વુમન પાવર: ગુજરાતના કુખ્યાત ગુનેગારને ચાર મહિલા PSI એ ઝડપી પાડ્યો

ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી કે, બોટાદના જંગલોમાં કોઇ શંકાસ્પદ પ્રવૃતિ થઇ રહી છે. ત્યારે એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ કર્યો હતો. ગત મોડી રાત્રે બોટાદના જંગલોમાંથી એટીએસની મહિલા પીએસઆઇની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.

ગુજરાત એટીએસએ ગુજરાતના પોલીસ અધિકારો માટે વેકેશન માટેની એજન્સી હતી. જ્યારથી આઇપીએસ અધિકારી હિમાશું શુક્લાનું પોસ્ટિંગ થયું છે ત્યારથી એટીએસ વધુ સક્રિય થયું છે. એટીએસએ છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત સહિત દેશભરમાંથી બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓ ઝડપ્યા છે. આ સહીત હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

આરામ કરનાર અધિકારીઓ પોતાનું પોસ્ટિંગ એટીએસમાં કરાવતા બંધ થયા છે. ત્યારે એટીએસમાં એસપી તરીકે નિમણૂંક થઇ હતી. ત્યારબાદ ગત વર્ષે હિમાંશુ શુક્લાનું પ્રમોશન થયા બાદ ડીઆઇજી તરીકે કાર્યકરત છે. એટીએસ ખુબજ ઓછા સ્ટાફ સાથે ઉલ્લેખનીય કામગીરી કરી રહ્યું છે. એટીએસમાં હાલ 42  અધિકારીઓ સહીત પોલીસકર્મીઓ ફરજ પર છે. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી કે, બોટાદના જંગલોમાં કોઇ શંકાસ્પદ પ્રવૃતિ થઇ રહી છે. ત્યારે એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ કર્યો હતો. ગત મોડી રાત્રે બોટાદના જંગલોમાં સર્ચ શરૂ કરાયું હતું. ત્યારે એક સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસબ અલારખા મળી આવ્યો હતો.

એટીએસની મહિલા પીએસઆઇની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. જુસબ અલારખા પર જૂનાગઢમાં 15થી વધુ ગંભીર ગુના નોંધ્યા છે. જુસબ અલારખા જૂનાગઢના લોકો અને પોલીસ માટે માથાનો દુખાવો હતો. ત્યારે આ મહિલા પીએસઆઇએ જુસબ અલારખાને ઝડપી પડાતા જુસબ અલારખાનો ખૌફ જૂનાગઢ પરથી દૂર થયો છે.

ઉલ્લેખનીય છે કે, આજ સુધી મહિલા પોલીસને પોલીસ સ્ટેનશના સામાન્ય કામો સોંપવામાં આવતા હોય છે. ત્યારે એટીએસની 4 મહિલા પીએસઆઇ દ્વારા ગુજરાતના કુખ્યાત ગુનેગાર જુસબ અલારખાને ઝડપી પાડતા ગુજરાતની મહિલા પોલીસ અધિકારીઓ માટે આ કિસ્સો પ્રરણાદાયક છે.

ગુજરાત ATS ની ચાર મહિલા પોલીસકર્મીએ પાર પાડ્યું દિલધડક ઓપરેશન… જાણો, કઈ રીતે ઓપરેશનને અપાયો અંજામ. ગુજરાત ATSની ચાર જાંબાઝ મહિલા PSIએ જંગલમાં ઘુસી જુનાગઢના ડોનને ઘૂંટણિયે પાડ્યો

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડ (ATS) ને રવિવારે એક મોટી સફળતા મળી છે. ATS ની ટીમે બોટાદના જંગલમાંથી એક નામચીન ડૉનને ઝડપી લીધો છે. ખાસ વાત એ છે કે, આ ઓપરેશન ગુજરાત એટીએસ ટીમની 4 મહિલા પોલીસકર્મીઓએ પાર સફળતાપૂર્વક પાર પાડ્યું છે.

ગુજરાત એટીએસની ટીમને જાણકારી મળી હતી કે, બોટાદના જંગલમાં શંકાસ્પદ ગતિવિધી ચાલી રહી છે. તે પછી ગુજરાત એટીએસના વડા હિમાંશુ શુક્લાએ એક ટીમ બનાવી, જેમાં 4 મહિલા પોલીસ સબ ઈન્સપેક્ટર્સ- સંતોક ઓડેદરા, શકુંતલા મલ, અરુણા ગામેતી અને નિમિતા ગોહિલને સામેલ કરવામાં આવી. આ ટીમે શનિવારે રાત્રે બોટાદના જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તે પછી મહિલા ટીમે જબરજસ્ત સાહસનો પરિચય આપતા નામચીન ડોન જુસબ અલ્લારખાને દબોચી લીધો.

જુસબ સામે જૂનાગઢમાં 15 થી વધુ હત્યા અને લૂંટના ગુના સહિત 35 જેટલા કેસો નોંધાયેલા છે. જુસબ રાજકોટ ગ્રામ્યમાં એક પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો. એટીએસની આ ટીમે જુસબને બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

જુસબની પોલીસ પર હુમલા કરવાની મોડસ ઓપરેન્ડી રહી છે. તેથી એટીએસની ટીમે તેને વહેલી સવારે તેને ઊંઘતો જ ઝડપાની યોજના બનાવી હતી. જુસબ પાસે હથિયાર હોવાની પણ પૂરી શક્યતા હોવાથી એટીએસની ટીમ હથિયારોથી સજ્જ થઈને જંગલમાં ઘૂસી હતી. અંધારાને બદલે વહેલી સવારે થોડું અજવાળું હોય ત્યારે જુસબને પડકવાની યોજના બનાવાઈ હતી કેમકે જો સામસામે ગોળીબારની નોબત આવે તો કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા ન થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here