બોલિવૂડ ના આ કલાકારો જેમને તમે નામ થી નહીં પણ કામ થી ઓળખો છો, જાણો કોણ કોણ છે એમા સામીલ

બૉલીવુડ મા એવા ઘણા હીરો છે જે નઈ જેવો અભિનય કરી ને પણ મશહૂર થઈ જાય છે એનાથી ઊંધું ઘણા બધા હીરો એવા છે જે અભિનય ખુબજ સારી કરે છે પણ મશહૂર નથી અને એમનું નામ પણ લોકો નથી જાણતા. એવા ઘણા હીરો છે જેને જોઈ ને તમે કેસો કે અરે આ પણ છે આ ફિલ્મ માં તમે એને નામથી નથી ઓળખતા પણ એનું કામ તમને ખુબજ ગમે છે એવા કઈક હીરો વિશે તમને બતાવી રહ્યા છે.

સંજય મિશ્રા

એક એવો એક્ટર જે નેશનલ ઓફ ડ્રામા થી નીકળ્યો જે કોઈ પાત્ર કરી દે તો એની છાપ લોકો ના મનમાં થઇ જાત પણ કોઈ મુખ્ય ભૂમિકા ના મળી એટલે લોકો નામ નથી જાણતા એમને લોકો બાબુજી કહે છે. તમે ઓલ ધ બેસ્ટ ફિલ્મ જોઈ હશે જેમાં એક પાત્ર આવે છે જે તમારા મનમાં ઘર કરી ગયું હશે.

જે વારંવાર બોલે છે ઘોલું જસ્ટ ચિલ્ડ આ એજ સંજય મિશ્રા છે સરળ શાંત અને કોઈ દેખાવ વગરની જિંદગી જીવવા વાળા સંજય મિશ્રા ઘણા બધા એવા રોલ કર્યા છે જે લોકો ને આજે પણ યાદ છે પણ લોકો ને એમનું અસલી નામ ભાગ્યેજ યાદ હોય.

એમણે ઓલ ધ બેસ્ટ માં રઘુનંદન દાસ, આખો દેખી માં બાબુજી ગોલમાલ માં એક ડોન નો રોલ અને ધમાલ માં બાબુભાઇ વન ટુ થ્રી માં પિન્ટો જેવા યાદગાર રોલ કર્યા સંજય મિશ્રા ને પેહલા તો પહેચાન ના મળી પછી મળવા લાગી ને ને પોતાના જૂથમાં વધારે મશહૂર થઈ ગયા.

પંકજ ત્રિપાઠી

સાયદ બધાએ ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર જોઈ હશે એમાં એક પાત્ર આવે છે જે કે છે કે આ વાસેપુર છે અહીં કબૂતર પણ એક પાંખ થી ઉડે છે અને બીજી થી પોતાની આબરૂ બચાવે છે આ ડાયલોગ બોલવા વાળા ભાઈને પંકજ ત્રિપાઠી કહે છે જેને સુલતાન ના નામ થી ઓળખાય છે.

ઘણી બધી ફિલ્મો માં કામ કરનાર પંકજ ત્રિપાઠી આજ યુવાનો ના દિલ માં વશે છે અને એક પછી એક હિટ ફિલ્મો કરી રહયા છે પણ ઘણા ઓછા લોક એમનું નામ જાણે છે ગેંગ ઓફ વાસેપુર પછી ફિલ્મ ન્યુટન માં એક ડાયલોગ છે લખીલો કોઈ નથી આવતું આ ડાયલોગ ના સોસીયલ મીડિયા માં ઘણા મિમ્સ બન્યા.

પણ એમનું નામ કોઈ નથી જાણતું. પંકજ ત્રિપાઠી બિહાર ના છે અને એક એવા ગામના છે જ્યાં હમણાં ત્રણ વર્ષ પહેલાં લાઈટ આવી હતી અને રોડ તો હજુ પણ નથી એમણે ગેંગ ઓફ વાસેપુર, સ્કેયડ ગેમ ન્યુટન, બરેલી ની બરફી જેવી ઘણી ફિલ્મો માં અભિનય આપ્યો.

દિપક ડોબરિયાલ

તમે નામ વાંચતા જની જાણી શકો કે અમે કોની વાત કરી રહયા છે પણ તને એમનું એ ક બીજું નામ બતાવીએ જે છે પપ્પી જી તનું વેડ્સ મનું, જય માતાજી, યાદ આવ્યું કશુ આ એજ માણસ છે જેમની લીધે આ ફિલ્મો હિટ થઈ હતી અને બધીજ નામના એમને મળી. આર માધવન અને કંગના થી વધારે ચર્ચા માં રહ્યા દિપક ને ઘણા ઓછા લોકો એમના નામ થી જાણતા હશે.

પણ એમના કામ થી જાણવા વાળા ઘણા બધા લોકો છે દીપકે ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે. સલમાન ખાન ની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો મા તેમણે ઘણી સારી અભિનય કરી ને ઉભરી આવ્યા અને પોતાની અભિનય ની છાપ મૂકી હતી

મહંમદ જિશાન આયુબ

ફિલ્મ રાંઝના માં ધનુષ જેટલી ક્રેડિટ નતી મળી એટલી મોરારી ને મળી હતી મહલ્લા નો પ્રેમ ડોકટર અને ઈંજીનીયર લઈ જાય છે સાલો જાણે પ્રેમ નઈ કોઈ યુપીએસસી ની પરીક્ષા હોય દસ વર્ષ થી ક્લિયર નથી થઈ રહ્યું જેવા ડાયલોગ બોલવા વાળા મોરારી ઉર્ફ જિશાન આયુબ ને ઓછા લોક જાણે છે. એક પછી એક પોતાના કોમેડી રોલ કરતા લોકો ના દિલોમાં જગ્યા બનાવી હતી રાંજના, રઈસ, શાહિદ ફૈટમ જેવી ઘણી મોટી ફિલ્મો માં કામ કર્યું હતું.

કુમુદ મિશ્રા

એમને હમણાં જ એમની મહેનતનું ફળ મળ્યું છે આજ ના સમય મા લગભગ બધી જ ફિલ્મ માં જોવા મળે છે સલમાન ખાન ની જોડે ટાઇગર જીંદા હે માં રાકેશ ના રોલ માં નજર આવ્યા હતા કુમુદે ઘણી ફિલ્મો કરી છે સલમાન જોડે ટાઇગર જીંદા હે અક્ષયકુમાર સાથે અયરલીફ્ટ એના પછી એય્યાર સુલતાન જેવી એક પછી એક મોટી ફિલ્મો માં કામ કર્યું પણ ઘણા ઓછા લોકો એમનું નામ જાણતા કારણ કે એમનું કામ એમના નામ પર ભારી હતું.

મનોજ પાહવા

મનોજ પાહવા થીએટર નો એક જાણીતો કલાકાર છે જે કોઈ પણ રોલ કરે એમાં જાન ના ખી દે છે મનોજે ઘણી બૉલીવુડ ફિલ્મો માં કામ કર્યું છે પણ એમને લોકો એમના ફિલ્મી નામ થી જાણે છે અસલ નામ થી નઈ ખજૂર પે અટકે, મુલ્ક, વોન્ટેડ, સાદી મેં જરૂર આના સિંગ ઇઝ કિંગ જેવી મોટી ફિલ્મો માં કામ કરનાર મનોજ આજ ના સમય માં દરેક ફિલ્મો માં દેખાય છે.

સીમા પાહવા

મનોજ પાહવા ની પત્ની અને આજના સમયની હિરોઈનો ની અમ્મા મિડલ કલાસ માં બનનારી ફિલ્મો રોલ કરનારી હિરોઈન આજના સમય માં ચર્ચા છે બરેલી કી બરફી, દમ લગાકે હયસા, શુભ મંગલ સાવધાન, જેવી ફિલ્મો માં કામ કરવા વાળી સીમા ખૂબ ચર્ચા માં છે.

યશપાલ શર્મા

લગાન ફિલ્મ નો લાખો તો તમને યાદ હશે જે ભુવન ને દગો આપે છે તે આજ યશપાલ શર્મા છે જેને લોકો ફિલ્મી નામથી જાણે છે યશપાલે હજારો ખ્વાહિશે એસી, ગંગાજળ, અપહરણ, આરક્ષણ, રાવડી રાઠોડ, નીલી છત્રી વાલે અને લગાન જેવી મોટી ફિલ્મો કરી છે.

સૌરભ શુક્લા

અવે લોકો એમનું અસલી નામ જાણવા લાગ્યા છે નઈ તો એમને સત્યા વાળા હીરો તરી કે જાણતા હતા રેડ મા એમના અભિનય ના ખૂબ વખાણ થયા એના વગર જોલી એલ એલ બી ના બેવ ભાગ માં એમણે ગજબ નો અભિનય કર્યો ઘણી સારી ફિલ્મો માં કામ કરી ચુક્યા છે સૌરભ શુકલા ખૂબ સરળ માણસ છે અને એમને ઘણા બધા સન્માન પણ મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here