મોટિવેશન સ્ટોરી – ચા વાળાના દીકરાએ પહેલા ટ્રાયલમાં પાસ કરી UPSC ની પરીક્ષા 👏👏અચૂક વાંચો..

ભારતમાં ભણવામાં બાળકોએ હદ સુધી હોશિયાર હોઈ છે કે વગર કોચિંગથી પણ UPSC પાસ કરી દે છે. અને ફક્ત પાસ નથી કરતા પણ UPSC માં ટોપ કરે છે. અને પોતાના પરિવારનું નામ દેશમાં રોશન કરે છે.
ત્યારે આવો જ એક કિસ્સો આજે આપણે વાંચીશું, જેમાં ગરીબ પરિવારમાંથી આવતો દેશલ દેશની સૌથી મોટી અને અઘરી કહેવાતી પરિક્ષા પાસ કરે છે, અને ચા વેંચતા કુટુંબનું નામ રોશન કરે છે.

ચા વાળાના દીકરાએ પહેલા ટ્રાયલમાં પાસ કરી UPSCની પરીક્ષા 👏👏

દેશમાં UPSC ની પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવા માટે લોકો 4-5 વર્ષ પહેલાથી તૈયારી કરતા હોય છે. કેટલીકવાર તો પાસ થવામાં 3-4 ટ્રાય પણ મારતા હોય છે. પરંતુ જૈસલમેરના ગામ સુમાલિયાઈના રહેનારા દેશલે પહેલા જ ટ્રાયલમાં આ પરીક્ષા પાસ કરી લીધી. દેશલ પોતાના 7 ભાઈ-બહેનોમાંથી બીજા નંબરના ભણેલા છે. તેમણે આઈઆઈટી-જબલપુરથી બીટેક કહ્યું છે. દેશલને IAS બનવાની પ્રેરણા તેમના મોટા ભાઈ પાસેથી મળી.

દેશલ મુજબ જ્યારે તે દસમા ધોરણમાં હતા ત્યારે તેમના ભાઈ નેવીમાં સેવા આપી રહ્યા હતા. દેશલના ભાઈનું ડ્યુટી પર મોત થઈ ગયું. તેમના ભાઈ ઘણીવાર સેનાની વાતો કરતા. ભાઈથી પ્રેરિત થઈને દેશલે સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો.

ધ બેટર ઈન્ડિયા મુજબ દેશલે આ પરીક્ષા પહેલી જ વારમાં ક્રેક કરી લીધી. દેશલ વર્ષ 2017 માં IFSમાં 5 મી રેન્ક અને 2018 માં IAS AIR માં 82 મી રેન્ક મેળવી. દેશલનના ઘરમાં માતા-પિતા કે બીજા નાના ભાઈમાંથી કોઈ ભણેલું નથી. ભાઈઓએ ખૂબ જ નાની ઉંમરથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

દેશલના ઘરની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હતી. તેના પિતા ચાનો સ્ટોલ ચલાવતા હતા. તેમની પાસે જમીન હતી પરંતુ કંઈ કરી નહોતા શકતા. વર્ષો સુધી ખેતી કરીને ગુજરાન ચલાવ્યા બાદ 1989 થી તેઓ ચાનો સ્ટોલ ચલાવે છે. તેમના મોટાભાઈ પણ ચાના સ્ટોલમાં પિતાને મદદ કરતા હતા.

દેશના પિતા મુજબ તેમનો દીકરો ઘણીવાર તેમને કામ ન કરવા માટે કહેતો. તેના પિતા માને છે કે દેશલનો સાહસ અને દ્રઢ સંકલ્પ છે જેના કારણે તે અહીં સુધી પહોંચી શક્યો. દેશલ કહે છે જો મને મારા પર વિશ્વાસ ન હોત તો હું ગામમાં ખેતી કે અન્ય કોઈ કામ કરતો હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here