અત્યારની કોરોના મહામારીથી બચવા માટે લોકો અલગ અલગ એલોપેથી અને આયુર્વેદિક દવાનો ઉપયોગ કરે છે. અને આયુર્વેદિક ઉકાળા પીવે છે. અને ઘરેલું ઉપચાર કરે છે.તેમ છતાં ઘણી વાર કોરોના થાય છે. આજે અમે તમને જણાવી દઈએ કે કોરોના ને હરાવવા માટે ગૌમૂત્ર અને ગાય આધારિત વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે.
કોરોના ઇન્ફેક્શનથી બચવા માટે ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને દર્દીઓને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી રહી છે. ગૌમૂત્ર દ્વારા કોરોના ને હરાવી શકાય છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના તેટોડા ગામની ગૌશાળાને કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને દર્દીઓની એક અલગ જ રીતે સારવાર આપવામાં આવે છે. ગૌશાળાને ૫ મેથી કોવિડ કેર સેન્ટરમાં તરીકે ફેરવવામાં આવી છે અને કોરોના પોઝિટિવ દર્દીઓને આયુર્વેદિક દવાઓથી સારવાર આપવામાં આવી રહી છે. ગૌશાળાને વેદાલક્ષન પંચગવ્ય આયુર્વેદ કોવિડ ઓપરેશન સેન્ટર એવું નામ આપવામાં આવ્યું છે.
અત્યારે આ વેદાલક્ષન કોવીડ સેન્ટર માં સાત કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ દર્દીઓને ગાયના દૂધ અને ગૌમૂત્રમાંથી બનાવેલી થોડીક આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે. અને અહિયાં કોરોના પોઝીટીવ દર્દીઓની મફત સારવાર કરવામાં આવે છે અને સારવાર માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. આ કોવિડ સેન્ટરમાં દર્દીઓને આયુર્વેદની દવા તેમજ અંગ્રેજી દવા પણ આપવામાં આવે છે.
આ વેદાલક્ષન પંચગવ્ય આયુર્વેદ કોવિડ ઓપરેશન સેન્ટરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પંચગવ્ય આયુર્વેદ દવા દ્વારા કોવિડ ના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેમાં દેશી ગાયોના દૂધ, ઘી, ગૌમૂત્ર વગેરે માંથી આયુર્વેદિક દવાઓ બનવવામાં આવે છે. તેમાં આયુર્વેદના બે ડોકટરો અને બે એમબીબીએસ ડોકટરો પણ ત્યાં સેવા આપી ને પોતાની ફરજ બજાવી રહ્યા છે.
આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે ગૌમૂત્રને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને તેનું સેવન દરેક વ્યક્તિ ને કરવાની સલાહ આપવામાં આવે છે. રોજ થોડું ગૌમૂત્ર પીવાથી અનેક રોગો સામે રક્ષણ થાય છે. હવે તેનો ઉપયોગ કોરોનાની સારવાર માટે પણ કરવામાં આવી રહ્યો છે. અને તેના ઉપયોગ થી કોરોના ને હરાવી શકાય છે.
ગુજરાત સરકારે કેટલીક એનજીઓને આવા ગામોમાં ક્વોરેન્ટાઇન સેન્ટર અને કોવિડ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે. રાજ્યમાં 1.2 લાખ પથારીવાળા 10,320 કોવિડ સેન્ટર છે. આ કેન્દ્રો માં માત્ર પ્રથમ પ્રાથમિક સારવાર કરવામાં આવી રહી છે. બનાસકાંઠામાં સૌથી વધુ કોવિડ-19 કેન્દ્રો છે, જેમાં 897 6,400 પથારીવાળા કેન્દ્રો પણ ચાલે છે. અને ગાય આધારિત દવાનો ઉપયોગ કરી ને કોરોના ના દર્દી ને સજા કરવામાં આવે છે.