આજે ભોજપુરી ફિલ્મ જગતના સ્ટાર્સ દેશ વિદેશમાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે. આ સ્ટાર્સ પોતાના અભિનયને લીધે પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યા છે. તેથી આજે ભોજપુરી ફિલ્મ જગતના સ્ટાર્સ ઘણા લોકપ્રિય છે. સ્ટાઇલ હોય કે ગ્લેમરસ ભોજપુરી સ્ટાર્સ કોઈ પણ રીતે બોલીવુડ જગતના સ્ટાર્સ કરતા પાછળ નથી. તો ચાલો આજે આ લેખમાં જાણીએ એવી ભોજપુરી અભિનેત્રીઓ વિશે જે બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
મોનલિસા
ભોજપુરી સિનેમા જગતમાં તેમની સ્ટાઇલ અને ગ્લેમરસ માટે અલગ ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી મોનાલિસા પ્રથમ ક્રમે આવે છે. તેણે નાના પડદાથી લઈને ભોજપુરી સિનેમા સુધી દર્શકોના દિલ જીતી લીધા છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે ભોજપુરી અભિનેત્રી મોનલિસાએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત મોનાલિસા બિગ બોસની 10મી સીઝનનો ભાગ પણ રહી ચૂકી છે.
રાણી ચેટર્જી
ભોજપુરી ફિલ્મ ઉદ્યોગમાં ટોચનું સ્થાન ધરાવતી રાની ચેટર્જી બોલ્ડનેસની બાબતમાં કોઈ અભિનેત્રી કરતા ઓછી નથી. તે પોતાના સ્ટાઇલિશ લુકને કારણે ઘણીવાર સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે તે ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે રાની લાંબા સમયથી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને તેથી જ સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા ઘણી વધી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રાણી ચેટર્જી લેડી સિંઘમ ફિલ્મમાં જોવા મળશે.
આમ્રપાલી દુબે
આમ્રપાલી દુબે ભોજપુરી સિનેમાના એવી અભિનેત્રીઓ પૈકી એક છે જેમણે લગભગ દરેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. દમદાર એક્ટિંગને કારણે દરેક વ્યક્તિ પોતાની ગ્લેમરસ સ્ટાઇલને લઈને દિવાના થઈ જાય છે. આમ્રપાલી દુબે બિગ બોસની 13મી સીઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લઈ શકે છે. આમ્રપાલી દુબે પોતાની જાતને સલમાન ખાનની મોટી ચાહક કહે છે, તેથી તેને કહેવામાં આવી રહ્યું છે કે આમ્રપાલી બિગ બોસની સીઝન 13નો ભાગ બનશે.
કાજલ રાઘવાણી
જ્યારે સ્ટાઇલ અને ગ્લેમરની વાત આવે છે ત્યારે કાજલને કેવી રીતે ભૂલી શકાય. કાજલના સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન છે. જ્યારે કાજલ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો ના માધ્યમથી લોકો સાથે વાતચીત કરતી રહે છે. કાજલ અને ખેસારી લાલ યાદવની જોડી લોકો સ્કિન પર ખૂબ જ પસંદ કરે છે આ જ કારણ છે કે બંને લગ્નની અફવાઓ સોશિયલ મીડિયા પર ઘણી વખત સાંભળવા મળે છે પરંતુ જણાવી દઈએ કે ખેસારી લાલ યાદવના લગ્ન થઈ ચૂક્યા છે.
અક્ષરા સિંહ
ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી અક્રા સિંહ પણ પ્રખ્યાત છે. તેમની સુંદરતાના લાખો લોકો દિવાના છે અને તેણે લાખો લોકોના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ We Gujjus ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.