૃક્ષ માં પુજાય છે. આજે અમે તમને જણાવીશું કે માતા ચામુંડા ની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેનું નામ ચામુંડા કઈ રીતે પડ્યું.

હજારો વર્ષ પહેલા શુંભ અને નીશુમ્ભ નામના બે ખુબજ ભયંકર રાક્ષસઓ રાજ કરતા હતા. તેના કારણે ધરતી પર અને સ્વર્ગમાં પણ ખૂબ જ અત્યાચાર કરવામાં આવતા હતા. અને દરેક લોકો તેનાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. બધા દેવતાઓ તેની સામે કંઈ કરી શકતા ન હતા. ત્યારે દેવતાઓએ અને મનુષ્યોએ માતા દુર્ગાની આરાધના કરી અને આ રાક્ષસો ના ત્રાસમાંથી છોડાવવા કહ્યું. માતા દુર્ગાને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે આ ધરતી પર દરેક મનુષ્યની રક્ષા કરે. ત્યારે માતા દુર્ગા કોશીકી નામથી અવતાર લે છે.

એકવાર આ બંને રાક્ષસ ના સેવકો માતાને જોઈ જાય છે. અને ત્યારબાદ તે બંને રાક્ષસ પાસે જાય છે. અને કહે છે કે  તમે તો ત્રણે લોકમાં રાજા જો તમારી પાસે અમૂલ્ય રત્નો છે. તો તમારી પાસે એક ખુબજ સુંદર સ્ત્રી પણ હોવી જોઈએ.  ત્યારબાદ શુંભ અને નિશુંભ પોતાના સેવકને કોશીકી પાસે મોકલે છે. અને કહે છે કે, રાજા તમને રાણી બનાવવા માંગે છે. ત્યારે માતા કોશીકી કહે છે કે મેં એક ટેક રાખી છે કે મારી સાથે જે વ્યક્તિ યુદ્ધ કરે અને યુદ્ધમાં જે જીતે તેની સાથે હું વિવાહ કરીશ.

ત્યારબાદ આ વાત સાંભળીને ચંડ અને મુંડ રાક્ષસની પાસે જાય છે. અને આ વાત સાંભળીને રાક્ષસ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. અને કહે છે કે, એક સ્ત્રીનું આટલું બધું અભિમાન કે અમને યુદ્ધ માટે લલકાર્યા છે. ત્યારબાદ શુંભ અને નિશુંભ ચલ અને મુંડ નામના બે રાક્ષસને કોશીકી ને મારવા માટે મોકલે છે. અને કહે છે કે તે સ્ત્રીને માથાના વાળ પકડીને મારી સામે રજૂ કરો. ત્યારબાદ ચંડ અને મુંડ માતા કોશીકી પાસે જાય છે. અને કહે છે કે, તમે અમારી સાથે ચાલો.

પરંતુ કોશીકીએ તેની સાથે જવાની ના પાડી. અને બન્ને અસુરોના માથા પર પ્રહાર કરવા લાગ્યા. ત્યારબાદ કોશીકીએ  દુર્ગા માતાનું સ્વરૂપ ધારણ કરી અને ચંડ અને મુંડ નામના રાક્ષસ ને મારી નાખ્યા. ચંડ અને મુંડ રાક્ષસ ને મારવાના કારણે તેનું નામ ચામુંડા રાખવામાં આવ્યું. ચંડ અને મુંડ રાક્ષસ નો વધ કરવાને કારણે માતા દુર્ગાનું નામ ચામુંડા કહેવાય છે. ચામુંડામા નુ મંદિર ચોટીલા માં આવ્યું છે. જે રાજકોટ નજીક છે. ત્યાં તે પર્વત પર બિરાજમાન છે. જે માતાજીના દર્શન કરવા માંગતા હોય તે લોકો માટે પગથિયા ચઢવા પડે છે. ચોટીલા પર્વતની ઊંચાઇ  1173 છે. એવું કહેવાય છે કે, ચામુંડા માતાની ભૃગુ ઋષિએ તપસ્યા કરીને ચોટીલામાં પ્રસન્ન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here